મહિલા હોટેલમાલિકોને સહાયરૂપ બનવા વિન્ધમ દ્વારા કાર્યક્રમ જાહેર

કંપની ફાયનાન્શિંગ, એજ્યુકેશનલ પ્રોગ્રામ સહિત નેટવર્કિંગમાં સહાયભૂત બનશે

0
827
વિન્ધમ હોટેલ્સ એન્ડ રીસોર્ટ્સ દ્વારા નવા ‘વિમેન ઓન ધી રૂમ’ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે. જેનો હેતુ મહિલા હોટેલ ડેવલપર્સને આર્થિક ઉકેલ, વ્યક્તિગત સંચાલન માર્ગદર્શન અને સહાય તથા નેટવર્કિંગ અને તાલીમ માટેની તક પૂરી પાડવાનો છે.

મહિલાઓને હોસ્પિટાલિટી ઉદ્યોગમાં અનેક સ્તરે તેમની કારકિર્દીમાં હજુ પણ અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. વિન્ધમ હોટેલ્સ એન્ડ રીસોર્ટ્સના નવા કાર્યક્રમનો હેતુ આવા અવરોધેને પાર પાડવાનો છે.

વિન્ધમના ‘વિમેન ઓન ધી રૂમ’ પ્રોગ્રામ આર્થિક સમસ્યાના ઉકેલના વિકલ્પ, વ્યક્તિગત સંચાલન માટેનું માર્ગદર્શન અને નેટવર્કિંગ તથા એજ્યુકેશન માટેની તક તથા સહકાર પૂરો પાડે છે.

આ અંગે વિન્ધમના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર ચીપ ઓહલસન કહે છે કે હોટેલ ઇન્ડસ્ટ્રી અત્યાર સુધીના સૌથી કપરા સમયનો સામનો કરી રહ્યું છે. વિન્ધમ ખાતે – જ્યાં વિવિધતા, સમાનતા અને સમાવેશ એ આપણી સંસ્કૃતિના મૂળમાં છે – અમારા ઉદ્યોગમાં અમે મહિલાઓ ઉદ્યમીને નવી તકો માટે વધારે દરવાજા ખોલીને તેમને આગળ વધવા સહાયરૂપ બનવાનો પ્રયાસ છે.

આ પાનખરમાં, વિન્ધમ સમાવિષ્ટ વિષયો સાથે શ્રેણીબદ્ધ ઇવેન્ટ્સ શરૂ કરશેઃ

  • હાલના સમયે કેમ મહિલાઓએ હોટેલ ડેવલપમેન્ટમાં આવવું જોઇએ
  • સાઇટની પસંદગી અને શક્યતા મૂલ્યાંકન અંગે
  • તમારી હોટેલ માટે ધિરાણ સુરક્ષિત કરવા માર્ગદર્શન અને ટીપ્સ
  • મહિલા હોટેલ ડેવલપર્સની વ્યક્તિગત વાર્તાઓ

‘વિન્ધમ મહિલા માલિકોને અમારા ડેબ અને ઇક્વિટી પાર્ટનર્સના નેટવર્કના માધ્યમથી સુરક્ષિત ધિરાણ અંગે પણ સહાયરૂપ બનવા કટિબદ્ધ છે. આવનારા સમયમાં પણ મહિલા હોટેલમાલિકોને પડનારી સમસ્યાઓનો સામનો કરવા માર્ગદર્શન અપાય છે.’, તેમ વિન્ધમના ચીફ ફાયનાન્શિયલ ઓફિસર મીશેલ એલેન કહે છે.

વિન્ધમ દ્વારા ડેવલપમેન્ટ ઇન્સેન્ટિવ પ્રોગ્રામની પણ જાહેરાત કરવામાં આવી છે જે પ્રોજેક્ટ ફાયનાન્સની સુવિધા આપે છે અને મહિલાઓ દ્વારા વિકાસ પામી રહેલ હોટેલ પ્રોજેક્ટને આગળ વધારવા મદદરૂપ થાય છે.

સળંગ ત્રીજા વર્ષે વિન્ધમને હ્યુમન રાઇટ્સ કેમ્પેઇનના ઇક્યુઆલિટી ઇન્ડેક્સમાં પરફેક્ટ સ્કોર મળ્યો છે. તેને ડાયવર્સિટી આઇએનસી દ્વારા પણ સતત  બે વર્ષથી તેના ડાયવર્સિટી અને ઇન્ક્લુશનની કટિબદ્ધતા માટે પ્રસંશા કરવામાં આવી છે. વિન્ધમ એવી સંસ્થાઓ સાથે પણ કામ કરે છે કે જે ઉદ્યોગમા મહિલાઓને આગળ વધવા મદદરૂપ બને છે જેમાં કાસ્ટેલ પ્રોજેક્ટ, નોન-પ્રોફિટ મેન્ટરશિપ અને નેટવર્કિંગ પ્રોગ્રામ છે, તથા શી હેઝ એ ડીલ, જે હોટેલ ઉદ્યોગમાં મહિલા ઉદ્યમીઓને આગળ વધવા તથા હોટેલ માલિકીની સ્પર્ધા જીતવા માટેની સમાન તક પૂરી પાડે છે. તાજેતરમાં તેના દ્વારા ફોર્ચ્યુના ટેબલની જાહેરાત કરાઈ હતી.

અમારી ટીમ સતત વિવિધ સંઘઠનો સાથે સંપર્કમાં રહે છે કે જેઓ ખાસ કરીને આવી વ્યક્તિઓને આગળ વધવામાં મદદરૂપ બને છે, તેમ પાલીવાલ કહે છે. અમારો લક્ષ્યાંક તેમની સાથે ભાગીદારી આગળ વધારવાનો છે અને આપણી ઇન્ડસ્ટ્રીમાં વધારેને વધારે મહિલાઓને આગળ લાવવાનો છે.