ઇકોનોમી હોટેલના માલિકો પોતાની પ્રોપર્ટીઝને ઓછા ખર્ચે અપગ્રેડ કરવા અંગે ત્યાં સુધી નથી વિચારતા કે જ્યાં સુધી તેમની પાસે પોતાની મર્યાદામાં આવતી ઇન્ટિરિયર ડિઝાઈન ઉપલબ્ધ ના હોય. અલ્પા પટેલે આ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને ચાર વર્ષ અગાઉ તેમાંથી પ્રેરણા મેળવી અને નવું સાહસ શરૂ કર્યું છે.
તેમણે પોતાની કંપની સ્પેસીઝની રચના કરી છે, આ કંપની એવો હોટેલ માલિકો કે જેઓ પોતાની ઇકોનોમી હોટેલને બૂટિકમાં અપગ્રેડ કરવાનું આયોજન કરે છે તેમને ઓછા ખર્ચે ડિઝાઇન કરે છે જેથી તેઓ વધારે ભાવ પણ વસૂલ કરી શકે. પોતાના પિતાની ટેક્સાસના એર્લિન્ગ્ટન ખાતે આવેલી સુપર 8 હોટેલની રિનોવેશનની કામગીરી દરમિયાન આ સાહસ અંગે વિચાર આવ્યો હતો.
અલ્પા પટેલે આ અંગે જણાવ્યું હતું કે મારા પિતા પોતાની પ્રોપર્ટીમાં કંઇક નવું કરવા ઇચ્છતા હતા કારણ કે છેલ્લાં એક દાયકાથી તેમાં કોઇ ફેરફાર કરાયો ન હતો. મેં કહ્યું કે આપણે લોબી સાથે કંઇક સારું કરવાની શરૂઆત કરીએ, કારણ કે તેઓ ફક્ત રૂમમાં ફેરફાર કરવા ઇચ્છતા હતા. લોબી, એક જાહેર સ્થળ છે કે જ્યાં લોકો આવે છે અને ફોટોગ્રાફમાં તે સુંદર અને શ્રેષ્ઠ દેખાશે તો તમે વધારે કિંમત પણ લઇ શકો તેમ છો.
તેમણે આ માટે ડિઝાઇનર શોધવાનું શરૂ કર્યું પણ કોઇ મળ્યું ન હતું.
તેઓ કહે છે કે પોષાય તેવા ખર્ચમાં કામ કરવા માટે કોઇ ડિઝાઇનર તૈયાર ન હતો કે જે નાની લોબીને સુપર એઇટ બનાવી શકે. ત્યારે મને સમજાયું કે અડધાથી વધારે અમેરિકામાં આવેલી હોટેલો અને ઇકોનોમીમાં ડિઝાઇન માટે અવકાશ નથી. આવી કંઇક 450,000 જેટલી હોટેલ છે. વિશ્વમાં પણ અનેક એવી હોટેલ છે કે જ્યાં આવી ડિઝાઇન શક્ય નથી. ત્યારે મને લાગ્યું કે આ ક્ષેત્રે આગળ વધવામાં અનેક તકો રહેલી છે.
તેમણે 2018માં સ્પેસીઝની શરૂઆત કરી હતી. જેનો હેતુ અન્ય ઇકોનોમી હોટેલ માલિકોને તેમની પ્રોપર્ટીને શ્રેષ્ઠ બનાવવા માટેનો હતો.
તેમની ક્ષમતાનો અનુભવ
પટેલ કહે છે કે કેટલાક માલિકોને પોતાની મૂલ્યવાન પ્રોપર્ટી અંગે વિચાર નથી આવતો કે તેઓ ઓછા ખર્ચે ઇકોનોમી હોટેલને બૂટિકમાં ફેરવી શકે તેમ છે, કારણ કે આવી સ્થળે લોકો સહેજે 500 ડોલર જેટલો ખર્ચ કરતા પણ અચકાતા નથી.
અલ્પા પટેલે પોતાની એશિયન અમેરિકન હોટેલિયર કોમ્યુનિટીને મદદરૂપ થવા માટે પોતાના અનુભવને કામે લગાવ્યું છે.
મોટાભાગે જ્યારે રિનોવેશન કરવાનું આવે ત્યારે અમારી ગુજરાતી કોમ્યુનીટી જલ્દી નિર્ણય ના કરે. મેં એક હોટેલમાં નવું આર્ટવર્ક, કેટલક સુવિધા તથા બેડ માટે 400 ડોલર સુધીનો ખર્ચ કરી નાખ્યો. 400 ડોલરના ખર્ચ સામે હવે ભાવમાં 20 ટકા સુધીનો વધારો પણ કરી શકાયો છે.
પોષાય તેવી કિંમતમાં
કામ એવું કરવું કે જે પોષાય એ બાબત સ્પેસીઝની સફળતાની એક બાબત છે. તેણી પોતાની લેબર કોસ્ટ ઓછી રાખીને સારું કામ કરી શકે તેમ છે.
તેમણે કહ્યું કે અમારી પાસે ભારતમાં ટીમ છે. અહીં અમારી પાસે જૂનિયર ડિઝાઇનર છે જે દરેક જરૂરિયાતની વિગત મેળવે છે, જ્યારે ખરેખરની ડિઝાઇન કામગીરી ભારતમાં તૈયાર થાય છે. અમે તેમને અમેરિકાના માપદંડો અંગે માહિતગાર કર્યા છે અને અમેરિકાની જરૂરિયાતો અંગે પણ માહિતી આપી રાખી છે.
તેણી કહે છે કે કંપનીની શરૂઆત પછી તેમણે અત્યાર સુધી 30થી વધુ ક્લાયન્ટસની કામગીરી કરી છે. છેલ્લાં બે મહિનામાં તેમણે 80 ટકા ડિઝાઇન કામગીરી પૂર્ણ કરી છે.
બહારની ડિઝાઇનમાં ફેરફારથી તેની ભારે અસર થાય છે અને તમે રોમાંચ અનુભવો છો. સામાન્ય ખર્ચમાં કરેલા ફેરફારને કારણે તમે ગ્રાહકો પાસેથી પણ સારી ઉંચી કિંમત વસૂલી શકો તેમ છો.
બીચના આકર્ષણનો ઉમેરો
સ્પેસીઝના એક ગ્રાહક હિરેન પટેલ છેજેઓ કેલિફોર્નિયામાં બેલમોન્ટ શોરમાં રહે છે અને તેમણે બે વર્ષ અગાઉ પોતાની કંપની માટે ભારે ખર્ચનો પ્રોજેક્ટ લાવ્યા હતા. તેઓ પોતાની બેલમોન્ટ શોર ઇનમાં નવો પ્રાણ ફૂંકવા ઇચ્છતા હતા.
તેમણે પોતાની હોટેલમાં બીચનું આકર્ષણ ઉમેર્યું હતું. તેમની 14 રૂમવાળી હોટેલ લોન્ગ બીચ નજીક આવેલી છે. બહારના કેટલાક એલિમેન્ટ યથાવત રાખવામાં આવ્યા છે.
વિશાળ સ્થળેથી સંચાલન
માર્ચ એ મહિલાઓ માટેનો ઐતિહાસિક મહિનો છે અને અલ્પા પટેલ કહે છે કે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં તેમના જેવી મહિલાઓ પુરુષ આધિપત્યવાળા વેપારમાં પગ જમાવી રહી છે.
તમે માની શકશો કે એક ડિઝાઇનર ફર્મ અન્ય ડિઝાનર ફર્મને આવવા દે છે. આ મહિલા મને સ્પર્ધક તરીકે નથી જોતી કારણ કે અમે એક સમાન સ્થળેથી સંચાલન કરી રહ્યાં છીએ.
તેમણે કહ્યું હતું કે મહિલાઓ પુરુષ સમોવડી છે અને તેમની સરખામણીએ વધારે સારું કામ કરી શકે તેમ છે.