શ્વેતપત્રઃ યોગ્ય એકાઉન્ટીંગ પેકેજ વધારે બચત કરાવી શકે છે

ક્લાઉડ આધારિત વ્યવસ્થા વધારે સારું ડેટા મેનેજમેન્ટ અને ઓટોમેશન ઓફર કરે છે

0
1054
એકાઉન્ટીંગ, ફાયનાન્શિયલ અને ડેટા મેનેજમેન્ટ સંસ્થા એમથ્રીનું ‘હાઉ ટુ ચૂઝ અ હોટેલ એકાઉન્ટિંગ પેકેજ’ સૂચવે છે કે યોગ્ય ઇન-હાઉસ પ્રોફેશનલ, ફાયનાન્શિયલ સોફ્ટવેર અને આઉટસોર્સ્ડ ઇન્ડસ્ટ્રી સ્પેશ્યાલિસ્ટ અને હોટેલિયર્સને છેલ્લાં સ્તર સુધીનું સારો અનુભવ પૂરો પાડે છે.

હોટેલ માલિકોએ પોતાના આર્થિક વ્યસ્થાપન માટે એકાઉન્ટીંગ પેકેજમાં રોકાણ કરવું જોઇએ કે સમગ્ર પોર્ટફોલિયો અને વધારેમાં વધારે બચત કરી ફાયનાન્શિયલ પર્ફોરમન્સ વધારે છે તેમ એકાઉન્ટીંગ, ફાયનાન્શિયલ અને ડેટા મેનેજમેન્ટ સંસ્થા એમથ્રી દ્વારા રજુ કરવામાં આવેલા એક શ્વેતપત્રમાં જણાવાયું છે. જેમાં ક્લાઉડ આધારિત વ્યવસ્થા પર ભાર મુકવામાં આવ્યો છે.

એમથ્રીનું ‘હાઉ ટુ ચૂઝ એ હોટેલ એકાઉન્ટિંગ પેકેજ’ સૂચવે છે કે ઇન-હાઉસ પ્રોફેશનલ્સ, ફાયનાન્શિયલ સોફ્ટવેર અને આઉટસોર્સ્ડ ઇન્ડસ્ટ્રી સ્પેશ્યાલિસ્ટના યોગ્ય સંયોજનથી હોટેલ માલિકો ઓછા ખર્ચમાં વધારે નફાની સાથે પોતાના થઇ રહેલા ખર્ચમાં પણ સારો એવો ઘટાડો કરી શકે તેમ છે.

એમથ્રી દ્વારા સૂચવાયેલ નવા સારા એકાઉન્ટિંગ પેકેજમાં આટલું હોવું જોઇએઃ

રીયલ ટાઇમ ડેટા મેનેજમેન્ટઃ જેને કારણે એ ખાતરી થાય છે કે સ્વસંચાલિત પ્રણાણીના આધારે ક્લાઉડ આધારિત ડેટા એન્ટ્રી સીસ્ટમમાં સમયસર નોંધણી થઇ રહી છે. જેમાં સ્થળ તથા સ્ટોરની છેલ્લાંમાં છેલ્લી માહિતી સામેલ હોય છે.

ઓટોમેશનઃ ડેટા એન્ટ્રી, એક્સપેન્સ લોગીન્ગ, ઇનવોઇસ પેમેન્ટ અને અન્ય સેવાઓ તેના ઇન્ટેલીજન્ટ કોડ-મેપિંગ ફિચર્સને કારણે વપરાશકર્તા દ્વારા માહિતી નાખ્યા વગર સારી રીતે ઉપયોગમાં લઇ શકાય તેમ છે. આઉટસોર્સ્ડ ફાયનાન્શિયલ અને એકાઉન્ટિંગ સર્વિસ ઉપલબ્ધ સ્રોત દર્શાવે છે, સારો અનુભવ ધરાવનારા કુશળ કર્મચારીઓ કે જે હોટેલના નફાને વધારી શકે છે તેમની માહિતી પૂરી પાડે છે.

રીયલ-ટાઇમ ફાયનાન્શિયલ એકસેસઃ તેને કારણે કંપની અને પ્રોપર્ટીની આર્થિક સ્થિતિ અંગે રીયલ ટાઇમ માહિતી મળી રહે છે. ક્લાઉડ આધારિત એકાઉન્ટીંગ સોલ્યુસન્સને કારણે નિયમિત પણે ડેશબોર્ડ પર છેલ્લામાં છેલ્લી માહિતી પ્રસારિત થતી રહે છે. જેને પગલે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની તક મળી રહે છે.

સેન્ટ્રલાઇઝ્ડ ક્લાઉડ ડિલિવરીઃ આ વ્યવસ્થાને કારણે હોટેલ માલિકો તેમની સંપત્તિની આર્થિક માહિતી ગમે ત્યાંથી ગમે તે સ્થળે વેબ આધારિત ડિવાઇસના ઉપયોગથી મેળવી અને જોઇ શકે છે. તેનાથી ઝડપી સંદેશાવ્યવહાર અને ગુપ્ત માહિતી પર નિયંત્રણ રાખી શકાય છે. જે હોટેલમાલિકને તેમની જરરિયાતો અંગે સહકાર પૂરો પાડી શકે તેમ છે.

બિલ્ટ-ઇન એનાલિસસ એન્ડ રીપોર્ટિંગઃ ઉદ્યોગ આધારિત આ વ્યવસ્થામાં મેનેજર પોતાની કંપનીની આર્થિક સ્થિતિ પર નિયંત્રણ રાખી શકે તેમ છે. તેને કારણે દરરોજના આર્થિક વ્યવહાર અંગેની માહિતી મળી રહે છે. ઓટોમેટીક પીએમએસ ડેટાથી સારી અસરકારક કામગીરી થાય છે.

માર્ચમાં એમથ્રી દ્વારા અન્ય શ્વેતપત્ર પણ બહાર પડાયું હતું, જે કોસ્ટ-ડ્રાયવર અને બેન્ચમાર્ક ગોલ્સને લગતું હતું. જેમાં માંગ અને નવી સંપત્તિ વ્યવસ્થાપન રણનીતિના આધારિત હતું.