વેબીનારઃ હોટેલ ઉદ્યોગમાં 2021ના અંત સુધી સુધારો શરૂ થઇ શકે

નિષ્ણાતોનું માનવું છે કે વેક્સિનેશનનું વિતરણનું મહત્વ અને કામધંધાર્થે બહાર નિકળનારાઓનું વધનાર પ્રમાણ અસર કરશે.

0
932
રોડ ક્લાઉ, એચવીએસ અમેરિકાસના પ્રેસિડેન્ટ, સૌથી ઉપર ડાબે, યુએસ હોટેલ્સની મહામારી દરમિયાન રીકવરી અંગે વેબીનારની દરવણી કરી, ક્લોકવાઇસ, જીઓફ બલોટ્ટી, પ્રેસિડેન્ટ અને સીઈઓ, વિન્ધમ હોટેલ્સ એન્ડ રીસોર્ટસ, હિથર મેકક્રોરી, સીઈઓ, નોર્થ એન્ડ સેન્ટ્રલ અમેરિકા, એકોર, ચિપ રોજર્સ, પ્રેસિડેન્ટ અને સીઈઓ, અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન અને બીરન પટેલ, આહોઆ ચેરમેન.

તાજેતરમાં આયોજીત એક વેબીનારમાં નિષ્ણાતોએ મત વ્યક્ત કર્યો હતો કે અમેરિકાનો હોસ્પિટાલિટી ક્ષેત્ર મહામારીની મારમાંથી આ વર્ષના અંત સુધીમાં ઉભો થઇ શકશે, તેમાં કોવિડ-19 મહામારીની અસર સામે રીકવરી શરૂ થશે. ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ આ વેબીનારમાં સામેલ થયા હતા.

14 જાન્યુઆરીએ આયોજીત આ વેબીનારનું આયોજન એચવીએસ અને ધી લોજિંગ કોન્ફરન્સ દ્વારા કરાયું હતું, જેમાં 3700 કરતાં વધારે લોકોએ ભાગ લીધો હતો અને નિષ્ણાતોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. હોસ્પિટાલિટી સેક્ટરના જાણકારોએ વેબીનારમાં મહામારીથી થયેલી અસર અને આવનારા સમયમાં થનાર સુધારા અંગે માહિતી તથા ચર્ચા કરી હતી.

વેબીનારનો પ્રારંભ એચવીએસ અમેરિકાસ પ્રેસિડેન્ટ રોડ ક્લાઉ દ્વારા કરવામાં આવ્યો હતો અને ધી અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને સીઈઓ ચીપ રોજર્સ દ્વારા સેશન્સ મોડરેટ કરવામાં આવ્યું હતું.

આ વર્ષે અમે ઓક્યુપન્સીમાં 11.5 ટકાનો વધારો થવાની ગણતરી રાખી રહ્યાં છીએ, જે વર્ષના આખર સુધીમાં સૌથી મહત્વનો સુધારો થઇ શકશે, અને 2022 સુધી તેમાં 7.5 ટકા સુધીનો વધારો પણ જોવા મળી શકે તેમ છે. ઓક્યુપન્સીમાં 2023 સુધીમાં સૌથી સકારાત્મક સુધારો નોંધાશે, જેમાં 2024 સુધી એડીઆરનો સુધારો પણ સામેલ થઇ શકશે, તેમ ક્લાઉએ જણાવ્યું હતું.

આહોઆના ચેરમેન બીરન પટેલે જણાવ્યું હતું કે કેટલાક માલિકો કે જેમણે પ્રોજેક્ટ શરૂ કર્યા છે અને મહામારી દરમિયાન પણ ઓછી ઓક્યુપન્સી હોવા છતાં તેને ચાલી રાખ્યા છે તેમને પણ સુધારાનો લાભ પાછલી અસરથી પણ મળી શકસે.

એકોરના નોર્થ અને સેન્ટ્રલ અમેરિકા ખાતેના સીઈઓ હિથર મેક્રોરીએ કહ્યું કે મહામારી દરમિયાન અંતરિયાળ વિસ્તારોમાં પણ ચાલી રહેલી કામગીરીનો લાભ આ સુધારામાં મહત્વની ભૂમિકા ભજવશે.

વધારેને વધારે લોકોને હવે કામ કરવાના સ્થળે સુગમતા ઇચ્છી રહ્યાં છે, તેમ જણાવી મેકક્રોરીએ ઉમેર્યું કે અમે જે છીએ તેમાંથી અને તેને કારણે ભરોસો રાખીને આપણે આગળ વધીશુ અને અને લોકો માટે વેકેશન લંબાવાય તો આપણે પણ વધારે કામ કરી શકશું હોલિડે વેકેશન્સમાં. તે આપણા ઉદ્યોગ માટે નવી તક લઇને આવશે.

વિન્ધમ હોટેલ્સ એન્ડ રીસોર્ટ્સના પ્રેસિડેન્ટ અને સીઈઓ જીઓફ બલોટ્ટીએ વેબીનારનું સમાપન કર્યું અને અંતે ટીપ્પણી કરી હતી.

તેમણે કહ્યું કે વેક્સિનેશનના પ્રયાસોમાં હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી ખૂબ મહત્વનો તથા અદ્વિતિય ઉપાય અને ભાગીદારી ધરાવી શકી છે, કારણ કે હોટેલોએ વેક્સિનેશન સેન્ટર તરીકેની ભૂમિકા નિભાવી છે, તેમ બલોટ્ટીએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે આપણે સહુ સુધી પહોંચી શકશું.

એસટીઆર અને તેના ભાગીદાર ટુરિઝમ ઇકોનોમિક્સ દ્વારા 2021ના પ્રથમ મધ્ય ભાગના સમયગાળા માટે નિરાશાજનક આગાહી કરી હતી.