વિઝન હોસ્પિટાલિટી દ્વારા એપ્રિલમાં 25મી વર્ષગાંઠ ઉજવાશે

કંપની હોમટાઉન ચટ્ટાનૂગા, ટેનેસી ખાતે ઉજવણી કરવાનું આયોજન ધરાવે છે

0
970
મિત્ચ પટેલ એપ્રિલમાં પોતાની 25મી વર્ષગાંઠ ઉજવનાર ટેનેસીના ચટ્ટાનૂગા ખાતેની વિઝ હોસ્પિટાલિટી ગ્રુપના પ્રેસિડેન્ટ અને સીઈઓ છે.

વિઝન હોસ્પિટાલિટી ગ્રુપ દ્વારા તેની 25મી વર્ષગાંઠની ઉજવણી એપ્રિલ મહિનામાં કરવામાં આવશે. પ્રેસિડેન્ટ અને સીઈઓ મિત્ચ પટેલના વડપણ હેઠળની કંપની આવનારા ક્વાર્ટર સેન્ચ્યુરી માટેનું આયોજન ધરાવે છે.

1997માં શરૂ થનાર વિઝન હોસ્પિટાલિટીનો પ્રારંભ હોમવૂડ સ્યુટ્સ બાય હિલ્ટન ચટ્ટાનૂગા-હેમિલ્ટન પ્લેસ ચટ્ટાનૂગા, ટેનેસી ખાતેથી કરાયો હતો. જ્યાં કંપની હાલમાં પણ પોતાનું વડુમથક ધરાવે છે. ત્યાર બાદ, અમેરિકી અર્થતંત્રમાં આવનારા પડકારો, 2001માં થયેલો 9/11 હુમલા સહિતના પડકારોને પણ પાર કરીને પટેલે વધુ દસ હોટેલ વિકસાવી હતી.

કંપની દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે વીએચજી ખાતે હોસ્પિટાલિટી અને ફાયનાન્સિયલ ઉદ્યોગમાં સફળતાપૂર્વક કેવી રીતે આગળ વધી શકાય તે અંગે ઘણું જાણવા અને શિખવા મળે છે. વૈશ્વિક મહામંદી અને તાજેતરના વર્ષોમાં આવેલા કપરા પડકારો વચ્ચે પણ કંપની પોતાનું સ્થાન ટકાવી રાખી શકી છે.

જેમ કે કોવિડ-19ને કારણે મોટાભાગના લોકો ઘરોમાં બંધ રહ્યાં પછી હવે 2020 અને 2021માં બહાર ફરવા નિકળવા અધિરા બન્યા છે, જેને ધ્યાને રાખીને વીએચજી દ્વારા આઠ નવી હોટેલ શરૂ કરવામાં આવી છે. આ નવી હોટેલ કેન્ટુકીના લુઇઝવિલેમાં આવેલી ધી ગ્રાડી તથા સિનસિનાટી અને ચટ્ટાનૂગામાં આવેલી કિન્લે હોટેલ્સનો સમાવેશ થાય છે. નવેમ્બર મહિના દરમિયાન ધી ગ્રાડી અને ધી સિનસિનાટી ડાઉનટાઉન દ્વારા વિવિધ કેટેગરીમાં ગત વર્ષનો સ્ટે બૂટિકનો એવોર્ડ પણ બૂટિક લાઇઉસ્ટાઇલ લીડર્સ એસોસિસેશન દ્વારા હાંસલ કરાયો હતો.

આ અંગે પટેલ કહે છે કે અમે હજુ આગળ વધી રહ્યાં છીએ, અમારા ભાગીદારો તથા હિસ્સેદારો સાથે મળીને આગળના સમયમાં આવનારી તકોને ઝડપી લેવા અમે તૈયાર છીએ. અમે છેલ્લાં અઢી દાયકાની સતત વૃદ્ધિ નિહાળી છે.

એપ્રિલ, 2021માં, વીએચજી દ્વારા તેની પેટાકંપની, હ્યુમેનિસ્ટ હોસ્પિટાલિટી કે જે એક હોટેલ તથા રેસ્ટોરાં બ્રાન્ડ ઓપરેટર છે તેની રજૂઆત કરશે. હ્યુમેનિસ્ટ દ્વારા હોટેલ મેનેજમેન્ટ માટે ટર્ન-કી સોલ્યુશન્સ પૂરું પાડવામાં આવે છે, જેમાં માનવ સંસાધન, વેચાણ અને માર્કેટિંગ, રેવન્યુ મેનેજેન્ટની સાથે રૂફટોપ બાર્સ અને રેસ્ટોરાં ઓપરેશન્સનો સમાવેશ થાય છે.

વીએચજી દ્વારા કોમ્યુનિટી તથા હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી તરફની સાથે પોતાની સામાજિક અને પર્યાવરણને લગતી જવાબદારીઓ પણ નિભાવવામાં આવે છે. તેની લીડરશિપ અને કર્મચારીઓ દ્વારા કંપનીની સંસ્કૃતિમાં પોતાની હિસ્સેદારી નિભાવવામાં આવે છે. પટેલ કહે છે કે ઉજવણી માટેની યોજના તેમણે તૈયાર કરી છે.

એપ્રિલમાં અમારી સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે અને તેની ઉજવણીને લઇને અમે ખૂબ રોમાંચિત છીએ, અમે અમારા પાર્ટનર્સ, એક્ઝિક્યુટિવ્ઝ, હોટેલ લીડર્સ અને પરિવારોને સાથે રાખીને ખૂબ મોટા પાયે ઉજવણી ચટ્ટાનૂગામાં આવેલા સૌથી પસંદગીના સ્થળે ઉજવણી કરવાના છીએ. ઉજવણી ધી હન્ટર મ્યુઝિયમ ઓફ અમેરિકન આર્ટ ખાતે થશે. સમગ્ર વર્ષ દરમિયાન ઉજવણીને લઇને અનેકવિધ કાર્યક્રમો થતા રહેશે.

હવે જ્યારે વીએચજીનું માર્કેટકેપ એક બિલિયન ડોલરને પાર કરી ગયું છે ત્યારે પટેલ કંપનીના વિસ્તરણનું આયોજન કરી રહ્યાં છે. તેઓ હવે સ્ટ્રેટિજિક ઇન્વેસ્ટમેન્ટ, એક્વિઝિશન સહિતની બાબતો તરફ પણ ધ્યાન આપશે. તેઓ વર્તમાન ભાગીદાર સાથે પણ આગળ વધવાની સાથે લક્ષ્યાકિંત માર્કેટમાં નવા સંબંધો વિકસાવવા તરફ પણ ધ્યાન આપશે,