યુએસ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા બાઇડેનના રાહત યોજનાને આવકાર

નિયુક્તરાષ્ટ્રપતિ રસીનું વિતરણ કરશે , નાના ધંધાર્થીઓને 175 બિલિયન ડોલરની લોન પૂરી પાડશે

0
876
નિયુક્તરાષ્ટ્રપતિ જો બાઇડને મહમારી કોવિડ19 ને પહોંચી વળવા અને 1.9 ટ્રિલિયન ડોલરની રાહત સાથે અર્થતંત્રનું પુનસ્થાપન એમ બે મોરચે પહોંચી વળવાની જાહેરાત કરી છે. યુએસ ટ્રાવેલ એસોસિએશને કહ્યું છે કે આ આયોજન પ્રવાસન ઉદ્યોગને પ્રાણવાયું પૂરો પાડશે.

યુએસ ટ્રાવેલ એસોસિએશનના જણાવ્યાં પ્રમાણે, રાષ્ટ્રપતિપદે ચૂટાયેલા જો બાઇડેને જાહેર કર્યું છે કે તેમણે મહામારી કોવિડ19 સામે લડવા અને અર્થતંત્રના પુનસ્થાપન માટે યોજના બનાવી છે. જેમાં એવા પરિબળો છે કે જે પ્રવાસન ઉદ્યોગને લાભદાયી નિવડશે અને ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.

ટેક્સ ફાઉન્ડેશનના જણાવ્યાં પ્રમાણે, બાઇડનના અમેરિકન રેસ્ક્યૂ પ્લાનમાં રસી વિતરણ માટે નાણાંકિય ફાળો અને સાથે સાથે વ્યક્તિગત, રાજ્ય અને સ્થાનિક સરકારો તથા નાના કારોબારીઓને નાણાંકિય સહાયનો સમાવેશ થાય છે. એકંદરે જોઇએ તો લગભગ 1.9 ટ્રીલિયન ડોલર થવા જાય છે.

ઉસ્ટા-યુએસ ટ્રોવેલ એશોસિએશન0ના પ્રેસિડેન્ટ અને સીઇઓ રોજર ડાઉ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે, રસીની વહેંચણીમાં થનારો વધારો એ પ્રવાસનને ફરી સામાન્ય તરફ લઇ જશે અને વધુને વધુ લોકોનું જેમ બને તેમ ઝડપથી રસીકરણ થાય તે માટે આપણે રાષ્ટ્રપતિપદે નિયુક્ત બાઇડનની મજબૂત ફેડરલ નેતાગીરીની ભૂમિકાના વખાણ કરવા જોઇએ. વધુમાં, સૌથી વધુ અસર થઇ છે તેવા નાના કારોબારીઓ કે જેમાં પ્રવાસનનો પણ સમાવેશ થાય છે તેમને વધારાની ગ્રાન્ટ અને લોન આપવાના પગલાને પ્રાત્સાહિત કરીએ છીએ. પેચેક પ્રોટેક્શન કાર્યક્ર માર્ચમાં પૂરો થાય છે, પરંતુ મહામારીની આર્થિક હાડમારી તો રહેવાની જ છે તેથી એ મહત્વનું થે સંઘર્ષશીલ કારોબારને કાર્યરત રાખવા અને શ્રમિકોને પગાર પર ચાલુ રાખવા સહાય મેળવવાનું ચાલુ રાખે તે હિતાવહ છે.

ટેક્સ ફાઉન્ડેશના જણાવ્યાં પ્રમાણે, યોજનામાં વ્યક્તિગતો માટે 1400 ડોલરની સીધી ચુકવણીનો સમાવેશ થાય છે, જે કોન્સોલીડેટેડ એપ્રોપિએશન એક્ટ-2021 હેઠળ ડિસેમ્બરમાં પસાર કરાયેલા 600 ડોલર ઉપરાંત વધારાના છે. તેમાં નાના કારોબારને મહમારીની અસરમાંથી ઉગરવા 15 બિલિયન ડોલરની જોગવાઇ છે, તેની સાથે સાથે35 બિલિયન સરકારી ફાળો છે જે નાના કારોબારીઓને યોજનાના સહાયા ભાગ તરીકે લોન આપવા માટે છે.

ફાઉન્ડેશને કહ્યું કે, યોજાનાની વસૂલાત બાજુની વિગતો હજુ પડતર છે પરંતુ આવનારા સપ્તાહમાં હજુ વધારે માહિતીની આશા રાખવામાં આવી રહી છે. .

તેમણે કહ્યું કે, પ્રોત્સાહનોમાં આંતરપાળખાકિય સુવિધા, સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ અને આરોગ્યની જળવણી તથા શિક્ષણ માટેના ખર્ચનો સમાવેશ થાય છે. તે એના જેવુ છે કે રિકવરી યોજનામાં વિવિધ કાર્યકર્મો માટે અપાતી રકમને આવક સરભરનો સમાવેશ થાય છે. કેટલાક આવક સરભર ચર્ચા માટે છે તેમાં કોર્પોરેટ ટેક્સ દરમાં વધારો અથવા વધુ આવક મેળવનારાઓ પર વધુ ટેક્સ વસૂલવાની બાબતનો સમાવેશ થાય છે.

તેમણે વધુમાં એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિપદે ચૂંટાયેલા બાઇડન દ્વારા પ્રસ્તાવિત રાહત અને વસૂલાત સંયુક્ત યોજના 936 બિલિયન ડોલરની રાહત યોજના કરતાં કંઇક વધારે હશે. જે સીસીએ21માં સમાવિષ્ટ છે અને માર્ચ 2020માં લાગૂ કેર્સ એક્ટ હેઠળ 2.2 ટ્રીલિયનની સામે છે. એકલા અમેરિકન રેસ્ક્યુ પ્લાનમાં અંદાજિત 1.9 ટ્રીલિયનનો ખર્ચ અંદાજાયો છે જે રાહત માટેની ગયા વર્ષની કુલ રકમ 5 ટ્રીલિયન કરતાં વધારે થવા જાય છે.

6 જાન્યુ.ના રોજ વોશિંગ્ટન ડીસીમાં નેશનલ કેપિટોલ ખાતે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટેકેદારોએ જે ધાંધલધમાલ મચાવી તેને જોતા બાઇડન બુધવારે ભારે સુરક્ષા ની વચ્ચે શપથ ગ્રહણ કરશે. તોફાની તત્વો કે જેઓ એમ માને છે કે ટ્રમ્પ પાસેથી ચૂંટણી આંચકી લેવામાં આવી છે એટલે કે તેઓ જીતતા બતા પણ તેમની જીત ચોરી લેવામાં આવી છે., તેઓ કોંગ્રેસ બેઠક કે જેમાં મતો પ્રમાણિત કરવાની પ્રક્ર્રિયામાં અંતરાયો ઉભા કરવા માંગતા હતા.