યુએસટીએ દ્વારા તાત્કાલિક તમામ મહામારી નિયંત્રણો દૂર કરવા રજૂઆત

હંટર હોટેલ કોન્ફરન્સ દરમિયાન એસોસિએશનના વિદાયાન પ્રેસિડેન્ટ ડોવ દ્વારા આ બાબતે ચર્ચા કરવામાં આવી

0
844
ધી યુ.એસ. એસોસિએશન દ્વારા વ્હાઇટ હાઉસ કોવિડ-19 રિસ્પોન્સ કો-ઓર્ડિનેટર આશિષ જ્હાને રજૂઆત કરવામાં આવી હતી કે હાલમાં પરિસ્થિતિમાં સુધારો થયો હોવાથી પ્રવાસ નિયંત્રણો સહિતના તમામ પ્રકારના કોવિડ નિયમોના પાલનમાંથી મુક્તિ આપવામાં આવે. રોજર ડોવ કે જેઓ યુએસટીએના વિદાયમાન પ્રેસિડેન્ટ અને સીઈઓ છે તેમણે આ અંગે તાજેતરમાં માર્ચમાં એટલાન્ટામાં યોજાયેલી હંટર હોટેલ કોન્ફરન્સ દરમિયાન કરી હતી.

ધી યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન દ્વારા ફેડરલ સરકારને રજૂઆત કરવામાં આવી છે કે મહામારીને કારણે લદાયેલા નિયંત્રણો હવે તબક્કાવાર દૂર કરવામાં આવે, જેથી લોકો મુક્તપણે અને કોઇપણ પ્રકારના કોવિડ નિયમ પાલન વગર ફરી શકે.

વ્હાઇટ હાઉસ કોવિડ-19 રિસ્પોન્સ કોઓર્ડિનેટર આશિષ ઝાને એક પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે કોવિડ-19ને લઇને લાદવામાં આવેલા તમામ પ્રકારના નિયંત્રણો હવે દૂર કરી દેવામાં આવે જેથી લોકો મુક્તપણે પ્રવાસ કરી શકે.

એસોસિએશન દ્વારા જાહેર પરિવહન દરમિયાન ફરજિયાત માસ્ક પહેરવાથી મુક્તિ આપવાની રજૂઆત પણ કરવામાં આવી હતી.

તેઓ 18 માર્ચે આ અંગે નિર્ણય કરવાના હતા પરંતુ હવે સમગ્ર મામલો 18 એપ્રિલ પર ગયો છે, તેમ ડાવે કહ્યું છે.

અમેરિકાએ હવે આંતરરાષ્ટ્રીય પ્રવાસને વધારે પ્રોત્સાહન આપવાની જરૂર છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું હતું કે સૌથી પહેલા તો અમારે  પ્રિ-ડિપાર્ચર ટેસ્ટિંગમાંથી મુક્તિ આપવા જણાવ્યું છે.

ડાવે કહ્યું હતું કે યુનાઇટેડ કિંગડમ, ગ્રીસ અને યુરોપિયન યુનિયન દ્વારા ટેસ્ટ નાબૂદ કરવામાં આવ્યા છે. ગત વર્ષે 600 મિલિયન લોકોએ વિમાનમાં મુસાફરી કરી હતી.

તેમણે કહ્યું હતું કે ગ્રોસરી સ્ટોર કરતાં તમે વિમાનમાં વધારે સલામત રહી શકો છો.

અન્ય બાબતો પર નજર

ડાવ યુએસટીએમાંથી જુલાઈમાં પોતાના હોદ્દા પરથી વિદાય લેશે તેમણે હંટર હોટેલ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે મહામારીની અસરમાંથી ટ્રાવેલ અને હોટેલ બીઝનેસ હવે બહાર આવી રહ્યું છે.

હોસ્પિટાલિટી ઉદ્યોગને પડેલી આર્થિક મારમાંથી હવે તબક્કાવાર બહાર આવવાનું જરૂરી છે.

આગળ વધવાનો માર્ગ

યુએસટીએ અનુસાર, બીઝનેસ ટ્રાવેલ માટે 2021 દરમિયાન થયેલા ખર્ચમાં 56 ટકા સુધીનો ઘટાડો થયો છે, જે ગત બે વર્ષની સરખામણીએ છે. આંતરરાષ્ટ્રીય મુસાફરી માટેના ખર્ચમાં પણ ફેરફાર જોવા મળ્યો છે.

ડાવે કહ્યું હતું કે અમે રજૂઆત કરી છેકે નિયંત્રણો દૂર કરવામાં આવે, જેથી હોસ્પિટાલિટી ઉદ્યોગને આર્થિક મારથી રાહત મળી શકે અને સ્થિતિ ફરીથી 2019ની સ્થિતિએ પહોંચી શકે.