USTA: 2019ની તુલનાએ પ્રવાસના ખર્ચમાં ૪૫ ટકા ઘટાડો

કોરોના પૂર્વેના રોગચાળાના સ્તર સુધીની રિકવરી ૨૦૨૪ સુધી આવી શકે તેમ નથી

0
1007
ટ્રાવેલ ઉદ્યોગ ૨૦૨૦માં ૬૧૭ અબજ ડોલરનો મનાય છે, જે યુએસ ટ્રાવેલ એસોસિયેશને (USTA) જુલાઈમાં કરેલી આગાહી મુજબ ૬૨૨ અબજ ડોલરથી ઘટ્યોછે. USTAએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસ નવા સ્ટિમ્યુલસ પેકેજને પસાર નહીં કરે તો વર્ષના અંત સુધીમાં કમસેકમ ૪૦ લાખ નોકરીઓ ખતમ થઈ જશે.

કોરોના છતાં પણ વેકેન્સીઓ ખૂલવા છતાં પણ અમેરિકાનો પ્રવાસ ખર્ચ ૨૦૨૦માં ૨૦૧૯ના સ્તરની તુલનાએ ૪૫ ટકા ઘટ્યો છે, એમ યુ.એસ. ટ્રાવેલ એસોસિયેશનનું કહેવું છે. યુએસટીએએ આ સિવાય આગાહી કરી છે કે પ્રવાસન ઉદ્યોગ ૨૦૨૪ સુધીમાં કોરોના પૂર્વેના સ્તરે આવે તેમ લાગતું નથી.

યુએસટીએની આગાહી છે કે પ્રવાસન ઉદ્યોગ જુલાઈમાં ૬૨૨ અબજ ડોલરની આગાહી સામે ૨૦૨૦ના અંત સુધીમાં ઘટીને ૬૧૭ અબજ ડોલરનો થશે. અમેરિકનોએ ૨૦૧૯માં પ્રવાસ પાછળ ૧.૧૩ લાખ કરોડ ડોલરનો ખર્ચ કર્યો હતો. તેની તુલનાએ સ્થાનિક લેઇઝર ટ્રાવેલ ખર્ચમાં ૩૪ ટકાનો ઘટાડો થયો છે, કારણ કે આવક ઘટી છે અને તેની સાથે ૫૫ ટકાએ સ્થાનિક કારોબાર ગુમાવ્યો છે અને ૭૭ ટકાએ આંતરરાષ્ટ્રીય કારોબાર ગુમાવ્યો છે.

ખર્ચમાં થયેલા આ નોંધપાત્ર ઘટાડાના લીધે ઉદ્યોગમાં મોટાપાયા પર જોબલોસ જોવા મળ્યો છે. છેલ્લા સાત મહિના દરમિયાન ફક્ત પ્રવાસ ઉદ્યોગમાં લગભગ ૪૦ ટકા એટલે કે ૩૫ લાખ નોકરીઓ ખતમ થઈ ગઈ છે. આ સિવાય જો યુએસ કોંગ્રેસે સ્ટિમ્યુલસના નવા રાઉન્ડને મંજૂરી નહી આપી તો વર્ષના અંત સુધીમાં ઉદ્યોગની બીજી દસ લાખ નોકરીઓ ખતમ થઈ જશે.

યુએસટીએ નવું વહીવટીતંત્ર આવે તે પહેલાના સત્રમાં સ્ટિમ્યુલસ માટે વાતચીત કરવા દબાણ કરી રહ્યુ છે. યુએસટીએના પ્રેસિડેન્ટ અને સીઇઓ રોજર ડાઉએ જણાવ્યું હતું કે ઘણા બધા કારોબારોને ટકી રહેવા માટે અને ફરીથી હાયરિંગ માટે મદદની જરૂર છે. આ ઉદ્યોગો યુએસ કોંગ્રેસની આગામી જાન્યુઆરીની બેઠક સુધી રાહ જોઈ શકવાની સ્થિતિમાં નથી. ટ્રાવેલ કંપનીઓના માલિકોની હાલત અત્યંત ખરાબ છે અને તેઓને નિરાશા તે વાતની છે કે વોશિંગ્ટન તેમની સ્થિતિ અને મુશ્કેલીઓને સમજી જ રહ્યું નથી.

યુએસટીએ ખાસ કરીને પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ ૨૦૨૧ના અંત સુધી ચાલુ રહે તેમ ઇચ્છે છે, તેથી લોન્સના બીજા રાઉન્ડની તક મળે. આ સિવાયા પીપીપી પ્રોગ્રામની પાત્રતા પાત્રતાનું વિસ્તરણ કરવામાં આવે જેમા ૫૦૧ (સી) (૬)નો સમાવેશ થાય છે તેનું અને અર્ધસરકારી સ્થળોની માર્કેટિંગ કામગીરીનું વિસ્તરણ કરવામાં આવે.

યુએસટીએ આ ઉપરાંત કોરોના રાહતભંડોળની મદદ ૨૦૨૧ના અંત સુધી લંબાય તેમ ઇચ્છી રહ્યુ છે અને યુએસ એરપોર્ટને વધારાની કટોકટીની સહાય પૂરી પાડવામાં આવે તેમ ઇચ્છે છે.

અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશનના સરવે મુજબ ૭૨ ટકા અમેરિકનો થેન્ક્સગિવિંગ ડેએ પ્રવાસ કરે તેવી સંભાવના નથી અને આ જ રીતે ૬૯ ટકા અમેરિકનો ક્રિસમસના દિવસે પ્રવાસ કરે તેવી સંભાવના નથી.