તાજેતરના ફેડરલ રાહત પેકેજ કે જેમાં પેચેક પ્રોટેકશન પ્રોગ્રામ માટે અબજો ડોલરની જોગવાઈ કરવામાં આવી છે, તેમાં હોટલ અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને મહત્વ આપવામાં આવ્યું છે. યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન જણાવે છે કે કોવિડ-19ને કારણે અર્થતંત્રને પહોંચેલી અસરમાંથી બહાર આવવા માટે આ કાર્યક્રમ હેઠળ સમય લાગી શકે તેમ છે.
તે કારણે યુએસટીએ પીપીપી એક્સટેન્શન એક્ટ ઓફ 2021 ઝડપથી પાસર થાય તેમ ઇચ્છે છે, પીપીપી ફન્ડ એપ્લીકેશન માટેની છેલ્લી તારીખ 31 માર્ચથી વધારીને 31 મે કરવામાં આવી છે અને નાના વેપારી-ધંધાર્થીઓને નવી મુદત પછી પણ વધારાના 30 દિવસ અરજી માટે મળી રહે તેમ છે. આ બિલને ડેમોક્રેટ સેનેટર જીન શાહિન, ન્યુ હેમ્પશાયર અને બેન કાર્ડિન, મેરીલેન્ડ તથા રીપબ્લીકન સેનેટર સુસાન કોલિન, માઇને દ્વારા સમર્થન મળી રહ્યું છે.
ફ્લોરિડાના રીપબ્લીકન સેનેટર માર્કો રુબીઓ સાથે આ ત્રણેય સેનેટર દ્વારા અસલ પીપીપીમાં કે 2.2 ટ્રિલિયન ડોલરના કોરોનાવાયરસ એઇડ, રીલીફ એન્ડ ઇકોનોમિક સિક્યુરિટી એક્ટનો ભાગ છે તેને એક વર્ષ અગાઉ ઉમેરો કરાવ્યો. કાર્યક્રમ ફરીથી શરૂ કરાવવા માટે તેમણે 284.5 બિલિયન ડોલરની જોગવાઈ સાથે કોવિડ-19 રીલિફ પેકેજમાં ફરીથી તેનો સમાવેશ કરાવ્યો અને તેઓ કહે છે કે 1.9 ટ્રિલિયન ડોલરના અમેરિકન રેસ્ક્યુ પ્લાન એક્ટમાં પીપીપી માટે ફાળવાયેલા 7 બિલિયન ડોલરથી વધારે રકમની જોગવાઈ કરવી જોઇએ.
વાસ્તવમાં ગયા વર્ષે જે પીપીપી તૈયાર કરાયું તેના નિર્માણ કરનારાઓમાં એક હોવાના નાતે મને લાગે છે કે અમારા પ્રયાસો છતાં આ લોન માટે અમેરિકન રેસ્ક્યુ પ્લાનમાં કોઇ એક્સટેન્શન અપાયું નથી, તેમ શાહીને જણાવ્યું હતું. મને આશા છે કે સેનેટર કોલિન્સ, કાર્ડિન અને મેં ગયા વર્ષે શરૂ કરેલ પ્રયાસોને કારણે તેની મુદતમાં ફેરફાર જોવા મળે. નાના ઉદ્યોગો ટકી રહેવા માટે પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે આ જીવનરેખાને બચાવવા માટે કોંગ્રેસે કાર્ય કરવું જોઇએ.
યુએસટીએના પબ્લીક અફેર્સ એન્ડ પોલિસી વાઇસ પ્રેસિડેન્ટ ઇમર્સન બાર્નેસે કહ્યું કે પીપીપી લોનની અરજી કરવાની મુદતમાં વધારો કરવાને કારણે ખાસ કરીને ટ્રાવેલ એજન્સીઓને તેનો લાભ મળી શકશે.
મહામારીને કારણે અમેરિકાના ઉદ્યોગ ધંધાઓને માઠી અસર પહોંચી છે અને પીપીપીની અરજી કરવાની તારીખમાં વધારો કરવાને કારણે અમેરિકાના અર્થતંત્રને મહત્વની મદદ મળી શકશે. હાલના સમયે દેશમાં કુલ બેરોજગારોમાંથી 40 ટકા બેરોજગાર હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી અને લેઇઝર ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. ફરી પરિસ્થિતિ ક્યારે થાળે પડશે તે પણ નિશ્ચિત નથી તેમ બાર્નસે કહ્યું હતું. પીપીપીની મુદતમાં વધારો કરવાન કારણે તેનો લાભ ટ્રાવેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારોને મળી શકશે.