USTA: લેઇઝર અને હોસ્પિટાલિટી જોબ્સ 2020 પછીના ખરાબ સ્તરે

અમેરિકામાં બેરોજગારી દર 3.6 ટકા ઊંચો, પરંતુ હોટેલ્સ ઉદ્યોગ માટે શ્રમિકોની અછત યથાવત

0
845
હોટેલ્સ સહિતના માલિકો માટે શ્રમિકોના પુરવઠાની મુશ્કેલી યથાવત, દરેક બેરોજગારે લગભગ બે જોબ ઓપન થઈ રહી છે, એમ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર એન્ડ યુએસ ટ્રાવેલ એસોસિયેશને જણાવ્યું હતું

યુ.એસે. એપ્રિલમાં 4,28,000 જોબ ઉમેરી હતી અને તેનો બેરોજગારી દર 3.6 ટકા છે, જે બે વર્ષ પહેલાના દર 3.5 ટકા કરતાં થોડો વધારે છે, એમ અમેરિકાના શ્રમ વિભાગે જણાવ્યું હતું. પણ આ સમયગાળામાં લેઇઝર અને હોસ્પિટાલિટી સેક્ટરે ઓછામાં ઓછી નોકરીનું સર્જન કર્યુ છે.

સમગ્ર દેશમાં કોવિડ-19ના લીધે બિઝનેસ ક્લોઝરના પગલે બેરોજગારી દર 14.7 ટકાએ પહોંચ્યા પછી તેમાં સ્થિર દરે ઘટાડો નોંધાયો છે અને હાલમાં તે રોગચાળા પૂર્વેનો 3.5 ટકાનો દર હતો તેના કરતાં થોડો વધારે છે એમ છેલ્લા જોબ રિપોર્ટમાં સૂચવાયું છે.

એપ્રિલમાં અમેરિકામાં બેરોજગાર લોકોની સંખ્યા 59 લાખ હતી. આ આંકડો ફેબ્રુઆરી 2020ના આંકડાથી ખાસ દૂર નથી એમ નવા ડેટાએ દર્શાવ્યું હતું.

અહેવાલ મુજબ લેઇઝર અને હોસ્પિટાલિટી સેક્ટર જેમા બાર્સ અને રેસ્ટોરાનો સમાવેશ થાય છે તેણે ગયા મહિને 78,000 નોકરીઓ ઉમેરી હતી. છેલ્લા રોજગાર અહેવાલનું પ્રતિબિંબ પાડતા યુ.એસ. ટ્રાવેલ એસોસિયેશને નિર્દેશ કર્યો છે કે આ સેક્ટરમાં જોબ્સની વૃદ્ધિ 2020ના અંત પછીની સૌથી ઓછી છે.

“લેઇઝર અને હોસ્પિટાલિટી જોબ્સે 2020ના અંત પછી સૌથી નબળી વૃદ્ધિ નોંધાવી હતી અને રોગચાળા પૂર્વે આ સેક્ટરમાં 14 લાખ લોકો કે 8.5 ટકાએ નોકરી ગુમાવી હતી તે સ્થિતિ હજી જારી છે. આ ઉપરાંત 17 લાખ જોબ ઓપનિંગમાં નવા કામદારોની અછત છે, તેના લીધે ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ સ્પેન્ડિંગમાં પણ રિકવરી ધીમી પડી છે, તેના કારણે ટ્રાવેલ સેક્ટરમાં નવસંચારમાં અનિશ્ચિતતા જોવા મળી છે,” એમ યુએસટીએના પબ્લિક અફેર્સ એન્ડ પોલિસીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ટોરી એમર્સન બાર્નેસે જણાવ્યું હતું.

યુએસટીએ તાજેતરમાં કોંગ્રેસને વિનંતી કરી છે કે હોસ્પિટાલિટી અને લેઇઝર સેક્ટરને વધારે સહાય પૂરી પાડવામાં આવે જેથી તેમને શ્રમ કટોકટીને પહોંચી વળવામાં મદદ મળે.

છેલ્લા આંકડા સૂચવે છે કે વર્તમાન માલિકોને શ્રમિકોનો પુરવઠો નડી રહ્યો છે અને તેના લીધે શ્રમબળના દરેક બે રોજગારે બે જોબ ઓપન થઈ રહી છે.

ઓક્સફર્ડ ઇકોનોમિક્સના કેથી બોસ્ટિન્સિકે જણાવ્યું હતું કે આગળ જોઈએ તો આપણને વધુને વધુ કામદારો કામની તલાશ કરતા જોવા મળી શકે છે અને ઉદ્યોગો પણ ઊંચા ફુગાવાનો અને ચુસ્ત નાણાકીય સ્થિતિનો સામનો કરતા હોવાથી શ્રમિકોની માંગ પણ ઓછી રહેશે.

બ્લેક વર્કરોમાં બેરોજગારી એપ્રિલમાં ઘટીને 5.9 ટકા થઈ હતી, કારણ કે વધુને વધુ મહિલાઓને હાયર કરવામાં આવી હતી, પરંતુ બ્લેકમેનમાં બેરોજગારી વધી હતી. એશિયન બેરોજગારી 3.1 ટકા સુધી હતી, જ્યારે વ્હાઇટવર્કરો માટે બેરોજગારી 3.2 ટકા હતી.