યુએસટીએઃ જોબ રિપોર્ટ અનુસાર હોસ્પિટાલિટી ક્ષેત્રેને સરકારની સહાય જરૂરી

ક્ષેત્રને સહાયરૂપ થવા માટે સંગઠન દ્વારા કોંગ્રેસ સમક્ષ ટૂંકા ગાળાને ધ્યાનમાં રાખીને અગ્રિમતાના ધોરણે રાહત પેકેજ જાહેર કરવા માંગ

0
845
તાજેતરમાં બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લાં કેટલાક મહિના દરમિયાનની જાણકારીથી એ પ્રમાણિત થયું છે કે દસ ટકા લેઇઝર અને હોસ્પિટાલિટી ક્ષેત્રે નોકરીઓ જતી રહી છે, ધી યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન દ્વારા આ બાબતે તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કરીને ઉદ્યોગને સહાયરૂપ બનવા રાહત સહાયની જાહેરાતની માંગ કરી છે.

યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન દ્વારા કોંગ્રેસ સમક્ષ માંગ કરવામાં આવી છે કે લેઇઝર અને હોસ્પિટાલિટી ક્ષેત્રે વધતી બેરોજગારીને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા તાત્કાલિક ટૂંકા ગાળા માટે કોઇ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે.

બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ દ્વારા આંકડાઓની સમીક્ષા કરીને  જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં છેલ્લાં કેટલાક મહિનાઓની માહિતીના આધારે એ પ્રમાણિત કરાયું છે કે લેઇઝર અને હોસ્પિટાલિટી ક્ષેત્રે અનેક લોકોએ રોજગારી ગુમાવી છે.

આ અંગે યુએસટીએના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ પબ્લિક અફેર્સ એન્ડ પોલિસી ટોરી એમરસને કહ્યું હતું કે જ્યારે અન્ય ક્ષેત્રોમાં નોકરી ગુમાવવાનું પ્રમાણ ઘટ્યું છે, ત્યારે રીવાઇઝ્ડ બીએલએસ ડેટાથી એ પ્રમાણિત થયું છે એક મોટો ઘટસ્ફોટ પણ થયો છે. ટ્રાવેલ ક્ષેત્રે સુધારો આગળ વધવાની રાહ જોવામાં આવી રહી છે. હાલની પરિસ્થિતિને કારણે રોજગારી ક્ષેત્રે પણ અનેક મહત્વના ફેરફાર જોવા મ્ળ્યા છે. અમેરિકન નાગરિકો રોજગારી ગુમાવી રહ્યાં છે ત્યારે સરકારે આ અંગે તરત ધ્યાન આપવું જરૂરી છે.

આ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ વધારવા માટે એચવન-બી વિઝા અંગે પણ ગંભીરતાથી બાબતને ધ્યાને લેવાની જરૂર હોવાનું તેમણે ઉમેર્યું હતું.

સંગઠન એ પણ ઇચ્છે છે કે હંગામી ટેક્સ ક્રેડિટ અને બિઝનેસ ટ્રાવેલમાં  ડિડક્શન ટુ સ્ટીમ્યુલ ખર્ચની જરૂર છે. લાઇવ એન્ટેરટેઇનમેન્ટ અને ઇન-પર્સન ઇવેન્ટસ સહિતના માટે રાહત પેકેજ હેઠળ ભંડોળ ફાળવવું જરૂરી છે.

બીએલએસ રિપોર્ટ અનુસાર અમેરિકાના અર્થતંત્રમાં જાન્યુઆરીમાં 467,000 નોકરીની તકો ઉમેરાઈ છે, જે ધારણા કરતાં વધારે સારી બાબત ગણાવાઈ રહી છે.

સરેરાશ રીતે અર્થતંત્રમાં 19.1 મિલિયન જોબ્સ એપ્રિલ 2020થી વધી છે જ્યારે કોવિટ-19 મહામારી પરાકાષ્ઠાએ પહોંચી હતી. હજુ આ ક્ષેત્રે 2.9 મિલિયન જગ્યાઓ ખાલી છે.