USTA પ્રી-ડિપાર્ચર ટેસ્ટિંગનો અંત લાવવા દબાણ કરવાનું જારી રાખશે

પ્રવાસન્ ઉદ્યોગના નિષ્ણાતની દલીલ છે કે રોગચાળાના સમયની તકેદારીની હવે જરૂર નથી અને તેના લીધે અમેરિકાના આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં ગતિરોધ સર્જાય છે

0
797
24 મેના રોજ અમેરિકન ટ્રાવેલ એસોસિયેશન અને એરલાઇન્સ ફોર અમેરિકાના પ્રતિનિધિઓ વ્હાઇટ હાઉસમાં અમેરિકા આવતા રસીકરણ પામેલા આંતરરાષ્ટ્રીય એર ટ્રાવેલરોના પ્રી-ડિપાર્ચર ટેસ્ટિંગની જરૂરિયાત ન હોવા અંગે રજૂઆત કરી હતી હતી અને તેના લીધે અમેરિકા આવનારાઓની મુલાકાત પર અસર પડી રહી હોવાનું જણાવ્યું હતું.

ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીના આગેવાનોએ અમેરિકા આવતા રસીકરણ પામેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સંઘીય સત્તાવાળાઓ અને બાઇડેન વહીવટીતંત્ર પર કોવિડ-19ના પ્રી-ડિપાર્ચર ટેસ્ટિંગનો અંત લાવવા દબાણ કરવાનું જારી રાખ્યું છે.

યુ.એસ. ટ્રાવેલ એસોસિયેશન એન્ડ એરલાઇન્સ ફોર અમેરિકા વ્હાઇટહાઉસમાં 24મી મેના રોજ રોગચાળાના આ તબક્કે પ્રી-ડિપાર્ચર ટેસ્ટિંગની જરૂરિયાત ન હોવાની રજૂઆત કરી હતી. યુએસટીએ અને અન્ય સંગઠનો છેલ્લા કેટલાક મહિનાથી વ્હાઇટ હાઉસ પર આ મોરચે દબાણ લાવવા લોબીઇંગ કરી રહ્યા છે અને મેમાં તેમણએ વ્હાઇટ હાઉસ કોવિડ-19 રિસ્પોન્સ કોઓર્ડિનેટર ડો. અનિશ ઝાને મોકલેલા પત્રમાં જણાવ્યું હતું કે આ પ્રકારની જરૂરિયાતના લીધે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અમેરિકા આવવાનું ટાળે છે.

યુએસટીએના પ્રમુખ અને સીઇઓ રોજર ડાઉએ છેલ્લી બેઠકમાં આ મુદ્દા પર વિશેષ ભાર મૂક્યો હતો.

“બાઇડેન વહીવટીતંત્રએ અમેરિકા આવતા રસીકરણ પામેલા એર ટ્રાવેલરો માટે પ્રી-ડિપાર્ચર ટેસ્ટિંગની જરૂરિયાત દૂર કરવી આવશ્યક છે, આ બાબતને લાંબો સમય વીતી ગયો છે. અમેરિકાના બધા અન્ય ઉદ્યોગો કોઈપણ પ્રકારના પ્રતિબંધ વગર ચાલે છે તો પછી પ્રવાસન્ ઉદ્યોગને શા માટે આ અનાવશ્યક જરૂરિયાતથી તકલીફ પહોંચાડાય છે, હવે તો વૈજ્ઞાનિક રીતે પણ તેની જરૂરિયાત નથી,” એમ ડાઉએ જણાવ્યું હતું.

“અન્ય દેશો જેની સાથે અમારી સીધી સ્પર્ધા છે તેણે વૈશ્વિક પ્રાસીઓ માટે તેમના પ્રી-ડિપાર્ચર ટેસ્ટિંગની જરૂરિયાતો દૂર કરી છે અને ટુરિઝમ ઇકોનોમીઝને ફરીથી ખુલ્લા મૂક્યા છે, તેના લીધે અમેરિકાને ગંભીરપણે ડોલરની નિકાસના સ્વરૂપમાં સ્પર્ધાત્મક ગેરફાયદો થઈ રહ્યો છે. વધુમાં ફેડરલ ગવર્નમેન્ટને કેનેડા અને મેક્સિકોમાં આપણા લેન્ડ-બોર્ડર પોર્ટ પર એન્ટ્રી માટે પણ નેગેટિવ ટેસ્ટની જરૂરિયાત નથી ત્યારે અમેરિકા આવતા આંતરરાષ્ટ્રીય એર ટ્રાવેલરો માટે પ્રી-ડિપાર્ચર ટેસ્ટિંગની જરૂરિયાત જાળવી રાખવાનો કોઈ અર્થ નથી. ફુગાવો વધવાનું જારી છે, વહીવટીતંત્રએ અમેરિકાની રિકવરીના પ્રયત્નોને ધ્યાનમાં રાખીને પણ આ આઉટડેટેડ જરૂરિયાત દૂર કરવી જોઈએ.

અમેરિકન ટ્રાવલ ઓફ વેક્સિનેટેડ ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ ફોર ફ્રાન્સ, જર્મની, યુનાઇટેડ કિંગ્ડમ, સાઉથ કોરીયા, જાપાન અને બારતના તાજેતરના સરવે મુજબ અડધાથી વધારે 54 ટકા પ્રવાસીઓના પોલે જણાવ્યું હતું કે અમેરિકામાં પ્રી-ડિપાર્ચર ટેસ્ટિંગની જરૂરિયાતોના લીધે ટ્રિપ રદ થવાની સંભાવનાએ અનિશ્ચિતતામાં વધારો કરતા અમેરિકામાં તેમના પ્રવાસની સંભાવના પર નકારાત્મક અસર પડી છે.