અમેરિકાના હોટેલ ઉદ્યોગનો નફો 2020માં 85 ટકા ઘટ્યોઃ એસટીઆર

હોટસ્ટેટ્સનો અહેવાલ જણાવે છે કે સાલ 2019ની સરખામણીએ નફો 93.7 ટકો ઘટ્યો

0
940
એસટીઆરના એક અહેવાલ અનુસાર અમેરિકાના હોટેલ ઉદ્યોગના નફામાં જંગી ગાબડું પડ્યું છે. સાલ 2020 દરમિયાન તેમાં 84.6 ટકા અને ડિસેમ્બરમાં 100.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઉપલબ્ધ રૂમ દીઠ કુલ આવક વર્ષ દરમિયાન 88.90 ડોલર હતી, જે 2019ના 245.10 ડોલરની સરખામણીએ 63.7 ટકાનો ઘટાડો સૂચવે છે. તેમાં ડિસેમ્બરમાં 75.4 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું પણ ઉલ્લેખ છે.

અમેરિકાના હોટેલ ઉદ્યોગના નફામાં મસમોટું ગાબડું પડ્યું છે. એસટીઆરના અહેવાલ અનુસાર તેમાં 84.6 ટકાનો ઘટાડો થયો છે. એસટીઆર અને હોટસ્ટેટ્સ અનુસાર ઉદ્યોગ માટે ડિસેમ્બર સતત એવો બીજો મહિનો રહ્યો છે કે જે દરમિયાન કોઇ નફો થયો નથી.

ઉપલબ્ધ રૂમ દીઠ કુલ સંચાલન નફામાં ડિસેમ્બરમાં 100.6 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે વાર્ષિક સરખામણીએ પણ ઉંડો ઘટાડો છે, તેમ એસટીઆરનો અહેવાલ જણાવે છે. નવેમ્બર 2019ની સરખામણીએ જૂન, અને નવેમ્બરની તુલનાએ ડિસેમ્બરમાં હોટેલ ઉદ્યોગના નફાને મોટો ફટકો પડ્યો છે અને ભારે ઘટાડો નોંધાયો છે.

ઉપલબ્ધ રૂમદીઠ કુલ આવક વર્ષ દરમિયાન 88.90 ડોલર રહી, જે 2019ના 245.10 ડોલરની સરખામણીએ 63.7 ટકાનો ઘટાડો દર્શાવે છે. ડિસેમ્બરમાં તેમાં 75.4 ટકાનો ઘટાડો થયો હતો. વર્ષનો ઈબીઆઈટીડીએ નકારાત્મક રીતે 2.34 ડોલર રહ્યો હતો, જે તેના અગાઉ વર્ષના સમાન સમયગાળાના 70.01 ડોલરની સરખામણીએ 103.3 ટકાનો ઘટાડો દર્શાવે છે. તેમાં ડિસેમ્બરમાં 113.3 ટકાનો ઘટાડો થયો છે. 2020 માટેની લેબરકોસ્ટ પ્રતિ રૂમ 42.52 ડોલર રહી, જે 2019ના 84.57 ડોલરની સરખામણીએ 49.7 ટકાનો ઘટાડો દર્શાવે છે. તેમાં ડિસેમ્બરમાં 63.8 ટકાનો ઘટાડો થયો હતો.

“ હોટેલવાળાઓ માટે ડિસેમ્બરમાં માગ ઓછી રહી તો ખર્ચ યથાવત રહ્યો, જેનો અર્થ એ થયો કે મહામારી દરમિયાન પ્રતિ ઉપલબ્ધ રૂમમાં ઘટાડો થયો. ”, તેમ એસટીઆર ખાતેના આસિસ્ટન્ટ ડિરેક્ટર ઓફ ફાયનાન્શિયલ પરફોર્મન્સ રક્યુઅલ ઓર્ટીઝે જણાવ્યું હતું. “સમગ્ર 2020ના આંકડાઓ પર નજક નાખીએ તો તે નિરાશાજનક હતા, જે દર્શાવતા હતા કે સરેરાશ નફાનું પ્રમાણ પ્રતિ રૂમ 15 ડોલરથી ઓછું 2019ના 95 ડોલરની સરખામણીએ ઘટીને રહ્યું હતું. અમારી સુધારેલી આગાહી અનુસાર આ વર્ષની શરૂઆતમાં વૈશ્વિક મહામારીની અસર જોવા મળી છે, જેથી એવું કહી શકાય કે આવનારા સમયમાં પણ આ પ્રકારની જ પરિસ્થિતિ રહી શકે તેમ છે.”

એસટીઆર દ્વારા એવું પણ જણાવાયું છે કે 2020 દરમિયાન ઉપલબ્ધ રૂમ દીઠ કુલ સંચાલન નફામાં છ મહત્વના માર્કેટ દ્વારા પણ 100 ટકા કરતાં વધારે ગંભીર પ્રમાણમાં ઘટાડો નોંધાવાયો છે. જેમાં ન્યૂયોર્ક સિટી પણ સામેલ છે, જ્યાં 136.5 ટકાનો ઘટાડો, મિનેપોલીસ / સેન્ટ. પૌલમાં સૌથી વધારે ટ્રેવપાર 83.8 ટકા નોંધાયું છે.

દરમિયાન, હોટસ્ટેટ્સ દ્વારા વૈશ્વિક માર્કેટ માટે સકારાત્મક સમાચાર છે, જેમાં ઉપલબ્ધ રૂમ દીઠ કુલ સંચાલન નફો વર્ષ માટે 15.76 ટકા, 2019ની સરખામણીએ 77.6 ટકાનો ઘટાડો દર્શાવે છે. વર્ષ માટેનું ટ્રેવપાર 91.87 ડોલર નોંધાયું છે, જે 2019ની સરખામણીએ 53 ટકાનો ઘટાડો દર્શાવે છે. ડિસેમ્બરમાં તે 126.25 ડોલર પહોંચ્યું હતું. ફેબ્રુઆરી પછી તે પહેલી વખત ત્રણ આંકડામાં પહોંચ્યું હતું પરંતુ પછી તેમાં ક્રમશઃ ઘટાડો 47 ટકા સુધી નોંધાયો છે.

એકલા અમેરિકા માટે, 2020 માટેનો ઉપલબ્ધ રૂમ દીઠ કુલ સંચાલન નફો 2019ની સરખામણીએ 93.7 ટકા ઘટીને 6.20 ડોલર અને ડિસેમ્બરમાં તે 98.9 ટકા ઘટીને 0.89 ડોલરની સપાટીએ પહોંચી ગયું હતું, તેમ હોટસ્ટેટ્સ જણાવે છે. ટ્રેવપાર વર્ષ દરમિયાન 68.3 ટકા ઘટીને 84.85 ટકા રહ્યું અને ડિસેમ્બરમાં 76.3 ટકા સુધીનો ઘટાડો નોંધાવીને 57.55 ડોલર રહ્યું. વર્ષ દરમિયાન લેબરકોસ્ટમાં પણ  52.4 ટકાના ઘટાડો 45.67 ડોલર અને 68 ટકા ઘટીને 29.91 ડોલરની સપાટીએ મહિનામાં પહોંચ્યું હતું.

અમેરિકાના હોટેલ ઉદ્યોગમાં મહામારી સમયગાળા દરમિયાન નફામાં ગંભીર ઘટાડો નોંધાયો છે. ફક્ત ડિસેમ્બરના મહિનામાં જ નફો ઘટીને 0.89 ડોલરની સપાટીએ પહોંચ્યો હતો. ફેબ્રુઆરી પછી તે બીજી વખતનો ઉંચો ઘટાડો હતો, તેમ હોટસ્ટેટ્સ તેના અહેવાલમાં જણાવે છે. મહામારી દરમિયાન હોટેલમાલિકોએ ઘણું સહન કર્યું છે, અનેક પડકારોનો સામનો કર્યો છે અને તેમણે ટકી રહેવા માટે લીધેલા પગલાંનો અમલ તેમણે 2021માં પણ કરવો પડી શકે તેમ છે. થીન્ક લેબર સ્ટ્રક્ચર અને એફએન્ડબીમાં થયેલા ફેરફાર પણ તે માટે અસર કરી શકશે.