વિઝન હોસ્પિટાલિટી ગ્રુપની બે બૂટિક હોટેલ, ધી ગ્રેડી લૂઇઝવિલે ડાઉનટાઉન, લૂઇઝવિલે, કેન્ટુકી અને કિન્લે સિનસિનાટી ડાઉનટાઉન, સિનસિનાટીએ આ વર્ષના ધી બૂટિક લાઇફસ્ટાઇલ લીડર એસોસિએશનના સ્ટેબૂટિક એવોર્ડ હાંસલ કર્યા છે. મિત્ચ પટેલ, કે જેઓ ચટ્ટાનૂગા, ટેનેસી ખાતેની કંપનીના પ્રેસિડેન્ટ અને સીઇઓ છે તેઓ બીએલએલએના આઇકોનિક હોટેલિયર માટે રનરઅપ પણ જાહેર કરાયા છે.
ધી ગ્રેડી, કે જે જૂન 2021માં શરૂ કરાઇ હતી અને તાજેતરમાં રીનોવેશન પછી હમણાં જ ખુલ્લી મુકવામાં આવી છે, તેણે બીએલએલએ એવોર્ડમાં બે કેટેગરીમાં પ્રથમ ક્માંક હાંસલ કર્યું છે, તેણે બૂટિક હોટેલ ડિઝાઇન પ્રોજેક્ટ અને બૂટિક હોટેલ અન્ડર 100 રૂમ કેટેગરીમાં પ્રથમ ક્માંક મેળવ્યો છે. કિન્લે, કે ઓક્ટોબર 2020માં શરૂ કરવામાં આવી હતી તેણે બૂટિક હોટેલ ડિઝાઇન પ્રોજેક્ટમાં દ્વિતિય સ્થાન મેળવ્યું છે.
આ અંગે પટેલે કહ્યું હતું કે આ વર્ષેના આ એવોર્ડ સમારોહમાં અમને જે ગૌરવ મળ્યું છે તે અમારા માટે સન્માનની બાબત છે અને અમારા ઇન્ટિરિયર પાર્ટનર્સ વગર અમે આ કરી શકવામાં અસમર્થ હતા. તેમણે ઉમેર્યું હતું કે આ બંનેમાંથી દરેક હોટેલ માટે અને ગૌરવપૂર્ણ ઐતિહાસિક રીનોવેશન અને આર્ષક ડિઝાઇન કામગીરી સહિતનું કામ કર્યું હતું. જે હવે વખણાઈ રહ્યું છે.
ભવ્યતા પુનઃસ્થાપિત
51 રૂમવાળી લક્ઝરી લાઇફસ્ટાઇલ ગ્રેડીની ડિઝાઈન એટલાન્ટા ખાતેના સિમ્સ પેટ્રિક સ્ટુડિયો દ્વારા કરવામાં આવી હતી. રીસ્ટોરેશનની કામગીરી માર્ચ 2020માં શરૂ કરવામાં આવી હતી. રીસ્ટોરેશન કામગીરી દરમિયાન તેની ભવ્યતાને પુનઃસ્થાપિત કરવામાં આવી અને તેને સ્થાનિક કક્ષાએ પણ ગૌરવપૂર્ણ સ્થાન હાંસલ કર્યું છે.
તેની અંદરના ભાગે આકર્ષક દેખાવ જેમ કે હોર્સશૂ સહિતના ચિહ્નો લૂઇઝવિલેની હોર્સ રેસિંગના ઈતિહાસને દર્શાવે છે અને શેમરોક્સ પનોતાપુત્ર મોહમ્મદ અલીનું પ્રતિનિધિત્વ કરે છે. લોબીમાં લાયબ્રેરી એરિયા, આર્ટ ગેલેરી અને સેન્ટ્રલ ફાયરપ્લેસ અને વાઇલ્ડ સ્વાન કોકટેલ બાર પણ નિહાળવા મળે છે.
ધી ગ્રેડી મોહમ્મદ અલી સેન્ટરની પાસે, ફ્રાઇઝીયર હિસ્ટરી મ્યુઝિયમ અને લૂઇઝવિલે સ્લગર મ્યુઝિયમની નજીક આવેલી છે. આ ઇમારત મૂળરીતે તો 1800ની સાલમાં ફાર્મસિસ્ટ જે બી વાલ્ડરના સમયગાળાનું છે.
આ હોટેલ સ્મોલ લક્ઝરી હોટેલ્સ ઓફ વર્લ્ડની સભ્ય હોટેલ છે જે સમગ્ર વિશ્વમાં વિવિધ સ્થળે આવેલી 520 જેટલી લક્ઝરી હોટેલના માલિકોનો સમુદાય છે.
આ પ્રકારનું પ્રથમ
વૈશ્વિક આર્કિટેક્ટર ફર્મ સ્ટ્રીટસેન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી ધી કિન્લે સિનસિનાટી ડાઉનટાઉન એ પોતાના પ્રકારની વિઝન લાઇફસ્ટાઇલ ધી ટ્રીબ્યુટ પોર્ટફોલિયોમાં સૌપ્રથમ પ્રકારની છે. પોર્ટફોલિયોમાં ધી ગ્રેડી અને 64 રૂમની કિન્લે ચટ્ટાનૂગા સાઉથસાઇડ, કે જે ડાઉનટાઉન ચટ્ટાનૂગામાં આવેલી છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
કિનલે સિનસિનાટી ડાઉનટાઉનના ડેકોર ફિચર્સમાં આર્ટવર્ક સામેલ છે જે સ્થાનિક ઈતિહાસને દર્શાવે છે. સિનસિનાટી આર્ટ અન્ડરગ્રાઉન્ડ સાથે મળીને સ્થાનિક કળાને ઉજાગર કરે છે. તેમાં રીસ્ટોર કરવામાં આવેલ મ્યુરલ એલેગ્રોનો પણ સમાવેશ છે જે આર્ટિસ્ટ બેરોન ક્રોડીએ 1971ની પોતાની અર્બન વોલ્સઃ સિનસિનાટી શ્રેણી હેઠળ બનાવી હતી.
અન્ય ફિચર્સમાં કોન્ટેક્ટલેસ ‘અનચેક-ઇન’ ડેસ્ક, ધી એક્સચેન્જ નામનું ગ્રાઉન્ડ ફ્લોર લોબી બાર અને ખોરા નામની રેસ્ટોરન્ટ સામેલ છે. જેમાં સ્થાનિક પાસ્તા આધારિત મેન્યુ સામેલ છે. ખોરાએ સિનસિનાટીના મૂળ વતની શેફ કેવિન એશવર્થ અને જેમ્સ બીયર્ડ ફાઉન્ડેશન એવોર્ડ વિનર શેફ એડવર્ડ લીની દેખરેખમાં ચાલે છે.