લોકો મુસાફરી તો કરતા જ રહેશેઃ ટ્રીપએડવાઇઝરનો સર્વે

ફ્લોરિડાના વિવિધ બીચનો સૌથી આકર્ષક સ્થળોમાં સમાવેશ

0
904
ઓનલાઇન ટ્રાવેલ પ્લેટફોર્મ ટ્રીપએડવાઇઝર્સનો સીઝનલ ટ્રાવેલ ઇન્ડેક્સ ફોર ફોલ દર્શાવે છે કે ઓછામાં ઓછા સપ્ટેમ્બરમાં મુસાફરી વ્યસ્ત રહેશે. ફલોરિડા કીઝ જેવા જુદા જુદા બીચ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે

ટ્રીપએડવાઇઝરના જણાવ્યા અનુસાર ઉનાળો પૂર્ણ થયો છે પરંતુ મુસાફરી હજુ યથાવત છે. ઓનલાઇન ટ્રાવેલ પ્લેટફોર્મનો સીઝનલ ટ્રાવેલ ઇન્ડેક્સ ફોર ફોલ દર્શાવે છે કે સપ્ટેમ્બર મહિનામાં મુસાફરી વ્યસ્ત રહેશે. સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીના સમયગાળામાં 65 ટકા પ્રવાસીઓ બહાર જવાનું પસંદ કરે છે. તેમાંના 79 ટકા લોકો સપ્ટેમ્બરમાં મુસાફરીનું આયોજન કરે છે, આ મુસાફરીના સૌથી વ્યસ્ત મહિના છે.

જોકે, મુસાફરો હજુ કોવિડ-19 મહામારી ભૂલ્યા નથી અને 68 લોકો કહે છે કે, તેઓ સુરક્ષા અને સ્વચ્છતાને સૌથી વધુ પ્રાથમિકતા આપે છે. આ તમામ વિગતો અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનના ગત સપ્તાહે એક નવા રાષ્ટ્રીય સર્વેમાં દર્શાવાઈ હતી.

ટ્રીપએડવાઇઝરના કન્ઝ્યુમર માર્કેટ રીસર્ચના અગ્રણી વિશ્લેષક ક્રિસ્ટોફરે જણાવ્યું હતું કે, આ વર્ષના તમામ અવરોધ અને નિયંત્રણો વચ્ચે અમેરિકાના 76 ટકા મુસાફરો સતત જણાવે છે કે, પ્રવાસ મહત્ત્વનો છે. મહામારીના સમયમાં પ્રવાસીઓ પણ નવા સ્થળો શોધી રહ્યા છે, જે તેમણે કદાચ અગાઉ ક્યારેય ધ્યાનમાં લીધા નહોતા. અમે લોકપ્રિય શહેરોમાં લોકોની વ્યસ્ત જીવનશૈલીની સામે મુસાફરો આરામ અને મજા માણી શકે તેવા સ્થળોમાં વધારો જોઈ રહ્યા છીએ.

ઠંડુ વાતાવરણ હોવા છતાં 61 ટકા મુસાફરો પ્રાકૃતિક સ્થળોના પ્રવાસ કરવાનું પસંદ કરે તેવી સંભાવના વધારે છે અને મહામારી અગાઉની તુલનાએ હવે 54 ટકા પ્રવાસીઓ રોડની મુસાફરી ધ્યાનમાં લેશે. આ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને, સૌથી વધુ લોકપ્રિય સ્થળોમાં બહારના આકર્ષણો સામેલ છે. ટોચના 10 સ્થળોમાંથી ચાર સ્થળો ફ્લોરિડામાં છે.

આ લોકપ્રિય સ્થળો નીચે મુજબ છેઃ

કી લાર્ગો, ફ્લોરિડા

કી વેસ્ટ, ફ્લોરિડા

એટલાન્ટિક સિટી, ન્યૂજર્સી

સેન્ટ પીટ બીચ, ફ્લોરિડા

માયર્ટલ બીચ, સાઉથ કેરોલિના

સેડોના, એરિઝોના

સ્કોટ્સડેલ, એરિઝોના

સાન ડીએગો, કેલિફોર્નિયા

સવાના, જ્યોર્જિયા