યુ.એસ. ટ્રાવેલ એસોસિએશનનું 11 ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી લીડર્સનું એક પ્રતિનિધિમંડળ યુ.એસ. ડેપ્યુટી સેક્રેટરી ઓફ કોમર્સ ડોન ગ્રેવ્ઝને આઠમી માર્ચના રોજ મળ્યું હતું. નાયબ સચિવ સાથેની બેઠકમાં સલામત બીઝનેસને પ્રોત્સાહન આપવા સહિત કોવિડ-19 મહામારી પછી પ્રોફેશનલ ટ્રાવેલને રિકવરી માટેના પગલાં અંગે ચર્ચા થઇ હતી. બેઠકમાં એચ-2બી તથા અન્ય હંગામી વર્ક વીઝા સહિતની ચર્ચા થઇ હતી.
આ ગોળમેજી બેઠકમાં ગ્રેવ્ઝ દ્વારા જણાવાયું હતું કે તેઓ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને તેમનો સહકાર છે. તેમણે કહ્યું કે કોમર્સ ડિપાર્ટમેન્ટ ‘ઓલ ટૂલ્સ ટુ ધી ટેબલ’ લાવવામાં આવશે જેનો હેતુ બીઝનેસ ટ્રાવેલને ફરી ધમધમતું કરવા મદદરૂપ બનવાનું છે.
આ ચર્ચામાં અર્બન ઓફિસ વર્કર્સની રિએન્ટ્રી તથા ફરીથી બીઝનેસ ટ્રાવેલને શરૂ કરવાના સંબંધ અંગે તથા દેશમાં વૈશ્વિક બેઠકો, સંમેલનો અને પ્રદર્શનોને ખેંચી લાવવા અને આયોજન અંગે પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યું હતું.
યુએસટીએના પ્રેસિડેન્ટ અને સીઈઓ રોજર ડાવે કહ્યું હતું કે અમે સરકારના વેપારને ફરી સક્રિય કરવાના પ્રયાસોને આવકારીએ છીએ. અમેરિકન અર્થતંત્ર થા વર્કફોર્સ માટેના તેમના પ્રયાસ આવકાર્ય છે. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને હાલના સમયે ઝડપથી રિકવરી મેળવવાની તાતી જરૂર છે.
અમેરિકામાં હવે ફરી પ્રવાસ કરવું સલામત બન્યું છે તેવા સરકારના સંદેશા તથા રસીકરણની કામગીરી અંગેના પગલાંઓને તેમણે વખાણ્યું હતું.
આંકડા દર્શાવે છે કે કુલ બીઝનેસ ટ્રાવેલ ગત વર્ષે 2019ના સ્તરની સરખામણીએ ફક્ત 47 ટકાએ પહોંચ્યું છે. જ્યારે ગ્રુપ મીટીંગ્સ અને ઇવેન્ટના પ્રમાણમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. યુએસટીએ અનુસાર, 2024 સુધી બીઝનેસ ટ્રાવેલ રિકવરી શક્ય નથી.
બાઇડન તંત્ર દ્વારા એચ-2બી વીઝા વધારવા ભલામણ
યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન એક્ઝિક્યુટિવ્ઝ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ પબ્લિક અફેર્સ એન્ડ પોલિસી ટોરી એમર્સન બાર્ન્સે કહે છે કે કર્મચારીઓની અછતને કારણે અર્થતંત્રમાં રિકવરીનું પ્રમાણ ઓછું બનશે, ખાસ કરીને લેઇઝર અને હોસ્પિટાલિટીમાં હજુ જ્યારે લાખોની સંખ્યામાં નોકરીઓ ખાલી છે ત્યારે તે પ્રમાણે એચ-2બી વીઝાનું પ્રમાણ પણ વધારવું પડશે.
એચ-2બી વીઝાનું પ્રમાણ વધારવું પડશે જેથી ટ્રાવેલ ઉદ્યોગમાં કર્મચારીઓની અછતને નિવારી શકાય ખાસ કરીને આવનારા ઉનાળાની ટ્રાવેલ સિઝન પહેલા અનેક ધંધાર્થીઓને કર્મચારીઓની અછતનો સામનો કરવો પડશે. ખાસ કરીને હાઉસકિપિંગ, લાઇફગાર્ડિંગ અને ફૂડ સર્વિસ સહિતના મહત્વપૂર્ણ કાર્ય માટે પણ હંગામી કામદારોની જરૂર પડી રહી છે.
ડિસેમ્બર દરમિયાન, કાયદો ઘડનારા જૂથ દ્વારા એક પત્ર ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટને લખીને જણાવાયું હતું કે વીઝા પ્રોસેસિંગમાં ઝડપ લાવીને તેને ફરીથી કોવિડની પહેલાના સ્તર સુધી લાવવામાં આવે.