સર્વેઃ પ્રવાસીઓ રોગચાળાથી સલામતી માટે ઓછા ચિંતિત બન્યા

એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક પ્રવાસમાં ઉછાળો જોવા મળ્યો

0
916
ગત વર્ષે જ્યારથી મહામારી શરૂ થઇ ત્યાર પછીના સમયગાળામાં એક અંદાજે 86 ટકા પ્રવાસીઓએ ડોમેસ્ટિક ટ્રીપ કરી હતી અને 42 ટકાએ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી હતી, તેમ 2021 ફોલ ગ્લોબલ રેસ્ક્યુ ટ્રાવેલર સેન્ટીમેન્ટ અને ક્રાઇસિસ રીસ્પોન્સ પૂરું પાડનાર ગ્લોબલ રેસ્ક્યુ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું.

હવે જ્યારે કોવિડ-19નો ભય ઘટી રહ્યો છે, ત્યારે મુસાફરી કરનારાઓ પ્રવાસમાં સલામતીને લઇને ઓછા ચિંતિત બન્યા હોવાનું જાણવા મળ્યું છે, તેમ ટ્રાવેલ રિસ્ક અને ક્રાઇસિસ રિસ્પોન્સ પૂરું પાડનાર ગ્લોબલ રેસ્ક્યુ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે. મોટાભાગના લોકો રસી લેનારા છે અને તેઓ તાજેતરમાં કોવિડ-19થી પણ સાજા થયેલા છે.

ધી 2021 ફોલ ગ્લોબલ રેસ્ક્યુ ટ્રાવેલર સેન્ટીમેન્ટ અને સેફ્ટી સર્વેમાં જાણવા મળ્યું હતું કે ગત વર્ષે જ્યારથી મહામારી શરૂ થઇ ત્યાર પછી 86 ટકા લોકોએ ડોમેસ્ટિક ટ્રિપ અને 42 ટકા લોકોએ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી હોવાનું પણ આ સર્વેમાં જાણવા મળ્યું છે.

સર્વેમાં સંસ્થાના 1500થી વધુ વર્તમાન અને અગાઉના સભ્યોને આવરી લઇને ઓક્ટોબર 26થી 30 2021 દરમિયાન આ સર્વે કરવામાં આવ્યો હતો.

આ અંગે ગ્લોબલ રેસ્ક્યુના સીઈઓ અને યુ.એસ. ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એડવાઇઝરી બોર્ડના સભ્ય ડેન રીચાર્ડ કહે છે કે એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન ડોમેસ્ટિક ટ્રિપમાં 74 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં પણ વ્યક્તિગત રીતે પ્રવાસ કરનારાઓમાં 207 ટકા જેટલો વધારો જોવા મળ્યો હોવાનું જાણવા મળે છે.

સર્વે અનુસાર કોવિડ-19ને કારણે ક્વોરન્ટાઇન રહેવાનો કે સંક્રમણ લાગવાના ભયમાં 37 ટકા જેટલો ઘટાડો જાન્યુઆરી 2021ની સરખામણીએ થયો છે.

સર્વેમાં સામેલ કરવામાં આવેલા પ્રતિ ચારમાંથી ત્રણ લોકોએ જણાવ્યું હતું કે તેઓ મહામારી શરૂ થયાના સમયની સરખામણીએ પ્રવાસ દરમિયાન સલામતીને લઇને ઓછા અથવા ખૂબ ઓછા ચિંતિત બન્યા છે.

સર્વેમાં સામેલ કરાયેલા લોકોમાંથી 73 ટકાએ જણાવ્યું હતું કે તેમણે સંપૂર્ણ રસીકરણ કરાવ્યું છે અથવા તેઓ કોવિડ-19 સંક્રમણથી સાજા થયેલા છે, અડધાથી વધુ પ્રત્યુત્તર આપનારાઓ 53 ટકાએ જણાવ્યું કે તેઓ પણ સલામતીને લઇને પોતાના વિચારોમાં ફેરફાર ધરાવે છે.

રિચાર્ડ કહે છે કે જ્યારથી મહામારીની શરૂઆત થઇ, ત્યાર પછીથી ખૂબ જરૂરિ હોય તેવી તબીબી સારવાર સહિતની પરિભાષામાં આવતી પરિસ્થિતિ હેઠળ પ્રવાસ કરનારાઓમાં 30 ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો. રસીકરણને કારણે લોકોના જીવ બચ્યા છે.

તાજેતરમાં મીડિયા કંપની ફ્યુચર પીએલસી દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જણાયું હતું કે અમેરિકામાં મોટાભાગના લોકો 2022માં વેકેશન માણવા માટેની તૈયારી કરી રહ્યાં છે.

ન્યુયોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર બે લાખથી વધારે લોકો નવેમ્બર આઠ સુધીમાં અમેરિકા પહોંચ્યા છે. પ્રવાસ પર નિયંત્રણો હળવા કરાયા પછી આટલી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.