સર્વેઃ મુસાફરો હવે પછીના વેકેશનના આયોજનની તૈયારી કરી

મોટાભાગના લોકોએ જણાવ્યું કે તેઓ પરિવારને મળવા તથા નવા અનુભવો માટે આતુર

0
937
મીડિયા કંપની ફ્યુચર પીએલસી દ્વારા કરવામાં આવેલા એક સર્વે અનુસાર 75 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ આવનારા સમયમાં ફરવા જવાનું આયોજન ધરાવે છે અને 49 ટકાએ જણાવ્યું કે તેઓ 2022માં પોતાના બેસ્ટ વેકેશનને માણવાનું આયોજન કરી લીધું છે.

સમર ટ્રાવેલ સીઝન સત્તાવાર રીતે પૂર્ણ થઇ છે પરંતુ અમેરિકામાં મુસાફરો અત્યારથી 2022ના વેકેશન માટેની તૈયારી કરી લીધી છે તેમ મીડિયા કંપની ફ્યુચર પીએલસી દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે. કંપનીના રીડર્સ સર્વેમાં જણાવાયું છે કે તેઓ રજાઓના દિવસોમાં પરિવારોને મળવા તથા ટેકનોલોજી ઇવેન્ટને માણવા આતુર છે.

કંપની દ્વારા આ સર્વેમાં તેના પબ્લીકેશનના માધ્યમથી 1046 વાંચકોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં મેરી ક્લેયર અને ટોમ્સ ગાઇડનો સમાવેશ પણ થાય છે. સર્વેમાં સામેલ 75 ટકાએ જણાવ્યું હતું કે તેઓ પોતાના આવનારા ટ્રાવેલ પ્લાન અંગે અત્યારથી વિચારી રહ્યાં છે. જવાબ આપનારા 49 ટકાએ જણાવ્યું કે તેઓ 2022માં પોતાના બેસ્ટ વેકેશનને માણવા આયોજન કરી રહ્યાં છે.

સર્વેમાં જાણવા મળેલી માહિતીઃ

– 79 ટ્રાવેલ્સ પોતાનું ચોક્કસ વેકેશન અન્યોની ભલામણને આધારે નક્કી કરશે

– દરેક ચારમાંથી ત્રણ લોકોએ જણાવ્યું હતું કે તેઓ પોતાના પ્રવાસના અનુભવને વધારવા માટે નવી ટેકનોલોજીમાં ઇન્વેસ્ટ કરવા વિચારે છે.

– સર્વેમાં આવરી લેવાયેલાઓમાંથી 73ટકાએ જણાવ્યું કે તેઓ પોતાની હવે પછીની ટ્રીપ સાથે પોતાના પેશન્સને પણ સાંકળવાનું પસંદ કરશે

– 46 ટકાએ કહ્યું કે ગત વર્ષે થયેલા નુકસાનને પગલે હવે તેઓ આવનારા વેકેશનમાં વધારે સમય ગાળવા ઇચ્છે છે.

-અમેઝોનના પ્રિમ ડે કરતાં, મોટાભાગના લોકો બેસ્ટ ટેક ટ્રાવેલ પ્રોડક્ટ અંગે વિચારી રહ્યાં હોવાનું પણ સર્વેમાં જણાયું છે.

ફયુચરના ચીફ રેવન્યુ ઓફિસર ફોર નોર્થ અમેરિકા જેસન વેબ્બી કહે છે કે હવે લોકો આવનારું વેકેશન મનભરીને પોતાની રીતે માણવા આતુર બન્યા છે. લોકોએ આવનારા વેકશન માટેની તૈયારીઓ હમણાંથી શરૂ કરી દીધી છે. ફ્યુચરની વેબસાઇટ સમગ્ર દેશના ત્રણમાંથી એક અમેરિકન નાગરિક સુધી પહોંચે છે.

સર્વેમાં એ પણ જાણવા મળ્યું છે કે ફરવા જનારાઓ પાસે ભંડોળ પણ વધારે છે અને તેનો અર્થ એ થયો કે તેઓ ભોજન, ખરીદી અને નવા અનુભવ માટે વધારે ખર્ચ કરવા તૈયાર છે. સર્વેમાં સામેલ મોટાભાગના લોકોએ જણાવ્યું કે તેઓ પોતાના પરિવારના સભ્યો સાથે આવનારા વેકેશનમાં બહાર જવાનું વિચારી રહ્યાં છે. અનેક લોકો ફેબ્રુઆરીમાં ફરવા જવા વિચારે છે.

ઓક્ટોબરના અંતે હિલ્ટનના રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે હવે જ્યારે બિઝનેસ ટ્રાવેલ કરનારાઓની સંખ્યા ઘટી છે. હિલ્ટન અને મોર્નિંગ બ્રૂ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 7000 લોકોને આવરી લેવામાં આવ્યા હતા. તેમાં જણાયું હતું કે બિઝનેસ ટ્રાવેલ વધારે વ્યૂહાત્મક અને હેતુપૂર્ણ બન્યં છે.