પ્રવાસીઓ કોવિડ-19થી સુરક્ષિત રહેવા માટે વધુ નાણા ખર્ચવા તૈયાર છેઃ સર્વે

મોટાભાગના લોકો ઇચ્છે છે કે સરકાર, સંસ્થાઓ સુયોજિત અભિગમ અપનાવે

0
1037
રીસ્ક મેનેજમેન્ટ ફર્મ- ગ્લોબલ રેસ્ક્યુના સર્વેમાં જાણવા મળ્યા મુજબ 60 ટકા પ્રવાસીઓ કોવિડ-19ની અસરો સામે રક્ષણ માટે સ્ક્રીનિંગ અને ટેસ્ટીંગ સર્વિસીઝ માટે 50થી 100 ડોલર વધુ ચૂકવવા તૈયાર છે.

નવા સર્વેમાં જણાવ્યા મુજબ 60 ટકા ટકા પ્રવાસીઓ કોવિડ-19ની અસર સામે સુરક્ષિત રહેવા માટે સ્ક્રીનિંગ અને ટેસ્ટીંગ સર્વિસીઝ માટે 50થી 100 ડોલર વધુ ચૂકવવા તૈયાર છે. ઇન્ફેક્શન થવાની પરિસ્થિતિમાં, તેઓ તેની સાથે સંકળાયેલી સર્વીસિઝ માટે નાણા ખર્ચશે, તેમ રીસ્ક મેનેજમેન્ટ ફર્મ- ગ્લોબલ રેસ્ક્યુના સર્વેમાં જણાવ્યું છે.

સર્વેમાં 94 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, તેઓ વધુ નાણાં ચૂકવવા તૈયાર છે, માત્ર ચાર ટકા લોકોએ કોવિડ-19થી સુરક્ષિત રહેવા માટે નાણા ખર્ચવા બાબતે અનિચ્છા વ્યક્ત કરી હતી. સર્વેમાં અંદાજે 63 ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેઓ સાહસભર્યા પ્રવાસો કરવાનું ટાળી રહ્યા છે, 53 ટકા લોકો પારિવારિક રજાઓ માણી શકશે નહીં, અને 33 ટકા લોકો કોવિડ-19 મહામારીને કારણે બિઝનેસ માટે પ્રવાસ કરવાનું ટાળે છે.

જો કે, પ્રવાસીઓ તેમના પરિવારની રજાઓ, સાહસિક મુસાફરી અને બિઝનેસ પ્રવાસ ફરીથી કરવા માટે લડત આપવા તૈયાર હોય તેવું જણાય છે. મોટાભાગના, 90 ટકા, પ્રવાસીઓ કોવિડ-19 જેવું જ રક્ષણ મેળવવાની ફરજ પાડવા માટે તેમના સમર્થનમાં હતા.

ગ્લોબલ રેસ્ક્યુના સીઇઓ ડેન રીચાર્ડ્સે જણાવ્યું હતું કે, 87 ટકા જેટલા લોકો ઇચ્છે છે કે, સરકાર અથવા સંસ્થાઓ કોવિડ-19ને નાથવા માટે કાર્યક્રમોમાં સુયોજિત પગલા ભરે.

પરંતુ કોવિડ-19 સ્ક્રીનિંગ, ટેસ્ટિંગ, ક્વોરન્ટાઇન સુવિધાઓ, જમીન અને એર ટ્રાન્સપોર્ટ, માહિતી એકત્રીકરણ અને કેસ મેનેજમેન્ટ અંગે માહિતી પ્રદાન કરવાનાં સંસાધનો ઘણી સરકારો, સંસ્થાઓ અને બિઝનેસીઝ પાસે સરળતાથી ઉપલબ્ધ નથી.

ફરજિયાત કોવિડ-19 સંરક્ષણ અને સર્વીસિઝ માટેની પ્રવાસીઓની જરૂરત પરિપૂર્ણ કરવા માટે, તે સંસ્થાઓના અધિકારીઓએ કોવિડ-19 પ્રવાસીઓના નિરાકરણના આયોજન અને અમલ માટે સક્ષમ સંસ્થાઓ સાથે કામ કરવાની જરૂર છે, જેમાં રેપિડ ટેસ્ટિંગ, ક્વોરન્ટાઇન અને આઇસોલેશન સુવિધાઓ, જમીન અને એર મેડિકલ ઇવેક્યુએશનનો સમાવેશ થાય છે.

સર્વેમાં જણાવ્યા મુજબ 15 થી 20 સપ્ટેમ્બર દરમિયાન ગ્લોબલ રેસ્ક્યુના 2200થી વધુ સભ્યોનો સંપર્ક કરાયો હતો. 2021ની શરૂઆતમાં પ્રવાસીઓ પહેલા સ્થાનિક મુસાફરી અને પછી આંતરરાષ્ટ્રીય મુસાફરીને પ્રાથમિકતા આપી રહ્યા છે. 61 ટકા જેટલા લોકોએ જણાવ્યું હતું કે, તેઓ 2020ના અંત પહેલા સ્થાનિક પ્રવાસ કરશે, પરંતુ માત્ર 13 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ આ સમયમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવાની અપેક્ષા રાખે છે. જો કે, 86 ટકા ઉત્તરદાતાઓએ સંકેત આપ્યો હતો કે, તેઓ 2021માં આંતરરાષ્ટ્રીય મુસાફરી કરશે.

સર્વેમાં જણાયું છે કે, લોકો જાહેર સત્તાવાળાઓ અને પ્રવાસના જોખમ તથા ક્રાઇસીસ રીસ્પોન્સ પ્રોવાઇડર્સ સાથે કાર્યક્ષમ અને અસરકારક ભાગીદારી વગર પ્રવાસ કરશે નહીં.

ગ્લોબલ રેસ્ક્યુના એપ્રિલના સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે લોકો સુરક્ષા માટે અસુવિધાઓ સ્વીકારવા તૈયાર છે.