સર્વેઃ મોટાભાગના ટ્રાવેલર્સ અને કર્મચારીઓ ફરીથી બીઝનેસ ટ્રાવેલ શરૂ થવાનું ઇચ્છે છે

દસમાંથી સાત અમેરિકન ફરીથી સીડીસીની માસ્ક પહેરવાના નિયંત્રણોની છુટછાટને આવકારે છે

0
821
મોટાભાગના બીઝનેસ ટ્રાવેલર્સ વિચારે છે કે વર્ચ્યુઅલ કામ કરવાને કારણે પ્રોડક્ટવિટી અને વર્કપ્લેસ અંગેની નકારાત્મકતાને અસર થાય છે, તેમ ધી અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનના એક સર્વેમાં જાણવા મળ્યું છે.

મોટાભાગના હોટેલ માલિકો ઇચ્છે છે કે બીઝનેસ ટ્રાવેલ ફરીથી સામાન્ય બને તેમ ધી અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનના એક સર્વેમાં જાણવા મળ્યું છે. અંદાજે મોટાભાગના બીઝનેસ ટ્રાવેલર્સ ઇચ્છે છે કે પ્રત્યક્ષ કામગીરી ફરીથી શરૂ થાય જેથી કોવિડ-19ને કારણે થયેલી નકારાત્મક અસર દૂર થઇ શકે તેમ છે.

77 ટકા બીઝનેસ ટ્રાવેલર્સ અને 64 ટકા અમેરિકન કર્મચારીઓ ઇચ્છે છે કે બીઝનેસ ટ્રાવેલ ફરીથી સામાન્ય બને તે ખૂબ જરૂરી છે, તેમ આહલા દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે. મોર્નિંગ કનસલ્ટ હાથ ધરવામાં આવેલા એક પોલમાં સમગ્ર દેશમાંથી 2210 પુખ્તવયના લોકોને આવરી લઇને તેમનો આ અંગેનો મત જાણવામાં આવ્યો હતો. સર્વે 8થી 9 માર્ચ દરમિયાન થયો હતો. જેમાં દસમાંથી સાત અમેરિકને જણાવ્યું હતું કે ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા તાજેતરમાં માસ્ક પહેરવા માટે આપવામાં આવેલી હળવાશો અંગે પ્રતિભાવ આપ્યા હતા.

સર્વે અનુસાર 43 ટકા અમેરિકન કર્મચારીઓ ઇચ્છે છે કે બીઝનેસ ટ્રાવેલ ફરીથી 2020-21ની સ્થિતિએ સામાન્ય બને.

આહલાના પ્રેસિડેન્ટ અને સીઈઓ ચિપ રોજર્સ કહે છે કે છેલ્લાં બે વર્ષ દરમિયાન પ્રત્યક્ષ કામ કરવાના સ્થળે કરવામાં આવેલી વ્યવસ્થાઓ તથા પ્રવાસ નિયંત્રણોને કારણે વેપાર માટેના ટ્રાવેલ અને ફેસ-ટુ-ફેસ મીટીંગ તથા કર્મચારીઓ અને ગ્રાહકોને ભારે સહન કરવું પડ્યું છે. મોટાભાગના લોકો હવે બીઝને, ટ્રાવેલનું મહત્વ સમજી રહ્યા છે.

સર્વેમાં જણાયું છે કે 80 ટકા અમેરિકન કર્મચારીઓ તથા 86 ટકા બીઝનેસ ટ્રાવેલર્સ કહે છે કે હવેના સમયે પ્રત્યક્ષ મુલાકાત અને બેઠક જરૂરી બની છે, ઓનલાઇન મુલાકાત કે વેપાર અંગેની ચર્ચા કરવાને બદલે પ્રત્યક્ષ મુલાકાતમાં તથા વિચારણા કરવામાં ફરક પડે છે.

સર્વેમાં જાણવા મળેલી અન્ય બાબતઃ

-પુખ્ત વયના 59 ટકા અને 77 ટકા બીઝનેસ ટ્રાવેલર્સ એ બાબતે સહમત થયા છે કે પ્રત્યક્ષ મળીને ચર્ચા વિચારણા કરવાને કારણે  પરિણામ મળે છે તે ઓનલાઇન સંવાદને કારણે ઓછો સંભવ છે.

-57 ટકા પુખ્ત વયના લોકો અને 76 ટકા બીઝનેસ ટ્રાવેલર્સે સર્વેમાં જણાવ્યુંકે ઓનલાઇનને બદલે બીઝનેસ ટ્રાવેલની પ્રત્યક્ષ કામગીરીને વધારે સારા પરિણામ મળી શકે તેમ છે.

-પુખ્ત વયના 56 અને 71 ટકા બીઝનેસ ટ્રાવેલર્સ એ બાબતે સંમત છે કે કોવિડ-19ને કારણે એ બાબત સ્પષ્ટ બની કે ફળદાયી પરિણા માટે ઓનલાઇનને બદલે પ્રત્યક્ષ મુલાકાત કે કામગરી જરૂરી છે.

-ઓનલાઇન કામગીરીને કારણે કામ કરવાના સ્થળે તથા ક્ષમતા પર નકારાત્મક અસર પડી હોવાનું પણ 46 ટકા એડલ્ટ અને 65 ટકાબીઝનેસ ટ્રાવેલ્સે જણાવ્યું હતું.

આહલાના સ્ટેટ ઓફ આર્ટ ઇન્ડસ્ટ્રી રિપોર્ટ અનુસાર બીઝનેસ ટ્રાવેલમાં 2022 દરમિયાન વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કાલિબરી લેબ્સ કહે છે કે બીઝનેસ ટ્રાવેલમાં 2019ની સરખામણીએ 80 ટકાનો વધારો સૂચવાયો છે. વૈશ્વિક બીઝનેસ ટ્રાવેલમાં પણ આ વર્ષે 14 ટકા સુધીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.