સર્વે: ખરાબ રેડિયોના કારણે હોટલ કર્મચારીઓ નોકરી છોડવાનું વિચારે છે

કર્મચારીઓ કહે છે કે વારંવાર ખોટકાતા વોકીટોકી રેડિયોને કારણે અસલામતી લાગે છે.

0
1029
કોમ્યુનિકેશન્સ ટેકનોલોજી કંપની રીલે દ્વારા તાજેતરમાં અમેરિકાની હોટેલોના 250 કર્મચારીઓને સાંકળીને કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું કે મોટાભાગના કર્મચારીઓને એવા સ્થળે વધારે કામ કરવાનું પસંદ કરશે કે જ્યાં મજબૂત કોમ્યુનિકેશન ટેકનોલોજી ઉપલબ્ધ હશે.

હોસ્પિટાલિટી ઉદ્યોગ હાલ પણ કર્મચારીઓની તંગીનો સામનો કરી રહ્યો છે ત્યારે હોટેલ માલિકો અને સંચાલકોએ પોતાના વર્તમાન કર્મચારીઓને સ્પર્શી રહેલા વિવિધ મુદ્દાઓ અંગે વિચાર કરવો પડશે અને આ બાબત તાજેતરમાં કોમ્યુનિકેશન ટેકનોજી કંપની રીલે દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે. જેમાં હોટેલ કર્મચારીઓ નોકરીના સ્થળે પોતાન વોકીટોકી રેડીયો પણ અદ્યતન ઇચ્છી રહ્યાં છે.

રીલે દ્વારા કરાયેલા સર્વેમાં અમેરિકાની વિવિધ હોટેલોના 250 જેટલા કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા હતા. જેમાંથી દરેક પાંચમાંથી એક કર્મીએ જણાવ્યું હતું કે તેઓ કામના સ્થળે વારંવાર ખોટકાઇ જતા વોકીટોકીને કારણે અસલામતીનો ભાવ અનુભવે છે, જેમાં આઉટ ઓફ રેન્જ જતા રહેવું, યોગ્ય ચેનલમાં જરૂરિયાતના સમયે જોડાણ ન થવું વગેરે મુશ્કેલીઓ નડે છે. મોટાભાગના કર્મચારીઓ નબળી સંપર્ક વ્યવસ્થાને કારણે કામના સ્થળે એકબીજા સાથે સંપર્કમાં રહેવા માટે પોતાના અંગત સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.

હવે એ સ્પષ્ટ થયું છે કે પરંપરાગત રેડિયોને કારણે કામના સ્થળે ખોટકાવાથી અવારનવાર મુશ્કેલીઓ સર્જાતી હોય છે, તેમ ક્રિશ ચુઆન્ગ, રીલેના સીઈઓ કહે છે. હાલના સમયે સંપર્ક તકનિક વધારે સઘન હોય તે આવશ્યક બન્યું છે. ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં કામના સ્થળે નવી જવાબદારીઓ સાથે કામ કરનારા કર્મચારીઓ માટે જરૂરી બન્યું છે કે તેઓ કોઇ બાંધછોડને બદલે સલામતી ઇચ્છી રહ્યાં છે.

સર્વેમાં વધુમાં જણાયું છે કેઃ

– 40 ટકા કરતાં વધારે કર્મચારીઓને ગેસ્ટની વિનંતીને આધારે તેમની જરૂરિયાત પૂરી કરવામાં ખોટકાતા પરંપરાગત રેડિયોને કારણે કર્મચારીઓને મુશ્કેલી પડે છે.

– અનેક કર્મચારીઓએ કબૂલ્યું કે નબળા વોકીટોકીને કારણે તેઓ ગ્રાહકોને સમયસર સેવા પૂરી પાડવામાં અસમર્થ હોવાથી કસ્ટમર સેટિસ્ફેક્શન સ્કોરમાં ઘટાડો થાય છે.

– 90 ટકા કરતા વધારે કર્મચારીઓએ જણાવ્યું કે જો તેમના માલિકો નવા રેડિયો આપે તો તેમને કામના સ્થળે વધારે સલામતી રીતે કામ કરવાનું ગમશે.

અન્ય કોમ્યુનિકેશન્સ ટેકનોલોજી કંપની રીએક્ટ મોબાઇલ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે પેનિક બટનને કારણે ગેસ્ટ અને અન્ય લોકો આપત્તિના સમયે મદદ માટે માત્ર એક બટન દબાવીને ત્વરિત સહાય માંગી શકે છે.