વસંત ઋતુએ અમેરિકાની હોટેલોને આશાભર્યા ઉનાળા તરફ લઇ જતી ઋતુ છે તેમ હોસ્પિટાલિટી એસેટ મેનેજર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે. એસેટ મેનેજરોના આ દ્વિ વાર્ષિક સર્વેમાં હોટેલ ઇન્ડસ્ટ્રીને લગતા અતિ મહત્વના પ્રશ્વોને આવરી લેવામાં આવ્યા હતા.
સર્વે હેઠળ 100 વ્યક્તિઓને આવરી લેવામાં આવ્યા હતા, એચએએમએના 2021 એન્યુઅલ સ્પ્રિંગ મીટીંગને અનુલક્ષી કરાયેલા આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે આગળ વધી રહેલા રસીકરણ કાર્યક્રમને કારણે એસેટ મેનેજરોમાં આશાવાદ વધી રહ્યો છે. હામાના અડધાથી વધારે સભ્યો માને છે કે રેવપાર ફરી સાલ 2019ની સ્થિતિએ સાલ 2023 સુધીમાં આવી શકશે, જ્યરે દસ ટકાનું માનવું છે કે સાલ 2022 સુધીમાં આ સ્થિતિ જોવા મળી શકે છે.
હામાના પ્રેસિડેન્ટ લેરી ટ્રાબુલ્સીએ જણાવ્યું હતું કે અમેરિકામાં જેમ રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે, તેનાથી અંધકારભરેલા બોગદામાં રહેલી હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને બોગદાની પેલે પાર આશાનું કિરણ જોવા મળે છે. તેઓ ઉમેરે છે કે અમને સર્વેમાં જાણવા મળ્યું છે કે ઘણા હોટેલ માલિકો હજુ પણ સુધારો થવાની આશા સાથે કામગીરી કરી રહ્યાં છે.
આ આશાવાદ હામાના અગાઉના સર્વેની તરફેણ કરે છે, જ્યારે ઉત્તર આપનારાઓમાંથી 50થી 75 ટકાએ સાલ 2023 સુધીમાં અમેરિકાની હોટેલોના રેવપારમાં ઘટાડાને નકારી કાઢ્યો છે.
સર્વેમાં જાણવા મળ્યા અનુસારઃ
- સર્વેમાં આવરી લેવામાં આવેલા લોકોમાંથી 30 ટકાએ બ્રાન્ડ અથવા મેનેજમેન્ટ બદલાવ અંગે વિચાર્યું, જે તેમની રીકવરી વ્યૂહરચનો એક ભાગ છે. પાંચ ટકાએ માન્યું કે તેઓ બ્રાન્ડ બદલાવ અંગે વિચારી શકે છે, દસ ટકાએ મેનેજમેન્ટ બદલાવ અંગે વિચાર કરવા ગંભીર છે.
- 15 ટકા સહભાગીઓએ આશા વ્યક્ત કરી કે તેઓ લેન્ડર્સને ચાવીઓ પાછી આપવા ગંભીર છે. અંદાજે દસ ટકાએ તો કરી પણ નાખ્યું છે.
- વર્તમાન સમયે સહભાગીઓ માટેના ત્રણ પરિબળોમાં શ્રમ ઉપલબ્ધતા (75 ટકા), માંગ (૦ ટકા) અને મજૂર ખર્ચ (55 ટકા) નો સમાવેશ થાય છે.
- સરેરાશ, સર્વેમાં આવરી લેવામાં આવેલા શહેરી વિસ્તારોના ફુલ સર્વિસ ને લકઝરી પ્રોડક્ટવાળાએ વિચાર્યું કે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવું જોઇએ.