સર્વેઃ 84 ટકા બીઝનેસ ટ્રાવેલર્સને છ મહિનામાં ઇવેન્ટમાં હાજરી આપવાની અપેક્ષા

આંકડા દર્શાવે છે કે અમેરિકન બીઝનેસ ટ્રાવેલર્સ હવે પ્રત્ય મુલાકાત-બેઠકોમાં ભાગ લેવાની ઇચ્છા ધરાવે છે

0
1071
યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વે દરમિયાન એવું જાણવા મળ્યું છે કે અમેરિકામાં 84 ટકા બીઝનેસ ટ્રાવેલર્સ ઇચ્છી રહ્યાં છે કે તેઓ ફરીથી રૂબરૂ અને પ્રત્યક્ષ હાજરીવાળી કોન્ફરન્સ, સંમેલન અથવા ટ્રેડ શોમાં આવનારા છ મહિનામાં ભાગ લઇ શકશે. યુએસટીએ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે બીઝનેસ ટ્રાવેલ હવે મહામારી અગાઉના સ્તરની નજીક પહોંચી રહ્યું છે.

અમેરિકામાં 84 ટકા કરતા વધારે બીઝનેસ ટ્રાવેલ ઇચ્છી રહ્યા છે કે તેઓ કોન્ફરન્સ, કન્વેન્શન અથવા કોઇ ટ્રેડ શોમાં હાજરી આપવા માટે એક પ્રવાસનું આયોજન આવનારા છ મહિના દરમિયાન કરી શકશે, તેમ યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં આ બાબત જાણવા મળી છે.

જે ડી પાવરની ધી ક્વાર્ટરલી બીઝનેસ ટ્રાવેલ ટ્રેકર કહે છે કે પ્રત્યેક દસમાંથી એક બીઝનેસ ટ્રાવેલર્સ આવનારા છ મહિનામાં પ્રવાસ કરવા અંગે અનિશ્વિત છે. મીટીંગ્સ અને ઇવેન્ટનુંની સાથે કોર્પોરે પોલીસીને કારણે પણ બીઝનેસ ટ્રાવેલનું કારણ પણ આ પાછળ હોવાનું મનાય છે.

યુએસટીએ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે 2021માં મહામારી અગાઉના સ્તરની સરખમણીએ બીઝનેસ ટ્રાવેલર્સ 60 ટકા ઓછો ખર્ચ કરી રહ્યા છે. આંકડા દર્શાવે છે કે અમેરિકાના બીઝનેસ ટ્રાવેલર્સ ઇચ્છી રહ્યાં છે કે પ્રત્યક્ષ બેઠકો અને કાર્યક્રમો ફરીથી યોજાય.

આ અંગે યુએસટીએના પ્રેસિડેન્ટ અને સીઈઓ રોજર ડાવે કહ્યું હતું કે લોકોની હાજરી સાથેની મીટીંગ્સ અને ઇવેન્ટ તથા બીઝનેસ ટ્રાવેલ હવે સામાન્ય બનવું એ સારા સંકેત છે અને જણાય છે કે હવે પરિસ્થિતિ ફરીથી મહામારી અગાઉના સમયે પહોંચી રહી છે. પ્રત્યક્ષ મુલાકાતનો કોઇ વિકલ્પ નથી, તેન કારણે વધારે સારા ફળદાયી પરિણામ મળી શકે છે.

યુએસટીએ અને મીટીંગ્સ મીન્સ બીઝનેસ ગઠબંધન દ્વારા એપ્રિલ સાતના રોજ ગ્લોબલ મીટીંગ્સ ઇન્ડસ્ટ્રી ડે નું ખાસ મહત્વ રહ્યું હતું. કારણ કે મહામારીને કારણે વર્ચ્યુઅલ રીતે યોજાતી બેઠકો હવે પ્રત્યક્ષ મુલાકાત તરફ આગળ વધે છે.

બીઝનેસ ટ્રાવેલ ઇન્ડેક્સના માનવા અનુસાર 2022ના પ્રથમ ત્રિમાસિકગાળામાં બીઝનેસ ટ્રાવેલ એક્ટિવિટીમાં ફેરફાર જોવા મળ્યો છે. જીડીપી અને બીઝનેસ ઇન્વેસ્ટમેન્ટ સહિતની બાબતોમાં સુધારો જોવા મળ્યો છે. આ વર્ષે દ્વિતિય ત્રિમાસિક ગાળામાં ઇન્ડેક્સ 105ના સ્તરે પહોંચ્યો છે.

જે.ડી. પાવર ખાતે પ્રેક્ટિસ લીડ ફોર હોસ્પિટાલીનાં એન્ડીયા સ્ટોક્સ કહે છે કે સર્વેમાં આવરી લેવામાં આવેલા લોકોમાંથી અડધાથી વધુએ જણાવ્યું હતું કે તેઓ હવે તેઓ હવે પોતાના ગ્રાહકો સાથે રૂબરૂ મળીને પ્રત્યક્ષ મુલાકાત-બેઠકો કરીને પોતાના વેપારને આગળ લઇને કામગીરીને વધારે સુનિશ્ચિત કરવા ઇચ્છે છે.

તાજેતરમાં યુએસટીએ દ્વારા ફેડરલ સરકારને રજૂઆત કરીને માંગણી કરવામાં આવી હતી કે મહામારી અંગેના નિયંત્રણો દૂર કરીને તમામ પ્રતિબંધ હટાવી લેવામાં આવે અને સંપૂર્ણ તથા મુક્ત પ્રવાસ અંગેની નીતિનો અમલ કરવામાં આવે.