એસટીઆરઃ ઓમિક્રોનને કારણે થયેલા નુકસાનથી બહાર આવતી અમેરિકાની હોટલો

ફેબ્રુઆરીમાં ગોપપાર વધીને 58.88 ડોલર થયો, જે ઓક્ટોબર પછીનો સૌથી વધુ હતો

0
736
અમેરિકાની હોટલોનો ગોપપાર ફેબ્રુઆરીમાં વધીને 58.88 ડોલર થયો હતો. કોવિડ-19ના ઓમિક્રોન વરિયન્ટનું સંક્રમણ વધતાં તે જાન્યુઆરીમાં ઘટીને 20 ડોલર સુધી પહોંચી ગયો હતો તેમ એસટીઆરના માસિક પીએન્ડએલ રિપોર્ટમાં જણાવાયું છે.

અમેરિકામાં કોવિડ-19ના ઓમિક્રોન વરિયન્ટના સંક્રમણને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાંથી હવે હોટલો બહાર આવી રહી છે અને ઝડપથી નફો રળી રહી છે તેમ એસટીઆર દ્વારા જણાવાયું છે. ગોપપારમાં ફેરફાર થયા પછી તેમાં સુધારો જોવા મળી રહ્યો છે.

જાન્યુઆરીમાં આ ઘટાડાને કારણે 20 ડોલરના સ્તરે પહોંચેલું ગોપપાર ફેબ્રુઆરીમાં વધ્યું હતું અને વધીને 58.88 ડોલર થયું હતુ, જે ઓક્ટોબર પછીનો સૌથી વધુ ઉછાળો હતો તેમ એસટીઆરના માસિક પીએન્ડએલ રિપોર્ટમાં જણાવાયું હતું. મહિનાનો ટ્રેવપાર 169.77 ડોલર, ઈબીઆઈટીડીએ પાર 39.29 ડોલર અને લેબર કોસ્ટ 56.63 ડોલરના સ્તરે રહી હતી. જાન્યુઆરીમાં સરેરાશ દરેકમાં વધારો જોવા મળ્યો હતો. 2021માં અમેરિકાની હોટલોનો નફો મહામારી અગાઉના સ્તરે પહોંચીને 52 ટકાની સપાટીએ રહ્યો હતો તેમ એસટીઆર જણાવે છે.

એસટીઆરના ડિરેક્ટર ઓફ ફાયનાન્શિયલ પર્ફોર્મન્સ રાક્યુઅલ ઓર્ટિત્ઝ કહે છે કે હવે અમેરિકામાં પરિસ્થિતિ સુધરી રહી છે. હોટેલોના નફામાં સુધારો જોવા મળે છે. અગાઉના સ્તરની સરખામણીએ ફેબ્રુઆરીમાં નોંધપાત્ર સુધારો રહ્યો છે.

ગોપપારમાં એસટીઆર અનુસાર ટોચના 25 માર્કેટ હવે મહામારી અગાઉની સ્થિતિએ પહોંચ્યા છે, જેમાં માયામી 135 ટકા અને ફિનિક્સ 118 ટકા છે. ઘટાડા સાથે ન્યુયોર્ક 340 ટકા અને શિકાગો 187 ટકા છે, સમગ્ર જૂથમાં આ બે માર્કેટ નકારાત્મક સ્તરે છે.

ઓર્ટિત્ઝ કહે છે કે તાજેતરમાં થયેલા સુધારા દર્શાવે છે કે માર્ચના પીએન્ડએલ ડેટાની સરખામણીએ આપણે આગળ વધ્યા છીએ.

સમગ્ર લેબર કોસ્ટ પણ હવે મહામારીની અગાઉની સ્થિતિએ પહોંચીને 97 ટકા વધી છે તેમ એસટીઆરનું માનવું છે.

ઓર્ટિત્ઝ કહે છે કે અમે સ્પ્રિંગ અને ઉનાળાના મહિનાઓ તરફ નજર દોડાવીએ છીએ. જેમાં લેબર કોસ્ટમાં વધારા સાથે ડિમાન્ડમાં પણ વધારો થવાની સંભાવના રહેલી છે. અમારા ફેબ્રુઆરીના આંકડા દર્શાવે છે કે હવે નફાનો ગાળો સુધર્યો છે. રૂમરેટમાં પણ ફેરફાર જોવા મળે છે.

હોટ સ્ટેટ દ્વારા તાજેતરમાં જણાવાયું હતું કે અમેરિકાની હોટલોનો ફેબ્રુઆરીનો ગોપપાર 65.98 ડોલર રહ્યો હતો જે ઓક્ટોબર પછીનો સૌથી વધારે હતો. જ્યારે જાન્યુઆરીની સરખામણીએ 40 ડોલર વધુ હતો પરંતુ ફેબ્રુઆરી 2019ની સ્થિતિએ 90 ડોલર ઘટીને રહ્યો હતો.