અમેરિકન હોટેલ્સ ઓક્ટોબરમાં નફો રળી શકી છે તે દર્શાવતો વધુ એક માપદંડ હોય તો તે એસટીઆર છે. ટ્રાવેલ રિસર્ચ ફર્મે બીજી એજન્સીઓની જેમ સ્પષ્ટ કર્યુ છે કે જો કે આ નફો અત્યંત ઓછો છે, જ્યારે નવેમ્બરના અંતિમ સપ્તાહના પર્ફોમન્સ રિઝલ્ટ આ ચિંતામાં વધારો કરે છે.
ઓક્ટોબરમાં GOPPAR હકારાત્મક $12.69 હતુ, પરંતુ તે ગયા વર્ષની તુલનાએ ૮૮.૩ ટકા ઓછું છે, એમ એસટીઆરનું કહેવું છે. TRevPAR $70.96 હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ૭૨.૨ ટકાનો ઘટાડો દર્શાવે છે અને EBITDA PAR $3.24 નેગેટિવ હતો, જે ગયા વર્ષની તુલનાએ ૧૦૩.૮ ટકાનો ઘટાડો દર્શાવે છે. આ સિવાય મજૂરી ખર્ચ પણ ૬૧.૧ ટકા ઘટીને $31.28 થયો છે.
એસટીઆરના ઓપરેશન્સ એનાલિસ્ટ ઓડ્રી કોલમેને જણાવ્યું હતું કે ઓક્યુપન્સી ફ્લેટ રહી હોવા છતા અને સમર લેઇઝર લિફ્ટનું એક્સ્ટેન્શન ખતમ આવ્યું હોવા છતાં નફાકારકતાના આંકડામાં કેટલીક હકારાત્મક બાબતો પણ છે. નકારાત્મક પાસામાં જોઈએ તો ગ્રુપ કારોબારમાં સદંતર અભાવ જોવા મળી રહ્યો છે, કારણ કે અપર સ્કેલ હોટેલ્સે વિવિધ વર્ગોમાં અત્યંત નીચી GOPPAR દર્શાવી છે.
હોટસ્ટેટે તેનો ઓક્ટોબરનો નફાનુકસાન અહેવાલ જારી કર્યો છે અને યુ.એસ.માં ઓક્ટોબરમાં હકારાત્મક નફો થયો હોવાનું જણાવ્યું છે. ટ્રાવેલ રિસર્ચ ફર્મની ચેતવણી છે કે કોવિડ-૧૯ના ઉછાળાના લીધે પ્રતિબંધોના પરિણામે સ્થિતિ પલટાઈ પણ શકે છે.
નવેમ્બર પૂરો થવા આવ્યો ત્યારે હોટેલોની નબળી કામગીરી જારી રહી હતી, જ્યારે ઓક્યુપેન્સી દર ઘટીને ૩૬.૨ ટકા થયો હતો, આ દર મે પછી ૨૮મી નવેમ્બરના અંતેસૌથી ઓછો હતો. સપ્તાહ પહેલાનો તેનો ઘટાડો ૪૧.૨ ટકા હતો અને ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ૨૮.૫ ટકા ઘટાડો નોંધાવ્યો હતો. ADR $92.49 હતો, જે ગયા સપ્તાહે $88.54 હતો અને વાર્ષિક ધોરણે તેમા ૧૭.૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. RevPAR $33.49 હતો, જે સાપ્તાહિક ધોરણે $36.45થી ઘટ્યો હતો અને અગાઉના વર્ષની તુલનાએ ૪૧.૨ ટકા ઘટ્યો હતો.
ફ્લોરિડા કીઝે ગયા સપ્તાહે ૭૭.૮ ટકા જેટલું સૌથી ઊંચુ ઓક્યુપન્સી સ્તર નોંધાવ્યુ હતુ, તેના પછી નોક્સવિલે, ટેનેસીએ ૬૧.૮ ટકા, મેકએલેન-બ્રાઉન્સવિલે, ટેક્સાસે ૫૪.૫ ટકા અને ફ્લોરિડા ડેટોના બીચે ૫૩.૨ ટકાનો દર નોંધાવ્યો હતો.
ટોપ ૨૫ માર્કેટ્સમાં ટામ્પા-સેન્ટપીટર્સબર્ગ, ફ્લોરિડાએ સૌથી ઊંચો ૪૯.૭ ટકાનો ઓક્યુપન્સી દર નોંધાવ્યો હતો. સૌથી નીચી ઓક્યુપન્સીવાળા ટોપ માર્કેટ્સમાં મિન્નેપોલીસ, સેન્ટ પૌલ, મિન્નેસોટા-વિસ્કોન્સિનની ૨૨ ટકા સાથે હતા અને ઓહુ આઇલેન્ડ, હવાઈનો દર ૨૨.૭ ટકા હતો. આમ સંયુક્ત રીતે ટોચની ૨૫ની સૌથી નીચી ઓક્યુપન્સી ૩૪.૯ ટકા હતી, પરંતુ બીજા માર્કેટ્સની તુલનાએ તેનો ADR, $95.69 ઊંચો હતો.