એસટીઆરના જણાવ્યા મુજબ ટેક્સાસ અને લુઈસિયાનામાં લૌરા વાવાઝોડાને કારણે 29 ઓગસ્ટે પૂર્ણ થયેલા અઠવાડિયા દરમિયાન હોટેલ્સની માગ વધી હતી. જોકે, વાવાઝોડા પહેલા બિઝનેસ ખૂબ ઓછો હોવાના કારણે તેની અસર વધુ હતી અને એવી અપેક્ષા હતી કે, અગાઉના વાવાઝોડા કરતા તેનો સમયગાળો ઓછો રહેશે.
લૌરાના આવ્યા પહેલા હ્યુસ્ટનમાં વેસાઇડ ઇન્વેસ્ટમેન્ટ્સના પ્રેસિડેન્ટ મિરાજ પટેલે તેમની પ્રોપર્ટીને અસર બાબતે તૈયારી કરી હતી. ખાસ તો, ટેક્સાસના ગેલ્વેસ્ટનમાં તેમની હોટેલમાં તૈયારી કરી હતી. જોકે, પટેલની પ્રોપર્ટીને નુકસાન થયું નહોતું અને પછીથી તેમની રૂમ્સમાં ગેસ્ટ્સ આવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, ‘હા, ઈવેક્યુઈઝ અને ઇમરજન્સી કર્મચારીનો વધુ બિઝનેસ અમને ચોક્કસ મળશે. અમારા ગેસ્ટ્સ અને કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવા અમે સીડીસી માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા છીએ અને અત્યારે જરૂરતમંદ લોકોને મદદ કરવાની તક મળી તેના અમને આશીર્વાદ મળ્યા છે.’ વધુમાં, લેબર ડે વીકએન્ડમાં પણ વધારે આવકની ધારણા છે.’
લુઈસિઆનામાં હોટેલ બિઝનેસમાં ગત અઠવાડિયે 35.9 ટકાના વધારા સામે 29 ઓગસ્ટે પૂર્ણ થયેલા અઠવાડિયામાં 55.7 ટકાનો વધારો નોંધાયો હતો. ટેક્સાસના હોટેલ બિઝનેસમાં 17 ટકાનો સુધારો થઇને 54.4 ટકાના સ્તરે પહોંચ્યો છે.
એસટીઆરની લોજિંગ ઇન્સાઇટ્સના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ જેન ફ્રેટાગે જણાવ્યું હતું કે, ભૂતકાળની કુદરતી હોનારતોથી જુદું, આ વખતે વાવાઝોડામાં મોટાપાયે લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ હતી. લૌરા વાવાઝોડું એવા સમયે ત્રાટક્યું હતું કે કોરોના વાઈરસના રોગચાળાના કારણે હોટેલનો બિઝનેસ ખૂબ જ ઓછો હતો.
સામાન્ય રીતે આ વિશ્લેષણો સાથે, અમે તોફાનના માર્ગથી બજારોને ભૌગોલિક માગને કારણે સલામત વિસ્તારોમાં લઈ જઇએ છીએ. આ કેસમાં મોટાભાગના બજારોમાં હોટેલની માગમાં વધારો થવાની સાથે સ્થિતિ સરળ હતી, કારણ કે તોફાન અગાઉ મોટો બિઝનેસ ગુમાવ્યો નહોતો.’
હ્યુસ્ટનમાં એડીઆરનો સૌથી મોટો વધારો 11.6 ટકા વધીને 79.48 ડોલર થયો હતો, એ પછી ઓસ્ટિનમાં પણ 11.6 ટકા વધીને 79.48 ડોલર થયો હતો.
ફ્રેટાગે જણાવ્યું હતું કે, ‘અમે અપેક્ષા રાખીએ છીએ કે લૌરા વાવાઝોડાની અસર હોટેલના બિઝનેસ પર ટૂંકાગાળા માટેની રહેશે, વ્યાપક પ્રમાણમાં બિઝનેસ બંધ અને મોટા વિસ્થાપનથી લાંબાગાળાની અસરનું કારણ બને છે. સદનસીબે, આ તોફાન સાથે તેવું થશે નહીં.’
લુસિયાનામાં લાપ્લેસ ક્યુહોટેલ્સ મેનેજમેન્ટના પ્રેસિડેન્ટ અને હોટેલિયર વિમલ પટેલે લૌરા આવ્યાના એક અઠવાડિયા પછી ન્યૂ ઓર્લેન્સ નજીકની તેમની હોટેલ્સમાં ઓછા બિઝનેસનું અનુમાન કરી ચૂક્યા હતા. વિમલ પટેલે જણાવ્યું હતું કે, ગઇકાલ અને આજની વચ્ચે લાપ્લેસની હોટેલ્સમાં ઘણા યુટિલિટી કર્મચારીઓ રહ્યા હતા. મને લાગે છે કે, વીજળીની સુવિધા શરૂ થતાં નજીકના શહેરોમાં રૂમ્સ ઉપલબ્ધ થશે અને લોકો લેક ચાર્લ્સની નજીક જતા થશે.