અમેરિકાની હોટેલના એડીઆરમાં ફેરફાર જોવા મળ્યો છે અને તેની અસર માર્કેટમાં જોવા મળવાની સંભાવના એસટીઆર અને ટુરિઝમ ઇકોનોમિક્સ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ટ્રાવેલ રિસર્ચ ફર્મ દ્વારા સોમવારે લોસ એન્જલસમાં યોજાયેલી અમેરિકાસ લોજિંગ ઇન્વેસ્ટમેન્ટ સમિટ દરમિયાન નવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
નવી સંભાવના અનુસાર સુધારો થવાના સમયગાળામાં ફેરફાર વ્યક્ત કરવામાં આવ્યો છે. નવેમ્બરમાં કરવામાં આવેલી સંભાવના અનુસાર જ તેમાં સામાન્ય ફેરફાર છે. રેવપાર 2023 સુધીમાં 2019ના સ્તર સુધી પહોંચવાનું અપેક્ષિત છે, જોકે એડીઆર ફૂગાવો અને રેવપારમાં 2025 સુધીમાં સંપૂર્ણ સુધારો થવાની સંભાવના રહી છે તેમ પણ જણાવવામાં આવ્યું છે. ઓક્યુપન્સીમાં તે પ્રકારની સંભાવના જાહેર કરવામાં આવી છે.
આ અંગે એસટીઆરના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ઓફ કન્સલ્ટિંગ કાર્ટર વિલસન કહે છે કે ઇન્ડસ્ટ્રીએ 2021માં ફરીથી 2019ના સ્તરનો સુધારો હાંસલ કર્યો છે. ધીમી શરૂઆત પછી આ વર્ષે તેમાં ગતિ આવશે તેમ પણ માનવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે રેવપારમાં રિકવરીને કારણે પણ એડીઆર સહિતમાં સુધારો અને ફેરફાર જોવા મળશે તેમ મનાય છે.
ટીઈના ડિરેક્ટર આરન રયાન કહે છે કે સુધારો ધીમા પગે આવી રહ્યો છે અને માર્કેટમાં તેની અસર જોવા મળશે.
રયાન કહે છે કે પ્રથમ ત્રિમાસિક ગાળાથી આગળનું જોઇએ તો, આવનારા સમયમાં રિકવરીની સંભાવના વધારે મજબૂત બની રહી છે. જાહેર આરોગ્ય સેવા-સુવિધાઓમાં વધારો થયો છે, લેબર માર્કેટમાં ફેરફાર જોવા મળ્યો છે, હેલ્થી કન્ઝ્યુમર બેલેન્સ શીટ અને સતત વધી રહેલા બીઝનેસ ઇન્વેસ્ટમેન્ટ સહિતના પગલાંઓને કારણે રિકવરીમાં મજબૂર ફેરફાર જોવા મળી શકે તેમ છે.