STR, TE દ્વારા ઈન-પર્સન હન્ટર હોટલ કોન્ફરન્સમાં 2021 માટે નવી આગાહી

કુશળ મજૂર શોધવા સહિતના હોટેલવાળાઓના મુદ્દા શૉની થીમ હતી

0
940
અમાન્ડા હાઇટે, એસટીઆર પ્રેસિડેન્ટ, એટલાન્ટા ખાતે હન્ટર હોટેલ કોન્ફરન્સમાં સંસ્થાની આગામી સમયની કામગીરી અંગે રજૂઆત કરતા.

ડી.જે. રામા, સાઉથ કેરોલિના ખાતેના ગ્રીનવિલે ખાતે આવેલી ઓરો હોટેલ્સના પ્રેસિડેન્ટ અને સીઈઓ, ડાબે, એટલાન્ટા ખાતે યોજાયેલ હન્ટર હોટેલ કોન્ફરન્સમાં ટેનેસીના ચટ્ટાનૂગાસ્થિતિ વિઝન હોસ્પિટાલિટી ગ્રુપના પ્રેસિડેન્ટ અને સીઈઓ મિત્ચ પટેલ સાથે પેનલ ડિસ્કશનમાં ભાગ લેતા. રામાએ કહ્યું કે રામાએ કહ્યું કે હોટેલના ઓરડાઓની સફાઈ કરવા માટે પૂરતો સ્ટાફ નહીં હોવાને કારણે તેમને હોટેલની ક્ષમતા પર કાપ મુકવો પડ્યો હતો.

મહામારી કોવિડ-19ને કારણે માર્ચથી મેમાં મોકૂફ થયેલી હન્ટર હોટેલ કોન્ફરન્સ આખરે ડાઉનટાઉન એટલાન્ટા, ખાતે આયોજીત કરવામાં આવી હતી. કોન્ફરન્સ દરમિયાન એસટીઆર અને ટુરિઝમ ઈકોનોમિક્સના નવા સુધારેલ આગાહી રજૂ કરવામાં આવી હતી જેમાં નવો આશાવાદ દર્શાવવામાં આવ્યો હતો.

પ્રથમ ત્રિમાસિકગાળામાં અપેક્ષા કરતાં વધુ મજબૂત પરિણામ તરફ દોરી જતી અપેક્ષા એસટીઆર અને એલઈ દ્વારા 2021ની રીકવરી અંગે દર્શાવવામાં આવી છે. જોકે સંસ્થાઓને હજુ પણ આશા છે કે 2023 સુધીમાં તેમની આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકશે.

“અમેરિકામાં ટ્રાવેલ રીકવરીનો દ્વિતિય તબક્કો શરૂ થઇ ગયો છે,” તેમ ટુરિઝમ ઈકોનોમિક્સના પ્રેસિડેન્ટ એડમ સાક્સ દ્વારા કહેવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં મહામારીનો પ્રસાર અટકાવવા માટેની અસરકારક રસીકરણ તથા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આર્થિક પેકેજને કારણે અર્થતંત્રની ગાડી પાટે ચઢશે. જોકે અર્થતંત્રને સંપૂર્ણ રીતે બેઠાં થવામાં હજુ કેટલાક વર્ષનો સમય લાગી શકે તેમ છે.

ઉનાળા માટેની અપેક્ષાઓમાં પણ વધારો થયેલો જોવા મળે છે પરંતુ વર્ષની શરૂઆતથી તેની અસર જોવા મળી છે કારણ કે રસીકરણને પગલે મુસાફરી કરવાની માંગણીમાં પણ વધારો થયો છે તેમ અમાન્ડા હાઇટે, એસટીઆર પ્રેસિડેન્ટે કહ્યું હતું.

હાઇટેએ કહ્યું કે ગ્રાહકો પણ છેલ્લાં એક વર્ષથી જે અનુભવ લેવા માટે તરસી રહ્યાં હતા તે માટે બચતનો ઉપયોગ કરી નાખવા તૈયાર છે. અમે જોયું કે ગત માર્ચ અને તાજેતરમાં એપ્રિલમાં વિકએન્ડ ઓક્યુપન્સીમાં વધારો જોવા મળ્યો છે જે દર્શાવે છે કે ટ્રાવેલમાં કેટલોક વેપાર પાછો આવ્યો છે.

કોન્ફરન્સ ખાતેની રીકરીંગ થીમ એ હોટેલોમાં મજૂરોની અછત તથા અન્ય ઉદ્યોગોને અસર કરનારા વિવિધ મુદ્દાઓ રહ્યાં હતા.

મજૂરોની અછત અંગે એક કારણ એ પણ આપવામાં આવ્યું હતું કે તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાહત પેકેજમાં બેરોજગારોને લગતી બાબત રહી હતી. ડિ. જે. રામા કે જેઓ સાઉથ કેરોલિના ખાતેના ગ્રીનવિલેસ્થિત ઓરો હોટેલ્સના પ્રેસિડેન્ટ અને સીઈઓ છે તેમણે કોન્ફરન્સમાં પેનલ ડિસક્શનમાં ભાગ લીધો હતો અને તેમણે ભાગ લેનારાઓને સ્થાનિક સરકારને મદદરૂપ થવા રજૂઆત માટે જણાવ્યું હતું.

રામાએ કહ્યું હતું કે અમારી પાસે અમારી હોટેલ્સમાં ઓરડાઓની સફાઈ કરવા માટે પૂરતો સ્ટાફ નહીં હોવાને કારણે અમારી ઇન્વેન્ટરી કેપમાં 60 ટકા સુધીનો ભાર મુકવામાં આવ્યો છે.