એસટીઆર, ટીઈની આગાહી અનુસાર યુ.એસ. હોટેલ્સ માટે આ વર્ષે એડીઆર સંપૂર્ણ રિકવરી નજીક હશે

રેવપારમાં 2023 સુધી રિકવરી આવી શકશે, જ્યારે ફૂગાવો અને લેબર કોસ્ટ પણ ધ્યાને રાખવું પડશે

0
858
અણધારી રીતે મજબૂત માંગને કારણે એડીઆરમાં ઉછાળો આવ્યો છે અને એસટીઆર તથા ટુરિઝમ ઇકોનોમિક્સ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા 43મા વાર્ષિક એનવાયુ ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવેલી આગાહી અનુસાર 2022 સુધી સુધારો જોવા મળી શકે તેમ છે. રેવપારમાં પણ 2023 સુધી સંપૂર્ણ સુધારો જોવા મળી શકે તેમ છે.

અમેરિકાની હોટેલ ઇન્ડસ્ટ્રી કોવિડ-19 મહામારીની અસરમાંથી બહાર આવી રહી છે તેમ એસટીઆરના તાજેતરના ઇન્ડસ્ટ્રી ફોરકાસ્ટમાં જણાવવામાં આવ્યું છે. જોકે લેબર કોસ્ટ સહિતની કેટલીક બાબતો હજુ પણ ઉદ્યોગ સામે પડકાર બની રહી છે.

એડીઆરમાં 2022 સુધીમાં સંપૂર્ણ રીતે સુધારો જોવા મળી શકે તેમ છે. આ વર્ષની 130 ડોલરની સરેરાશ આગાહી 63.4 ટકા સુધી પહોંચી ગઇ છે. રેવપાર પણ આ વર્ષની સરેરાશમાં 82 ડોલરે પહોંચ્યું છે, જે 2019ની સરખામણીએ ચાર ટકા ઓછું છે, જોકે તેમાં 2023 સુધીમાં સંપૂર્ણ સુધારો જોવા મળી શકે તેમ છે, તેમ 43મા વાર્ષિક ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવ્યું હતું.

એસટીઆર અને ટુરિઝમ ઇકોનોમિક્સનું કહેવું છે કે દેશના અર્થતંત્રમાં અનેક સુધારાલક્ષી ફેરફાર જોવા મળી શકે તેમ છે.

એસટીઆરના પ્રેસિડેન્ટ અમાન્ડા હિતે આ અંગે કહે છે કે એક વર્ષમાં આપણે સુધારાની વધારે નજીક પહોંચી શક્યા છીએ, રેવપાર અને એડીઆરમાં ફેરફાર જોવા મળ્યો છે. અમારી આગાહી અને આશાથી વધારે સુધારો એડીઆરમાં જોવા મળ્યો છે અને તેને કારણે એડીઆરમાં વધારો પણ થયો હોવાનું જણાયું છે. રેવપાર અને એડીઆરમાં ફૂગાવાને લઇને પણ બદલાવ જોવા મળ્યો છે. કોવિડ-19 મહામારીની અસરમાંથી ઉદ્યોગ હવે બહાર આવી રહ્યું છે. વેપારમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આવનારા સમયમાં પણ હોટેલ ઉદ્યોગમાં વધારે સારો સુધારો જોવા મળી શકે તેમ છે.

તાજેતરમાં ઓક્ટોબરમાં, સીબીઆરઈ હોટેલ રીસર્ચ દ્વારા આગાહીમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ આગાહીમાં દેશમાં કોવિડ-19 મહામારીના ડેલ્ટા વરિયન્ટના સંક્રમણના વધારાને કારણે ફેરફાર કરાયો હતો. બિઝનેસ ટ્રાવેલ ફરી પાટે ચઢી રહ્યું છે. ટુરિઝમ ઇકોનોમિક્સના ડિરેક્ટર એરન રાયન કહે છે કે જાહેર આરોગ્યની પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે.

પાનખરની સિઝનમાં ટ્રાવેલ એક્ટિવિટી મજબૂત વેગ સાથે પ્રવેશી છે. જાહેર આરોગ્યની પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે અને અર્થતંત્રમાં પણ સ્થિરતા આવી રહી છે. ઉપરાંત બિઝનેસ અને ગ્રુપ ટ્રાવેલર્સ પણ લેઇઝર ટ્રાવેલર્સ સાથે જોડાય તેવી સંભાવના વધારે પ્રબળ બની છે. તેને કારણે હોટેલ ઉદ્યોગોના નફામાં પણ સુધારો જોવા મળી શકે તેમ છે. આવનારા સમયમાં પરિસ્થિતિ 2019ની પહેલાની સ્થિતિએ પહોંચી શકે તેમ લાગી રહ્યું હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.