STR: શોર્ટ-ટર્મ રેન્ટલ ફેબ્રુઆરીમાં મજબૂત સ્તરે

આ ક્ષેત્રે હોટેલ્સમાં વધારો આગળ ચાલુ રાખ્યો છે

0
1275
માયામી, નેશવિલે અને ફિલાડેલ્ફિયા ખાતે ટૂંકા ગાળા માટેનાં ભાડાંની ઓક્યુપન્સીમાં ફેબ્રુઆરીમાં વધારો જોવા મળ્યો હોવાનું એસટીઆર તેના અહેવાલમાં જણાવે છે.

એસટીઆર અનુસાર માયામી, નેશવિલે અને ફિલાડેલ્ફિયા માટે શોર્ટ ટર્મ રેન્ટલ માટે ફેબ્રુઆરી એ બીજો મજબૂત મહિનો રહ્યો હતો. આ ત્રણેય શહેરના માર્કેટમાં ટૂંકા ગાળા માટેના ભાડાંમાં સારો દેખાવ રહ્યો છે.

માયામી

માયામી ખાતે, મહિના દરમિયાનની શોર્ટ-ટર્મ રેન્ટલ ઓક્યુપન્સી 94.6 ટકાએ પહોંચી હતી, જે જાન્યુઆરીની સરખામણીએ 5.8 ટકા વધુ હતી. એડીઆર 212.23 ડોલર હતું અને પ્રતિ ઉપલબ્ધ રૂમ દીઠ આવક 200.75 ડોલર રહી હતી.

“માયામી ખાતેની શોર્ટ-ટર્મ રેન્ટલ ઓક્યુપન્સીમાં, એડીઆર અને રેવપાર ફેબ્રુઆરી 2020ની સરખામણીએ સૌથી ઉંચુ રહ્યું હતું તેમ એસટીઆર જણાવે છે. સરખામણી કરીએ તો માયામી ખાતેની હોટલોની ફેબ્રુઆરીની ઓક્યુપન્સી 65.5 ટકા રહી હતી.

નેશવિલે

નેશવિલે ખાતેની શોર્ટ-ટર્મ રેન્ટલ ઓક્યુપન્સી 64.1 ટકા રહી, જે જાન્યુઆરીની સરખામણીએ 21.2 ટકા વધુ હતી. એડીઆર 89.61 ડોલર, 0.6 ટકાના ઘટાડા સાથે, અને રેવપાર 57.42 ડોલર, 20.4 ટકા વધુ હતો.

નેશવિલેનું શોર્ટ-ટર્મ રેન્ટલ ઓક્યુપન્સી નવેમ્બર 2019થી તેના કોઇપણ મહિનાની સરખામણીએ ઉચ્ચ સ્તરે હતું. જ્યારે રેવપાર નવેમ્બર 2020ની સ્થિતિએ ઉચ્ચ હતું. માર્કેટમાં હોટેલ ઓક્યુપન્સી સરખામણીમાં ઓછી રહી હોવાનું એસટીઆર જણાવે છે.

ફિલાડેલ્ફિયા

ફિલાડેલ્ફિયા ખાતે, ફેબ્રુઆરીમાં 52.3 ઓક્યુપન્સી જોવા મળી, જે માસિકદરે 10.1 ટકા વધુ હતી. એડીઆર 161.06 ડોલર, 0.1 ટકા ઓછું અને રેવપાર 84.29 ડોલર, 10.2 ટક વધુ હતું.

એસટીઆર અનુસાર ફિલાડેલ્ફિયાનું શોર્ટ-ટર્મ રેન્ટલ એડીઆર તેના મે મહિનાની સરખામણીએ ઓછું રહ્યું હતું. માર્કેટની હોટેલ ઓક્યુપન્સી 41.2 ટકા રહી હોવાનું પણ જણાવાયું છે.

શોર્ટ-ટર્મ રેન્ટલ પાર્ટી માટેના એસટીઆરના અભ્યાસના પ્રાયોગિકસ્તરે આ ત્રણ માર્કેટમાં અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં મલ્ટી ફેમિલી અને સિંગલ ફેમિલી શોર્ટ-ટર્મ રેન્ટલનો અભ્યાસ કરાયો હતો.