STR: માર્ચનો નફો 2019ની સરખામણીએ અડધો થયો

ફેબ્રુઆરીથી ગોપપાર, ટ્રેવપાર અને એબિત્દા ઉચ્ચ સપાટીએ

0
932
સમગ્ર મહિના દરમિયાન થયેલ કુલ આવક 2019ની સરખામણીએ અડધા સ્તરે જ પહોંચી છે તેમ એસટીઆરનો માર્ચ 2021નો માસિક પીએન્ડએલ ડેટા રીલિઝ દર્શાવે છે. ગોપપાર 26.79 ડોલર, ટ્રેવપાર 86.61 ડોલર અને એતિબ્ડાપાર 12.77 ડોલરે રહ્યો જે ફેબ્રુઆરી 2020થી સૌથી ઉચ્ચ સ્તરે છે.

હોટેલ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોએ આ મહિના માટે સંભાવના વ્યક્ત કરી હતી કે તે મહિના દરમિયાન કુલ આવક 2019ના સ્તરે આવી જશે. માર્ચ દરમિયાન, અમેરિકાની હોટેલોની કુલ કમાણી અડધા સ્તર સુધી પહોંચી શકી તેમ એસટીઆર જણાવે છે.

એસટીઆરના માર્ચ 2021 મન્થલી પીએન્ડએલ ડેટા રીલિઝમાં જણાવ્યા અનુસાર 2019ની સરખામણીએ કુલ આવક મહિના દરમિયાન 50 ટકા જેટલી જ થઇ શકી છે. ગોપપાર, ટ્રેવપાર અને એતિબ્દા પાર ફેબ્રુઆરી 2020થી મહિના દરમિયાન સૌથી ઉચ્ચ સ્તરે ક્રમશઃ 26.79 ડોલર, 86.61 ડોલર અને 12.77 ડોલર હતું.

માણસો રાખવાની મુશ્કેલીઓ વચ્ચે કુલ લેબર કોસ્ટ ગત માર્ચની કુલ સરખામણીએ 60 ટકા, 27.66 ડોલર રહી હતી.

આ બાબતે એસટીઆરના આસિસ્ટન્ટ ડિરેક્ટર ઓફ ફાયનાન્સિયલ પરફોર્મન્સ રક્યુઅલ ઓર્ટિઝે જણાવ્યું હતું કે, અમે રૂમ રેવન્યુમાં સતત સુધારો જોઇ રહ્યાં છીએ, પરંતુ અન્ય બાબતોને સાથે સાંકળીએ તો ઈન્ડસ્ટ્રી ટ્રેવપાર જોઇએ તે સ્તરે પહોંચી શક્યું નથી. દરમિયાન સમાન સમયગાળા દરમિયાન એફએન્ડબી ખર્ચના અભાવે પ્રોફિટ માર્જિનને પણ અસર પહોંચી છે.

હોટસ્ટેટ્સ દ્વારા તેના અગાઉના પીએન્ડએલ રીપોર્ટમાં પણ જણાવ્યું હતું કે અમેરિકાની હોટેલોની કુલ આવક મધ્યમ સ્તરે રહી હતી. ઓર્ટિઝે કહ્યું કે રીકવરી દર્શાવે છે કે પરિસ્થિતિમાં બદલાવ આવશે.

સદનસીબે દરેક હોટેલ સામે પડકાર નથી. પૂરતા પ્રમાણમાં માંગ ધરાવતી હોટેલોની ઓક્યુપન્સી લેવલ 50 ટકાએ પહોંચ્યું જે નફામાં તબદિલ થઇ શકે. જે ખરેખર તો લિમિટેડ-સર્વિસ સેગમેન્ટ માટે નોંધપાત્ર બાબત ગણાવી શકાય છે. તેણીએ કહ્યું હતું કે તાજેતરમાં જોવા મળેલા બદલાવથી હોટેલોની કુલ આવક અને નફાને અસર થઇ શકે તેમ છે.

તાજેતરમાં, આ અઠવાડિયે હોસ્પિટાલિટી એસેટ મેનેજર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવેલા દ્વિ-વાર્ષિક સર્વેમાં જાણવા મળ્યું હતું કે હામાના અડધાથી વધુ સભ્યો માને છે કે રેવપાર સાલ 2023 સુધીમાં સાલ 2019ના સ્તરે આવી શકશે અને લગભગ દસ ટકા માને છે કે તે સાલ 2022 સુધી આ સ્તરે આવી જશે. જોકે અંદાજે 37 ટકા માને છે કે તે 2024 સુધી થશે. 2025 અને 2026ની આગાહી અનુસાર તે ક્રમશઃ ત્રણ ટકા અને એક ટકા છે.