લેબર ડે પહેલાના દિવસોમાં ઓક્યુપન્સીમાં ઘટાડો ચાલુ રહ્યોઃ એસટીઆર

કેટલાક વિસ્તારોને હરિકેન લૌરાના કારણે ઓક્યુપન્સીમાં વધારાનો લાભ મળ્યો

0
1019
ઓગસ્ટ 29ના રોજ પુરા થયેલા વીક માટે ઓક્યુપન્સી 48.2 ટકા રહી હતી, જે અગાઉના વર્ષની તુલનાએ 27.7 ટકાનો તથા અગાઉના સપ્તાહની તુલનાએ નજીવો 0.6 ટકાનો ઘટાડો દર્શાવે છે. 50 ટકાનો ઓક્યુપન્સીનો આંકડો પાર કરવાની દિશામાં વૃદ્ધિના બદલે સતત ત્રણ વીકથી આ રીતે ઘટાડો જ નોંધાતો રહ્યો છે

લેબરડે વીકેન્ડના પહેલાના વીકમાં, અમેરિકાના હોટેલ્સની ઓક્યુપન્સીના આંકડા ફરી અગાઉના વીકની તુલનાએ ઘટાડો દર્શાવે છે, તેના પરિણામે એસટીઆર ખાતેના નિષ્ણાતો સમરના મોટા પાયે ટ્રાવેલના છેલ્લા વીકેન્ડ, લેબર ડે વિષે ચિંતિત બન્યા હતા. જો કે, RevPARમાં ઘટાડાની ગતિ ધીમી પડી જ રહી છે, વીકેન્ડની ઓક્યુપન્સી હજી પણ એકધારી જણાય છે, તો લુઈસિઆના અને ટેક્સાસમાં તો હરિકેન લૌરાના કારણે ઓક્યુપન્સીમાં વધારો થયો છે.

ઓગસ્ટ 29ના રોજ પુરા થયેલા વીકેન્ડ માટે ઓક્યુપન્સી 48.2 ટકા રહી હતી, જે એક વર્ષ અગાઉના આ વીકેન્ડની તુલનાએ 27.7 ટકાનો ઘટાડો થયો હતો, તો આ વર્ષે જ તેના અગાઉના વીકના 48.8 ટકા કરતાં પણ તે નીચી તો રહી જ હતી. ત્રણ વીક અગાઉ 50 ઓક્યુપન્સીનો આંકડો પાર કરવાની ધારણા હતી તેની જગ્યાએ તેમાં ઘટાડાનું વલણ જારી રહ્યું હતું. એડીઆર $98.39 રહ્યો હતો, જે એક વર્ષ અગાઉના ગાળાની તુલનાએ 23.2 ટકાનો ઘટાડો દર્શાવે છે, તો RevPAR $47.38 રહ્યો હતો, જે ગયા વર્ષની તુલનાએ 44.5 ટકા નીચો છે.

ઉક્ત વીક માટેના ડેટાના વિડિયો ડીપ ડાઈવમાં એસટીઆરના લોજીંગ ઈન્સાઈટ્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ, જેન ફ્રેટાગે જણાવ્યું હતું કે, “આ સ્થિતિ લેબર ડે પહેલાની છે. લેબર ડે આવે અને જાય તે પછી શું થશે તે જોવા અમે ખૂબ ખૂબ આતુર છીએ.”

વીકેન્ડની ઓક્યુપન્સી પણ 57 ટકાથી ઘટીને 54.7 ટકાની થઈ હતી, જો કે ફ્રેટાગના કહેવા મુજબ મેટ્રિક સ્થિર રહેવાની તેમની ધારણા છે.

“મને બહુ ખાતરી નથી કે આંકડામાં કોઈ મોટો ઘટાડો આવે. અમે એવું સાંભળ્યું છે કે, હવે વર્ચ્યુઅલી (ઓફિસ ગયા વિના) કામ કરી શકાતું હોવાથી અને બાળકોની સ્કૂલ્સ પણ વર્ચ્યુઅલ હોવાથી લોકો વધુ લાંબી વીકેન્ડ ટ્રીપ્સમાં જઈ રહ્યા છે. આ રીતે, તેઓ ક્યાં છે, તેનાથી સ્થિતિમાં કોઈ ફરક પડતો નથી અને તેથી બીચ તથા માઉન્ટેઈન ડેસ્ટિનેશન્સમાં વીકેન્ડ ઓક્યુપન્સીમાં વધારો થવાની આશા છે.”

ઉક્ત વીક માટેની રૂમ ડીમાન્ડમાં પણ 1.3 ટકાનો ઘટાડો થયો હતો, જેના પગલે છેલ્લા એક વીકમાં સરેરાશ ઘટાડો 0.9 ટકાનો રહ્યો હતો.

“હવે આપણે ત્રીજા ક્વાર્ટરમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે એ વીકેન્ડ માટેનો ઘટાડો કઈં બહુ મોટો નથી અને આગામી ક્વાર્ટરમાં બિઝનેસ ટ્રાવેલર્સની સંખ્યા પરંપરાગત રીતે તો ઉંચી રહે છે, પણ અમારી એવી ધારણા નથી કે, એ પરંપરાગત રીતે ઉંચા બિઝનેસ ટ્રાવેલર્સના આંકડા આ વર્ષે પણ સાકાર થાય,”

ઓક્યુપન્સીના સર્વોચ્ચ સ્તર ધરાવતી માર્કેટ્સ મેકએલન/બ્રાઉન્સવિલે, ટેકસાસ 782. ટકા સાથે હતી, તો ન્યૂ જર્સી શોરનો ઓક્યુપન્સીનો દર 70.2 ટકા તથા કેલિફોર્નીઆ નોર્થ સેન્ટ્રલનો પણ એટલો જ દર હતો.

અમે આ વીક લુઈસિઆના નોર્થ (70 ટકા સાથે) ઉમેરી રહ્યા છીએ, કારણ કે, દેખિતી રીતે હરિકેન લૌરાએ અનેક લોકોને સલામત સ્થળે ખસી જવાની ફરજ પાડી હતી અને તેના કારણે ઓક્યુપન્સીમાં વધારો થયો હતો.

હવાઈની ઓઆહુ, કાઉએ તથા મોઉઈમાં સૌથી ઓછી ઓક્યુપન્સી – અનુક્રમે 26.6, 19.9 અને 16.3 ટકા રહી હતી.