લેબર ડે વીકેન્ડના કારણે ઓક્યુપન્સીમાં વધારો થયોઃ એસટીઆર

આ અસર જો કે, ટેમ્પરરી હોઈ શકે, કેમ કે લીઝર ટ્રાવેલમાં ઘટાડો થયો છે

0
971
5 સપ્ટેમ્બરે પુરા થયેલા લેબર ડે વીકેન્ડમાં હોટેલ્સની ઓક્યુપન્સી 49.4 ટકાની રહી હતી, જે તેની અગાઉના વીકેન્ડના 48.2 ટકા કરતાં વધુ હોવા છતાં એક વર્ષ પહેલાના સંબંધિત વીકેન્ડની તુલનાએ 18.9 ટકા ઓછી રહી હોવાનું એસટીઆરના રીપોર્ટમાં જણાવાયું છે. એડીઆર $100.97 રહ્યો હતો, જે ગયા વર્ષની તુલનાએ 17.1 ટકા ઓછો રહ્યો હતો, તો $49.87 રહ્યો હતો, જે ગયા વર્ષની તુલનાએ 32.8 ટકા રહ્યો હતો.

લેબર ડે વીકેન્ડના કારણે અમેરિકાની હોટેલ્સની ઓક્યુપન્સીમાં સપ્ટેમ્બર, 05ના રોજ પુરા થયેલા વીકેન્ડ માટે અપેક્ષા મુજબનો વધારો થયાનું એસટીઆરના અહેવાલમાં જણાવાયું હતું. જો કે, હવે લીઝર ટ્રાવેલ (હરવા, ફરવા, શોખ માટે) માં ઘટાડો થવાની ધારણા છે ત્યારે હવે પછી શું થશે તે એક મોટો સવાલ છે.

લેબર ડેના વીક માટેની ઓક્યુપન્સી 49.4 ટકા રહી હતી, જે અગાઉના વીકની 48.2 ટકાની તુલનાએ વધુ રહી હતી, જો કે, એક વર્ષ અગાઉના આ જ સપ્તાહની સરખામણીએ તે 18.9 ટકા ઓછી રહી હતી. એડીઆર $100.97 રહ્યો હતો, જે ગયા વર્ષની તુલનાએ 17.1 ટકા ઓછો રહ્યો હતો, તો $49.87 રહ્યો હતો, જે ગયા વર્ષની તુલનાએ 32.8 ટકા રહ્યો હતો.

એસટીઆરે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, “હોટેલ ડીમાન્ડ વધીને 18 મિલિયન રૂમ નાઈટ્સ સોલ્ડની રહી હતી, જે અગાઉના વીકની તુલનાએ 500,000 વધુ રહી હતી. શનિવારે, 5 સપ્ટેમ્બરના રોજ ઓક્યુપન્સી 69 ટકા રહી હતી, જે 2019ના એ જ શનિવારની સરખામણીએ ફક્ત 2.6 ટકા નીચી રહી હતી. સમરમાં સૌથી ઉંચી ઓક્યુપન્સી દર્શાવનારી લીઝર માર્કેટ્સમાં તો અગાઉના વીકની તુલનાએ નોંધપાત્ર વધારો રહ્યો હતો.”

આ ઉદ્યોગ ધીમે ધીમે કોવિડ-19ની મંદીમાંથી બહાર આવી રહ્યા હોવાના સ્પષ્ટ સંકેતો RevPAR ના ટકાવારીમાં ફેરફારના ડેટામાંથી મળતા હતા, એમ એસટીઆરના લોજીંગ ઈન્સાઈટ્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ, જેન ફ્રેટાગે લેબર ડે વીકેન્ડ માટેના ડેટાની વિડિયો ડીપ ડાઈવમાં કહ્યું હતું.

“ઓગસ્ટ મહિના માટે, અમારી ધારણા છે કે, RevPAR ગયા વર્ષના ઓગસ્ટની તુલનાએ લગભગ માઈનસ 47.5 ટકા જેટલો રહેશે. એ દેખિતી રીતે વૃદ્ધિ સૂચક અને લીઝર ટ્રાવેલમાં સતત વધારાના સંકેતરૂપ હશે. હવે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં શું થશે એ વિષે કોઈ કલ્પના કરવી મુશ્કેલ છે. એવું શકય છે કે, કોર્પોરેટ ગ્રુપ ડીમાન્ડના અભાવે, RevPAR માં તફાવત વધુ નકારાત્મક રહે. એના વિષે આગામી મહિનાઓમાં આપણે સંભાવનાઓ તરફ એક નજર કરીએ.”

સપ્ટેમ્બર 5ના રોજ પુરા થયેલા વીક માટે RevPAR માં 32.8 ટકાનો ઘટાડો એસટીઆર દ્વારા છેલ્લા કેટલાક સમય દરમિયાન નોંધ લેવાતી રહેલી વિગતોની તુલનાએ થોડો સારો છે, એમ ફ્રેટાગે કહ્યું હતું. મૂળભૂત રીતે, તે માર્ચના પ્રારંભના પરિણામોની સમકક્ષ છે.

તેની સાથે સાથે, કોવિડ-19ના નવા કેસની સંખ્યા પણ સાપ્તાહિક 300,000 કરતાં ઘણી ઓછી છે.

હવે શું થશે તેનું નિરીક્ષણ કરવું રસપ્રદ થઈ પડશે, કારણ કે સ્થિતિ હવે કઈંક વધારે સામાન્ય થઈ રહી છે અને છતાં વાસ્તવમાં તે લીઝર ટ્રાવેલની ડીમાન્ડના સંદર્ભમાં એટલી સામાન્ય નથી, ખાસ કરીને RevPAR માં ટકાવારીમાં ફેરફારના સંદર્ભમાં.

વીકેન્ડનો 69 ટકાનો ઓક્યુપન્સી દર પણ સારો સંકેત હોવાનું ફ્રેટાગે જણાવ્યું હતું.

એક વર્ષ અગાઉના એ જ શનિવારની તુલનાએ તે ફક્ત 2.6 ટકા ઓછો હતો, તેને ધ્યાનમાં લેતાં એ પછીનું, વર્તમાન વીક અગાઉના વર્ષની ખૂબજ નિકટના પરિણામો દર્શાવનારૂં રહેવાની શક્યતા છે. જો કે, એ ફરી લેબર ડેની અસર હોઈ શકે છે. તે સુધારો કેટલો ટકાઉ રહેશે તે વિષે મને બહુ વિશ્વાસ નથી.

ફ્રેટાગે વધુમાં જણાવ્યું હતું કે, અપર મિડસ્કેલ, મિડસ્કેલ તથા ઈકોનોમી ક્લાસની હોટેલ્સમાં જ 50 ટકાથી વધારેનો ઓક્યુપન્સી રેટ રહ્યો હતો, જે સુધારાના સંકેત આપે છે, પણ સ્થિતિમાં સુધારો ફક્ત તેમના પુરતો મર્યાદિત નથી, વૈશ્વિક રોગચાળાથી સૌથી વધુ પ્રભાવિત લક્ઝરી અને અપર સ્કેલની હોટેલ્સમાં પણ ઓક્યુપન્સી વધીને લગભગ 40 ટકાની આસપાસની રહી હતી. તેમના અંદાજ મુજબ આ સુધારા પાછળ એ સંભાવના છે કે, ઘણાં જ ઉંચા પગારો મેળવતા “થોટ વર્કર્સ” પણ લાંબા સમયથી ઘરમાં કેદ રહ્યા છે, તેમાંના કેટલાકે પણ આ વીકેન્ડનો લાભ લઈ વધુ અપસ્કેલ પ્રોપર્ટીઝની સેવાઓનો ઉપયોગ કર્યો હતો.