એસટીઆરઃ 2021માં હોટેલ ગોપપાર 2019ની સરખામણીએ 52 ટકા રહ્યું

ખાસ કરીને રજાઓને કારણે નવેમ્બર અને ડિસેમ્બર મહિનો મજબૂત રહ્યો

0
700
2021 માટેનો ગોપપાર 40.48 ડોલર, 2019ની સરખામણીએ 52 ટકા રહ્યો હોવાનું એસટીઆરના રિપોર્ટમાં જણાવાયું છે. ટ્રેવપાર 124.36 ડોલર અને ઈબીઆઈટીડીએ 23.96 ડોલર રહ્યું. લેબર કોસ્ટ 41.82 ડોલર રહી.

2021માં અમેરિકાની હોટેલો માટે ગોપપાર 2019ના સ્તરની સરખામણીએ 52 ટકાએ પહોંચ્યું હતું, તેમ એસટીઆરના આખા વર્ષના 2021 પીએન્ડએલ ડેટા રિલીઝમાં જણાવાયું છે. ગત વર્ષે રજાઓના સમયગાળાને કારણે માર્કેટ મજબૂત રહ્યું હતું.

વર્ષનો ગોપપાર 40.48 ડોલર, ટ્રેવપાર 124.36 ડોલર અને ઇબીઆઈટીડીએ પાર 23.96 ડોલરના સ્તરે રહ્યું હતું. લેબર કોસ્ટનું સ્તર 41.82 ડોલરે પહોંચ્યું હતું.

નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમિયાન રજાઓને કારણે માર્કેટને તેનો લાભ મળ્યો છે. ડિસેમ્બરમાં 2021નો સૌથી વધારે રિકવરી ઇન્ડેક્સ ચાવીરૂપ સ્તરે પહોંચ્યું હતું. મહિનાનો ગોપપાર 46.98 ડોલરના સ્તરે રહ્યું હતું, ટ્રેવપાર 154.50 ડોલર ઈબીઆઈટીડીએ પાર 29.76 ડોલર અને લેબર કોસ્ટ 56.30 ડોલરના સ્તરે પહોંચ્યું હતું. નવેમ્બરમાં, મહિનાનો ગોપપાર 50.07 ડોલર, ટ્રેવપાર 153.74 ડોલર, ઇબીઆઈટીડીએ પાર 34.55 ડોલર અને લેબર 53.55 ડોલરના સ્તરે રહી હતી.

ઓક્ટોબર દરમિયાન પણ વેપારમાં સારો દેખાવ રહ્યો હતો. જે દરમિયાન ગોપપાર 62.75 ડોલર, જે સપ્ટેમ્બરની સરખામણીએ 46.29 ડોલર વધારે રહ્યો હતો. મહિનાનો ટ્રેવપાર 165.03 ડોલર રહ્યો, જે તેના અગાઉના મહિનામાં 140.94 ડોલર રહ્યો હતો. ઈબીઆઈટીડીએ પાર 44.14 ડોલર, જે સપ્ટેમ્બરના સ્તરની સરખામણીએ 30.47 ડોલર વધુ હતું. દરમિયાન સમાન ગાળા દરમિયાન લેબર કોસ્ટમાં પણ વધારો જોવા મળ્યો હતો. લેબર કોસ્ટ તેના અગાઉના મહિના ઓક્ટોબરમાં 52.17 ડોલરની સામે 47.50 ડોલર રહ્યું હતું.

આ અંગે એસટીઆરના આસિસ્ટન્ટ ડિરેક્ટર ઓફ ફાયનાન્શિયલ પરફોર્મન્સ રાક્યુઅલ ઓરતિઝ કહે છે કે હવે લાગે છે કે ઇન્ડસ્ટ્રી સુધારા તરફ આગળ વધી રહી છે. 2021માં અનેક નોંધપાત્ર ફેરફારો અને સુધારો પણ જોવા મળ્યા છે.

દરમિયાન, દરેક મહત્વના માર્કેટમાં વર્ષનો ગોપપાર અને ખાસ કરીને બીચ ડેસ્ટિનેશન જેવા કે માયામી અને ટામ્પામાં સકારાત્મક ગોપપાર નોંધાયો છે. સાન ફ્રાન્સિસકો અને સાન માટીઓ સહિતના માર્કેટમાં પણ ગોપપાર ને ટ્રેવપારમાં મહત્વના ફેરફાર નોંધાયા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.