નવેમ્બરમાં હોટેલ ઓક્યુપન્સીમાં સાપ્તાહિક ઘટાડો યથાવત્

રિસર્ચ કંપનીના પાયલટ પ્રોગ્રામમાં જણાયું કે ત્રણ બજારોમાં હોટેલ્સના ટૂંકાગાળાના ભાડાંમાં વધારો થયો

0
902
એસટીઆરના સરવે મુજબ નવે. 21ના પૂરા થતા સપ્તાહમાં ઓક્યુપન્સી એવરેજ 41.2 ટકા રહી હતી, જે એક સપ્તાહ અગાઉ 43.2 ટકા હતી અને ગયા વર્ષના સમાન સમય કરતાં 32.6 ટકાનો ઘટાડો દર્શાવે છે. તે ઓક્યુપન્સી રેટમાં સાપ્તાહિક ઘટાડાના ભાગરૂપ હતો.

અમેરિકન હોલીડે ઉદ્યોગ હોલીડે સિઝન તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હોટેલ ઓક્યુપન્સીમાં સાપ્તાહિક ઘટાડો યથાવત્ રહ્યો છે. જોકે, આ જ સમયે ત્રણ બજારોમાં હોટેલ્સમાં ટૂંકાગાળાના ભાડાં અસાધારણ દેખાવ કરી રહ્યા છે તેમ એસટીઆરના એક અહેવાલમાં જણાવાયું છે.

રિસર્ચ કંપનીના નવેમ્બર 21ના અંતે પૂરા થતા સપ્તાહમાં ઓક્યુપન્સી રેટ 41.2 રહ્યો હતો, જે એક સપ્તાહ અગાઉ 43.2 ટકા હતો અને ગયા વર્ષના સમાન સમય કરતાં 32.6 ટકાનો ઘટાડો દર્શાવે છે. આમ, ઓક્યુપન્સી રેટમાં સાપ્તાહિક ઘટાડો યથાવત્ રહ્યો હતો.

એસટીઆરે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ સપ્તાહમાં ઓક્યુપન્સી સ્તર અનુક્રમે 43.2 ટકા, 44.4 ટકા અને 44.1 ટકા હતું. સમિક્ષા હેઠળના સપ્તાહ માટે એડીઆર 88.54 ડોલર હતો, જે અગાઉના સપ્તાહમાં 90.95 ડોલરની સરખામણીમાં 2.04 ડોલર અને વાર્ષિક ધોરણે 29 ટકાનો ઘટાડો દર્શાવે છે. આ જ સમયમાં રેવપીએઆર 36.54 ડોલર હતો, જે અગાઉના સપ્તાહમાં 39.11 ડોલર હતો અને ગયા વર્ષની સરખામણીમાં 52.2 ટકાનો ઘટાડો દર્શાવે છે.

એસટીઆરના પાયલટ પ્રોગ્રામ મુજબ ઑક્ટોબરમાં ફિલાડેલ્ફિયા, નેશવિલે અને માયામીમાં હોટેલ્સમાં બેન્ચમાર્ક ટૂંકાગાળાના ભાડાંમાં અસાધારણ સુધારો જોવા મળ્યો હતો. આ રિપોર્ટ એસટીઆર અને એરડીએનએએ ઑગસ્ટમાં જાહેર કરેલા શ્વેતપત્રને અનુરૂપ હતો, જેમાં જણાયું હતું કે એપાર્ટમેન્ટના શોર્ટ-ટર્મ ભાડાંમાં કોવિડ-19ની આર્થિક મંદીમાંથી ઝડપી સુધારો જોવા મળી રહ્યો છે.

એસટીઆરના મલ્ટી-ફેમિલીના ટૂંકાગાળાના ભાડાંના સેમ્પલ અને સિંગલ- ફેમિલીના ટૂંકાગાળાના ભાડાંના સેમ્પલના પરિણામો નીચે મુજબ છે.

ફિલાડેલ્ફિયા : ટૂંકાગાળાના ભાડાંનો ઓક્યુપન્સી રેટ 70.9 ટકા હતો, જે અગાઉના મહિનાની સરખામણીમાં 26.4 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. અહીં બજારમાં હોટેલ્સમાં ઓક્યુપન્સી રેટ 49.2 ટકા નોંધાયો હતો. ટૂંકાગાળાના ભાડાં માટે એડીઆર 169.97 ડોલર હતો, જે માસિક ધોરણે 5.3 ટકાની વૃદ્ધિ દર્શાવે છે અને રેવપીએઆર 120.51 ડોલર હતો, જે સપ્ટેમ્બર કરતાં 33 ટકાનો વધારો દર્શાવે છે.

નેશવિલે : ટૂંકાગાળાના ભાડાંનો ઓક્યુપન્સી રેટ 58.6 ટકા હતો, જે ગયા મહિનાની સરખામણીમાં 2.5 ટકાનો ઘટાડો દર્શાવે છે. માસિક ધોરણે ઓક્યુપન્સી રેટ ઘટ્યો હોવા છતાં નેશવિલેનો ટૂંકાગાળાના ભાડાંનો ઓક્યુપન્સી રેટ બજારમાં હોટેલ ઓક્યુપન્સી રેટ કરતાં ઘણો સારો છે, જે 44.1 ટકા હતો અને તેના કરતાં 13.1 ટકાની વૃદ્ધિ દર્શાવે છે તેમ એસટીઆરના રિપોર્ટમાં જણાવાયું હતું. ટૂંકાગાળાના ભાડાંનો એડીઆર 133.08 ડોલર હતો, જે માસિક ધોરણે 24.3 ટકાની વૃદ્ધિ દર્શાવે છે અને રેવપીએઆર 79.05 ડોલર હતો, જે માસિક ધોરણે 21.2 ટકાનો વધારો દર્શાવે છે.

માયામિ : ટૂંકાગાળાના ભાડાંનો ઓક્યુપન્સી રેટ 83.3 ટકા હતો, જે હોટેલ્સના 41.6 ટકા ઓક્યુપન્સી રેટ કરતાં ઘણો સારો હતો અને સપ્ટેમ્બરની સરખામણીમાં 2.1 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ટૂંકાગાળાના ભાડાંનો એડીઆર 117.89 ડોલર હતો, જે માસિક ધોરણે 12.9 ટકાની વૃદ્ધિ દર્શાવે છે અને રેવપીએઆર 98.24 ડોલરે પહોંચ્યો હતો, જે અગાઉના મહિના કરતાં 15.3 ટકાનો વધારો દર્શાવે છે.