અમેરિકન હોટેલ્સનો નફો માર્ચમાં 28 મહિનાના ઊંચા સ્તરે પહોંચ્યો હતો, એમ STRનું કહેવું છે. આ વખતની વસંતમાં ટ્રાવેલ અને ઊંચા દરે પર્ફોર્મન્સના બધા સ્તરને ઉચક્યુ છે.
આ મહિના માટે GOPPAR નવેમ્બર 2019 પછીના અત્યંત ઊંચા સ્તરે હોવા છતાં પણ તે કોરોના પૂર્વેના માર્ચ 2019ના સ્તર કરતાં 10 ડોલર ઓછું છે. ફેબ્રુઆરીમાં GOPPAR 58.88 ડોલર હતુ.
EBITDA PAR 62.68 ડોલર, TRevPAR 204.84 ડોલર અને પ્રતિ રૂમ દીઠ શ્રમિક ખર્ચ 61.45 ડોલર હતો. આમ TRevPAR અને પ્રતિ રૂમ દીઠ શ્રમિક ખર્ચ છેલ્લા બંને તો માર્ચ 2020 પછીના સૌથી ઊંચા સ્તરે હતા.
નાણાકીય કામગીરી અંગે STR ડિરેક્ટર રાક્વેલ ઓર્ટિઝે જણાવ્યું હતું કે એપ્રિલમાં આવકના મોરચે પ્રગતિ જારી છે અને માર્ચમાં વસંતના લીધે પ્રવાસમાં થયેલા વધારો તથા રૂમના દરોમાં વધારો થવાના લીધે નફાકીય કામગીરીના મોરચે પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. આમ ઉદ્યોગના માપદંડ દર્શાવે છે કે હોટેલ ઉદ્યોગ લગભગ 90 ટકા જેટલો કોરોના પૂર્વેની સ્થિતિમાં આવી ગયો છે. આ જ બાબતનું પ્રતિબિંબ પાડતા હોય તેમ રોગચાળાના સમયના ઇન્ડેક્સેડ સ્તરમાં સ્પેસ રેન્ટલ 96 ટકા, A/V રેન્ટલ 85 ટકા અને બેન્ક્વિટ 72 ટકા હતા, જે ગ્રુપ ટ્રાવેલની વૃદ્ધિનું પ્રતિબિંબ પાડે છે. સ્વાભાવિક રીતે આ વૃદ્ધિ ફુગાવાલક્ષી છે અને મોટાભાગની ગ્રુપ ડીમાન્ડ દર્શાવે છે કે આરામપ્રદ મુસાફરીના મોરચે વૃદ્ધિ થઈ છે, પરંતુ કોર્પોરેટ સેક્ટરમાં પણ વૃદ્ધિ જોવા મળી છે.
અગ્રણી બજારોએ જણાવ્યું છે કે GOPPARનું લેવર 2019ની તુલનાએ પણ વધારે છે. ઓર્ટિઝે જણાવ્યું હતું કે GOPPAR અને TrevPAR રિકવરીમાં બીચના સ્થળોએ વૃદ્ધિની આગેવાની લીધી છે. મિયામીમાં 2019ના સ્તર કરતાં 141 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. બીજી બાજુએ સાન ફ્રાન્સિસ્કોએ તાજેતરમાં સુધારો દર્શાવ્યો હોવા છતાં પણ તે GOPPAR અને TrevPARના મોરચે પાછળ છે. જો કે ટોચના કુલ 25માંથી આઠ માર્કેટે GOPPARમાં વૃદ્ધિના મોરચે 2019નું સ્તર વટાવી દીધું છે.