STR: મહામારી છતાં ગોપાર ફેબ્રુઆરીમાં ઉચ્ચ સપાટીએ

ઓક્યુપન્સીમાં માર્ચના અંતિમ સપ્તાહમાં એક ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો

0
817
ઉપલબ્ધ રૂમ દીઠ કુલ સંચાલન નફો (ગોપાર) ફેબ્રુઆરી માસ દરમિયાન વધીને 17.35 ડોલરની ઉચ્ચ સપાટીએ રહ્યો હતો, તેમ એસટીઆર જણાવે છે. જીઓપી ટેરીટરી સુધી મહિના દરમિયાન 44 ટકા પ્રોપર્ટીઝ જ પહોંચી શકી હોવાનું પણ તેના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

અમેરિકાની હોટેલોએ મહામારી હોવા છતાં ફેબ્રુઆરી માસ દરમિયાન ઉચ્ચ સપાટી જોઇ છે, તેમ એસટીઆર જણાવે છે. જોકે, ઓક્યુપન્સીમાં માર્ચના છેલ્લાં સપ્તાહે અગાઉના સપ્તાહની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ફેબ્રુઆરી માસનો ઉપલબ્ધ રૂમ દીઠ કુલ સંચાલન નફો (ગોપાર) 17.35 ડોલર રહ્યો હતો અને તેમાં વાર્ષિક સ્થિતિએ 83.3 ટકાનો ઘટાડો હોવા છતાં વર્તમાન સ્થિતિએ વધીને ઉચ્ચ સપાટીએ રહ્યો હતો.

એસટીઆર તેના અહેવાલમાં જણાવે છે કે મહામારી દરમિયાન ઇન્ડસ્ટ્રીને ભારે સહન કરવું પડ્યું છે અને મહામારીના સમય દરમિયાન ગત માર્ચથી ઉપલબ્ધ રૂમ દીઠ કુલ સંચાલન નફો (ગોપાર) કોઇપણ મહિને 12.69 ડોલરથી વધ્યું નહોતું. વધુમાં જાન્યુઆરીમાં ઉપલબ્ધ રૂમ દીઠ કુલ સંચાલન નફો (ગોપાર) 3.14 ડોલર હતું, જે ઓક્ટોબરના સમયગાળાની સરખામણીઓ ઉચ્ચ હતું.

ફેબ્રુઆરીનો ટ્રેવપાર (ઉપલબ્ધ રૂમ દીઠ કુલ આવક) 85.11 ડોલર હતું, જે વાર્ષિક સરખામણીએ 67.4 ટકા ઘડાટો સુચવે છે છતાં અગાઉના મહિનાની સરખામણીમાં 60.94 ડોલર વધુ હતું. એબીઆઈટીડીએ પીએઆર 0.14 ડોલર હતો જે જાન્યુઆરીના 11.88 ડોલરથી ઓછો હતો. 34.26 ડોલર સાથે લેબરકોસ્ટ પણ ગત વર્ષની સરખમણીએ 60.2 ટકાનો ઘટાડો સૂચવે છે.

એસટીઆરના ફાયનાન્શિયલ પરફોર્મન્સ વિભાગના સહાયક ડિરેક્ટર રક્યુઅલ ઓર્ટિઝ કહે છે કે દર વર્ષે થતાં ફેરફારોને કારણે ફ્યુચર પીએન્ડએલ ડાટા રીલિઝમાં ગત વર્ષે આવેલી મહામારીને કારણે થયેલા નુકસાન છતાં સકારાત્મક અસર જોવા મળી છે. વધુમાં, અમારા તાજેતરના માર્ચના જાહેર કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે ઇન્ડટ્રીનો ટોપ-લાઇન મેટ્રિક્સ પણ ઉચ્ચ સપાટીએ વર્ષભરથી ટ્રેન્ડ થઇ રહ્યો છે. રૂમ ઓક્યુપન્સી ભલે 50 ટકા જેટલી રહી છે પણ સાથે તેના સકારાત્મક પાસાં પણ જોવા મળી રહ્યાં છે. ફેબ્રુઆરીમાં 44 ટકા સકારાત્મક પ્રોપર્ટીઝ જ જીઓપી ટેરીટરી સુધી પહોંચી શકી છે.

27 માર્ચના રોજ પૂરા થતાં સપ્તાહમાં ઓક્યુપન્સી 57.9 ટકા રહી હતી, અગાઉના અઠવાડિયાના 58.9 ટકાની સરખામણીએ તેમાં ઘટાડો હતો. એડીઆર 108.31 ડોલર હતો, અગાઉના સપ્તાહની સરખામણીએ સ્થિર સપાટીએ અને રેવપાર 62.68 ડોલર હતો. જે અગાઉના સપ્તાહના 63.62 ડોલરની સામે ઘટ્યો હતો.

“મહામારીની અસર હોવા છતાં સંપૂર્ણ વ્યવસાય 57.9 ટકા તુલનાત્મક કરતાં 160.8 ટકા વધ્યો હતો, તેમ છતાં ઓક્યુપન્સીમાં 2019ની સરખામણીએ પણ સારો દેખાવ રહ્યો હતો, તેમ એસટીઆર જણાવે છે. હરોળના દ્વિતિય સપ્તાહમાં 21 મિલિયન રૂમનું વેચાણ થયું છે, જોકે, ચાર સપ્તાહમાં તે પહેલી વખત થયું છે કે જ્યાકે દર અઠવાડિયે મેટ્રીકમાં ઘટાડો થતો હતો.

એસટીઆરના મોખરાના 25 માર્કેટની સાથે સૌથી વધુ ઓક્યુપન્સી જ્યાં જોવા મળી તેમાં 81.8 ટકા સાથે ટામ્પા, ફ્લોરિડા તથા 77.1 ટકા ફિનિકસનો સમાવેશ થાય છે. મિનેપોલીસમાં સૌથી ઓછી ઓક્યુપન્સી 38.4 ટકા જોવા મળી અને બોસ્ટનમાં 38.6 ટકા હતી.

ટોચના 25 બજારોમાં મળીને બાકીના દેશ કરતાં થોડો ઓછો વ્યવસાય હતો, જે 55.9 ટકા હતો અને સરેરાશ એડીઆર 115.92 ડોલરની સરખામણીએ વધુ હતો.