STR: જુલાઈમાં યુએસ હોટેલ્સના GOPPARમાં ઘટાડો

ઉનાળામાં ઊંચી માંગની સાથે ખર્ચ પણ વધ્યો

0
624
STR મુજબ GOPPAR જુનના 91.23 ડોલરથી ઘટીને જુલાઈમાં 78.30 ડોલર થયો હતો

યુએસ હોટેલ્સમાં GOPPAR જુલાઈમાં ઘટ્યો છે, આમ છતાં પણ તે સળંગ ચોથા મહિને 2019ના સ્તરથી ઊંચો આવ્યો છે, એમ STRએ જણાવ્યું હતું. ઉનાળામાં માંગમાં વધારો થયો હતો અને તેની સાથે ખર્ચમાં પણ વધારો થતા નફાકીય માર્જિન ઘટ્યા હતા.

જુલાઈમાં GOPPAR 78.30 ડોલર હતો, જે જુનના 91.23 ડોલરની તુલને ઘટાડો નોંધાવે છે. જો કે મેમાં તે 88.63 ડોલર હતો અને એપ્રિલમાં 90.96 ડોલર હતો. જુલાઈમાં EBITDA PAR 55.29 ડોલર હતો. જ્યારે TRevPAR 209.66 ડોલર હતો અને શ્રમખર્ચ પ્રતિ રૂમ દીઠ 67.27 ડોલર હતો.

STRની ફાઇનાન્સિયલ પર્ફોર્મન્સ પરની ડિરેક્ટર રાકેલ ઓર્ટિઝે જણાવ્યું હતું કે જુનથી ચાવીરૂપ બોટમલાઇન મેટ્રિક્સમાં રૂમદીઠ ધોરણે ઘટાડો નોંધાયો છે, ઉનાળાનમાં રૂમની માંગ ટોચે પહોંચતા આવક અને નફામાં વધારો થયો છે. જુલાઈ 2019માં ફુલ અને લિમિટેડ સર્વિસ હોટેલ્સમાં નફાકીય માર્જિન વધુ મજબૂત હતા, પરંતુ જીઓપી માર્જિન અગાઉના ચાર મહિનાના નીચલા સ્તરે હતા. માર્જિનમા આવેલા ઘટાડાનું કારણ કામગીરીના વ્યાપમાં વધારાની સાથે સમગ્રદેશમાં વધેલો ખર્ચ છે. વધતા જતા વેતનને યુએસ હોટેલ્સ ઘણા અંશે વધુને વધુ કોન્ટ્રાક્ટ લેબર દ્વારા અને શ્રમિક ખર્ચમાં ઘટાડા દ્વારા સંતુલિત કરી રહી છે.

STRના 11 અગ્રણી બજારમાં GOPPAR અને TrevPAR જુલાઈ 2019ની તુલનાએ ઊંચો છે.  લેઇઝર હેવી માર્કેટ્સ જેમકે મિયામી વગેરે GOPPAR અને TrevPARની રિકવરી લેવાનું જારી રાખ્યું છે. શિકાગોમાં ત્રીજા નંબરનો સૌથી ઊંચો GOPPAR ઇન્ડેક્સ જોવાયો હતો, જે સામાન્ય રીતે વધારે બિઝનેસ રિલાયન્ટ માર્કેટ છે, એમ ઓર્ટિઝે જણાવ્યું હતું. અન્ય બિઝનેસ સેન્ટ્રિક માર્કેટ્સમાં હજી પણ રિકવરીના માર્ગે છે. સાન ફ્રાન્સિસ્કોનો GOPPAR જુલાઈ 2019માં 55 ટકાના સ્તરે હતો, જ્યારે મિનેપોલિસનો બીજા નંબરના નિમ્નતમ સ્તર 77 ટકાએ હતો.