STR: ADR, RevPAR જુલાઈમાં વિક્રમજનક સ્તરે

ઓગસ્ટના મધ્યાંતરમાં કામગીરી નબળી રહી

0
755
20મી ઓગસ્ટે પૂરા થયેલા સપ્તાહના અંતે ઓક્યુપન્સી 67.3 ટકા રહી, જે સપ્તાહ અગાઉના 68.5 ટકાથી ઘટીને 2019ના અંતે ઘટીને 3.9 ટકા થઈ, એમ એસટીઆરે જણાવ્યું હતું. ADR આ સપ્તાહે 150.96 ડોલર હતો, જે સપ્તાહ પહેલાના 152.34 ડોલરથી ઘટ્યો હતો અને RevPAR આ સપ્તાહે અગાઉના અઠવાડિયના 104.30 ડોલરથી ઘટીને 101.59 ડોલર થયો હતો.

STR અનુસાર, યુ.એસ. હોટેલ્સે જુલાઈના અંતે સામાન્ય ધોરણે નજીકના સમયગાળાનો ઊંચો માસિકદર નોંધાવ્યો હતો. આ મહિના દરમિયાન RevPAR પણ સામાન્ય ધોરણે વધીને અત્યંત ઊંચા માસિક દરે પહોંચ્યું હતું અને ઓક્યુપન્સી ઓગસ્ટ 2019 પછી બીજા ક્રમની સૌથી વધુ હતી. સાપ્તાહિક ધોરણે ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં કામગીરીમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ 2019ના સમાન સમયગાળાની તુલનાએ પ્રદર્શનમાં સુધારો જોવાયો હતો.

જુલાઇમાં ઓક્યુપન્સી 69.6 ટકા હતી, જે જૂનમાં 70.1 ટકા હતી અને ત્રણ વર્ષ પહેલાંની સરખામણીએ 5.4 ટકા ઘટી હતી. ADR મહિના દરમિયાન $159.08 હતો, જે જૂનમાં 155.04 હતો અને 2019ની સરખામણીમાં 17.5 ટકા વધી ગયો હતો. RevPAR જુલાઈમાં $110.73 પર પહોંચ્યો હતો, જે એક મહિના પહેલા $108.64 હતો અને ત્રણ વર્ષ પહેલાં 11.2 ટકા વધ્યો હતો.

તે જ સમયે, ઑગસ્ટ 20 ના રોજ પૂરા થતા સપ્તાહમાં ઓક્યુપન્સી ઘટીને 67.3 ટકા થઈ ગઈ હતી, જે એક અઠવાડિયા પહેલા 68.5 ટકા હતી અને 2019ની સરખામણીએ ઘટીને 3.9 ટકા થઈ હતી. ADR અઠવાડિયા માટે $150.96 હતો, જે એક સપ્તાહ પહેલા $152.34 થી ઘટયો હતો, પરંતુ ત્રણ વર્ષ અગાઉના સમયગાળાની તુલનાએ 16.7 ટકા વધ્યો હતો. RevPAR સપ્તાહ દરમિયાન $101.59 પર પહોંચ્યો હતો, જે એક સપ્તાહ પહેલા $104.30ની તુલનાએ ઘટાડો દર્શાવે છે, પરંતુ 2019ની આ સમયગાળાની તુલનાએ 12.2 ટકા વધારો નોંધાવે છે.

STR ટોચના 25 બજારોમાં STR જોઈએ તો Oahu ટાપુએ જુલાઈ દરમિયાન 86.3 ટકાના ઉચ્ચતમ ઓક્યુપન્સી લેવલનો અનુભવ કર્યો હતો, જે 2019ની સરખામણીમાં 2.1 ટકા નીચો હતો. બિઝનેસ અને ગ્રૂપ ટ્રાવેલમાં સુધારાને કારણે આ બજારોએ અન્ય તમામ બજારો કરતાં વધુ ઓક્યુપન્સી અને ADR દર્શાવ્યા હતા.

ન્યૂ ઓર્લિયન્સમાં જુલાઈમાં સૌથી ઓછો ઓક્યુપન્સી (57.2 ટકા) અને ત્યારબાદ ફોનિક્સ (57.3 ટકા)નો નંબર આવે છે. સાન ફ્રાન્સિસ્કોએ ઓક્યુપન્સીમાં સૌથી તીવ્ર ઘટાડો નોંધ્યો હતો, જે 2019ની તુલનાએ 16.2 ટકા હતો.

20 ઑગસ્ટના સપ્તાહ દરમિયાન  ટોચના 25 બજારોના STRમાં કોઈએ 2019ના સમાન સપ્તાહની તુલનાએ ઓક્યુપન્સીમાં વધારો દર્શાવ્યો નથી. ડેટ્રોઇટ કોરોનાના રોગચાળા પૂર્વેની સ્થિતિની વધુ નજીક આવ્યુ છે, તેનો એસટીઆર 2.5 ટકાથી 68 ટકા થયો છે.

મિયામીએ સૌથી મોટી ADR વૃદ્ધિ નોંધાવી છે, જે 2019ની સરખામણીમાં 33.4 ટકા વધીને $189.57 થયો. સૌથી તીવ્ર RevPAR ઘટાડો સાન ફ્રાન્સિસ્કોમાં હતો, જે 28.8 ટકા ઘટીને $150.51 થઈ છે.