કોમર્શિયલ રિયલ એસ્ટેટ ધિરાણકર્તા સ્ટોનહિલનો સમાવેશ અમેરિકામાં ટોચની પ્રથમ દસ યુ.એસ. કોમર્શિયલ રિયલ એસ્ટેટ હોટેલ લેન્ડરની યાદીમાં 2021માં તેણે કરેલા મૂળ ધિરાણને ધ્યાને રાખીને કરાયો છે. રેન્ક મોર્ગેજ બેન્કર્સ એસોસિએશન દ્વારા આપવામાં આવ્યો છે. કંપની દ્વારા 2021માં 30 સોદાઓ દરમિયાન કુલ 822 મિલિયન ડોલર કરતાં વધારેનું ધિરાણ પૂરું પાડવામાં આવ્યું છે.
સ્ટોનહિલ એ એટલાન્ટા ખાતે આવેલા પીચટ્રી હોટેલ ગ્રુપની પેટાકંપની છે, જેનું સંચાલન જતિન દેસાઈ અને મિતુલ પટેલના વડપણ હેઠળ થઇ રહ્યું છે. તેઓ સ્ટોનહિલ અને સ્ટોનહિલ પેસમાં નિર્માયક ભૂમિકા ધરાવે છે. તેઓ સ્ટોનહિલની ઇન્વેસ્ટમેન્ટ કમિટીમાં પણ સભ્ય તરીકે સામેલ છે.
આ અંગે સ્ટોનહિલના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ પ્રિન્સિપાલ મેટ ક્રોસવેએ જણાવ્યું હતું કે અમને જે રેન્ક મળ્યો છે તે બદલ અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ. અમારી સાથે જોડાયેલાઓને દરેક રીતે સહકાર પૂરો પાડવામાં આવે તેવી અમારી નીતિને કારણે અમે આ સ્થાને પહોંચી શખ્યા છીએ.
ફેબ્રુઆરી દરમિયાન, પીચટ્રીની પેટાકંપની સ્ટોનહિલ પેસ દ્વારા અંદાજે 150 મિલિયન ડોલરની લોન કોમર્શિયલ પ્રોપર્ટી એસેસ્ડ ક્લિન એનર્જી (સી-પેસ) છેલ્લાં 12 મહિના દરમિયાનઅપાઇ છે. રીન્યુએબલ એનર્જી તથા એનર્જી એફિસિયન્ટ કોમ્પોનન્ટ્ તથા હોસ્પિટાલિટી, મલ્ટીફેમિલી, સિનિયર લિવિંગ, ઇન્ડસ્ટ્રીયલ સહિત રિયલ એસ્ટેટમાં સિસમિક ટેટ્રોફિટિંગ માટે પણ ભંડોળ પૂરું પાડે છે.
સ્ટોનહિલ પેસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ જેરેડ સ્કલોઝરે કહ્યું હતું કે ગત વર્ષે ક્લિન એનર્જી સહિતના માટે અમે કોમર્શિયલ પ્રોપર્ટી ક્ષેત્રે નોંધપાત્ર ધિરાણ કર્યું છે. રિયલ એસ્ટેટમાં પણ અમારું નોંધપાત્ર ભંડોળ રહેલું છે.