ટ્રમ્પના ટ્વીટ છતાં સ્ટીમ્યુલસની મંત્રણાઓ ચાલુ રહી

પ્રેસિડન્ટે ડેમોક્રેટ્સ કરેલી કાઉન્ટર ઓફરનો બંને પક્ષો દ્વારા વિરોધ

0
984
પ્રેસિડન્ટ ટ્રમ્પે છ ઓક્ટેબરે એક ટ્વીટ કરીને ચૂંટણી સુધી કેન્દ્રીય પ્રોત્સાહન પેકેજ (સ્ટીમ્યુલસ)ના બીજા રાઉન્ડ અંગેની મંત્રણા મોકૂફ રાખવાનો રીપબ્લિકન સાંસદોને આદેશ આપ્યો હતો. આના થોડા કલાકમાં ટ્રમ્પે ગુલાંટ મારી છે અને આ કાયદાનાં એક હિસ્સાને બહાલીની સૂચના આપી છે. 2.2 ટ્રિલિયન ડોલરની સહાયની તેમની હાલની દરખાસ્તની બંને પક્ષોએ ટિકા કરી રહી છે. (Official White House Photo by Tia Dufour

ચૂંટણી સુધી નવા ફેડરલ સ્ટીમ્યુલસ બિલ અંગેની મંત્રણા તૂટી પડી હોવાના અહેવાલ દેખિતી રીતે સમય કરતાં વહેલા હતા. રીપબ્લિકન અને ડેમોક્રેટ નેતાઓ નવા બિલ અંગે હજુ મંત્રણા કરી રહ્યાં છે, પરંતુ આ અંગે સંમતી સાધી શકાઈ નથી.

ગયા સપ્તાહે છ ઓક્ટોબરની ટ્વીટમાં પ્રેસિડન્ટ ટ્રમ્પે ચૂંટણી સુધી મંત્રણા અટકાવી દેવાનો રીપબ્લિકન સાંસદોને આદેશ આપતાં જણાવ્યું હતું કે રીપબ્લિકનની 1.6 ટ્રિલિયન ડોલરની ઓફર સામે ડેમોક્રેટ્સ 2.4 ટ્રિલિયન ડોલરની સહાયની માગણી કરી રહ્યા છે. આ નાણાંનો ઉપયોગ ગેરવહીટ ધરાવતા અને ઊંચી ગુનેખોરી ધરાવતા ડેમોક્રેટ શાસિત રાજ્યોને ઉગારી લેવા માટે થશે. આના થોડા કલાકમાં ટ્રમ્પે પોતાનું વલણ બદલ્યું હોય તેમ લાગે છે અને તેમણે જણાવ્યું હતું કે તેઓ પે-ચેક પ્રોટેક્શન પ્રોગ્રામ માટેના 135 બિલિયન ડોલર સહિત સ્ટીમ્યુલસ પેકેજના એક હિસ્સા પર હસ્તાક્ષર કરશે.

‘વોશિંગ્ટન પોસ્ટ’ના અહેવાલ અનુસાર રવિવારે નાણાં પ્રધાન સ્ટીવન મુચિને 1.8 ટ્રિલિયન ડોલરની નવી દરખાસ્ત મોકલી હતી. રવિવાર સુધી એવી વાત હતી કે ટ્રમ્પની કાઉન્ટર ઓફરની રકમ વધીને 2.2 ટ્રિલિયન ડોલર થઈ શકે છે, પરંતુ તેની પણ રીપબ્લિકન્સે આકરી ટીકા કરી હતી. બીજી તરફ ડેમોક્રેટ હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ અર્થતંત્રને વેરવિખેર કરનારી મહામારીના સમયમાં આ ઓફર ઘણી જ ઓછી હોવાનું કહ્યાનું પોલિટિકોએ જણાવ્યું હતું.

ડેમોક્રેટિક સાંસદોને પાઠવેલા પત્રમાં પેલોસીએ જણાવ્યું હતું કે “તેમનું વલણ કોણ નક્કી કરી રહ્યું છે તે સમજવાનું મુશ્કેલ છે. તેમના પગલાં અત્યાર સુધી સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યાં છે. આ ગંભીર મુદ્દાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આપણે ગૂંચવાળામાં જ રહીશું.”

AAHOA અને અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશન જેવા બીજા ગ્રુપ્સ સાથે હાથ મિલાવીને યુએસ ટ્રાવેલ એસોસિએશને સ્ટીમ્યુલસ પેકેજ માટે નિષ્ક્રિયતાં બદલ કોંગ્રેસની ટીકા કરી હતી.

USTA પ્રેસિડન્ટ અને CEO રોજર ડાઉએ જણાવ્યું હતું કે “લાખ્ખો અમેરિકન્સ મુશ્કેલીમાં છે ત્યારે રાહતની મંત્રણા બંધ કરવાનું પગલું ટૂંકીદૃષ્ટીનું છે.” ટુરિઝમ ઇકોનોમિક્સના નવા ડેટામાં જણાવાયું છે કે તાકીદે સહાય નહીં મળે તો ટ્રાવેલ સંબંધિત 50 ટકા રોજગારી ડિસેમ્બર સુધી બંધ થઈ જશે અને તેનાથી વધારાની 1.3 મિલિયન રોજગારી પણ ગુમાવવી પડશે. ટ્રાવેલ સંબંધિત રોજગારી કુલ રોજગારીના 11 ટકા જેટલી છે, તેથી અર્થપૂર્ણ કેન્દ્રીય સહાય વગર રાષ્ટ્રવ્યાપી આર્થિક રીકવરીની આશા રાખવાનું અમેરિકા માટે શક્ય નથી.

યુએસ સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશને 50,000 અથવા તેનાથી ઓછી પીપીપી લોન માટે લોન માફી માટેની સરળ એપ્લિકેશન જારી કરી હતી.

નુચિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે “પીપીપીએ અમેરિકાના સ્મોલ બિઝનેસને કુલ 525 બિલિયન ડોલરની 5.2 મિલિયન લોન આપી છે, જે મહત્ત્વની આર્થિક રાહત મળશે અને 51 મિલિયન નોકરીને સપોર્ટ મળશે. આજના પગલાં 50,000 ડોલર અથવા તેનાથી ઓછી લોન સાથેના પીપીએ ઋણધારકો માટે માફીની પ્રક્રિયા સરળ બનશે. તેનાથી લોનની ઝડપી પ્રોસેસ માટે હજારો પીપીએ લેન્ડર્સ સતત કામગીરી કરશે.”