સોનેસ્ટા દ્વારા આરએલએચ કોર્પ.નો સોદો બંધ કરાયો

લોંગટાઇમ નાઈટ્સ ઇન ફ્રેન્ચાઇઝી નવી બ્રાન્ડ માટે છુટી પડી

0
1272
ગુરુવારે, સોનેસ્ટા ઇન્ટરનેશનલ હોટેલ્સ કોર્પ.એ તેના તેનો 90 મિલિયન ડોલરનો આરએલએચ હસ્તગત કરવાનો સોદો પૂર્ણ કર્યો. સોનેસ્ટા હવે 1200 જેટલા સ્થળોએ 15 બ્રાન્ડ ધરાવે છે જે 100,000 કરતાં વધુ રૂમ ધરાવે છે.

સોનેસ્ટા ઇન્ટરનેશનલ હોટેલ્સ કોર્પ. દ્વારા તેનો આરએલએચ કોર્પ. હસ્તગત કરવાનો સોદો પૂર્ણ કરવામાં આવ્યો છે અને આ વિલીનીકરણને પગલે કંપનીમાં વ્યક્તિગતધોરણે પણ બદલાવ આવ્યો છે અને એક ફ્રેન્ચાઇઝીના જણાવ્યા અનુસાર આ વિલીનીકરણને પગલે તેઓ આરએલએચ કોર્પ. સાથે છુટાં થાય છે.

આ વિલીનીકરણના સોદા અંગે જાન્યુઆરીમાં જાહેરાત થઈ હતી, જે 90 મિલિયન ડોલરનો સોદો હતો. મર્જર એગ્રીમેન્ટની શરતો અનુસાર આરએલએચના સામાન્ય શેરધારકોને 3.50 ડોલર પ્રતિ શેર રોકડમાં મળશે. આ ટ્રાન્જેક્શન સાથે, આરએલએચ કોર્પ. એ પ્રાઇવેટલીહેલ્ડ કંપની બની છે અને તેના સામાન્ય શેર હવે ન્યુયોર્ક સ્ટોર એક્સચેન્જ ખાતે લિસ્ટેડ નહીં રહે.

સોનેસ્ટા હવે 12000 સ્થળોએ 100,000 કરતાં વધુ ગેસ્ટ રૂમ સાથે 15 બ્રાન્ડ ધરાવે છે. આરએલએચ કોર્પ. આઠ બ્રાન્ડ ફ્રેન્ચાઇઝ છેઃ હોટેલ આરએલ, રેડ લાયન હોટેલ્સ, રેડ લાયન ઈન એન્ડ સ્યુટ્સ, સિગ્નેચર ઈન, અમેરિકાસ બેસ્ટ વેલ્યુ ઈન, કેનેડાસ બેસ્ટ વેલ્યુ ઈન, નાઇટ્સ ઈન અને ગેસ્ટહાઉસ એક્સટેન્ડેડ સ્ટે નો સમાવેશ થાય છે. છેલ્લાંની જાહેરાત ઓક્ટોબરમાં થઇ હતી જે અગાઉ ગેસ્ટહાઉસ ઈન્ટરનેશનલ હતું.

“રેડ લાયન ટ્રાન્ઝેક્શનનું સમાપન સોનેસ્તા માટે પરિવર્તનશીલ છે,” તેમ સોનેસ્ટાના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કાર્લોસ ફ્લોરેસે જણાવ્યું હતું. “રેડ લાયન એક્વિઝિશન સોનેસ્ટાની વર્તમાન ફ્રેન્ચાઇઝ ક્ષમતામાં વધારો કરશે કારણ કે તેનાથી તેમાં 900 કરતાં વધુ ફ્રેન્ચાઇઝ્ડ લોકેશનનો ઉમેરો થયો છે અને વૈશ્વિક સ્તરે આવેલી અમારી બ્રાન્ડેડ હોટેલ્સ પણ વધી છે.”

સોનેસ્ટાએ તાજેતરમાં તેના દ્વારા સંચાલિત કરવામાં આવી રહેલી હોટેલ પોર્ટફોલિયોમાં 350 ટકાનો વધારો નિહાળ્યો છે. આરએલએચ કોર્પ.ને બાદ કરીએ તો તે હાલના સમયે 300 સોનેસ્ટા બ્રાન્ડેડ હોટેલ્સ સમગ્ર યુ.એસ., કેનેડા અને અન્ય દેશમાં પથરાયેલ છે.

હવે જ્યારે આ મર્જર પૂર્ણ થયેલ છે ત્યારે કૈઇથ પીયર્સ એ સોનેસ્ટાના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ ઓફ ફ્રેન્ચાઇઝ એન્ડ ડેવલપમેન્ટ રહેશે.

જ્હોન રસેલ, જુનિયર, આરએલએચ કોર્પ.ના સીઈઓ તરીકે 30 એપ્રિલ 2021 સુધી  કાર્યભાર ચાલુ રાખશે. તેમની નિમણૂંક જૂનમાં કરવામાં આવી હતી અને તેમને પૂર્ણ સમયની જવાબદારી સોંપવામાં આવી હતી. ડિસેમ્બરમાં રસેલને વચગાળાની જવાબદારી સોંપાઈ હતી જ્યારે ગ્રેગ માઉન્ટને દૂર કરાયા હતા.

અલબત્ત, લાંબાગાળાની એક ફ્રેન્ચાઇઝી હવે કંપની સાથે છુટી થઇ રહી છે, તે મર્જરને પગલે કંપની સાથે પોતાનો છેડો ફાડી રહી છે. નેન્સી પટેલ કે જેઓ કોર્પ્સ ક્રિસ્ટી, ટેક્સાસ ખાતે નાઇટ્સ ઇનની માલિકી ધરાવે છે અને પ્રથમ મહિલા વડાં છે અને બ્રાન્ડના ઓનર્સ એડવાઇઝરી બોર્ડમાં મોખરાનું સ્થાન ધરાવે છે તેઓ જુલાઈ સુધીમાં પ્રોપર્ટીને રેડ રૂફ હોટેલ તરીકે પરિવર્તિત કરશે.

“હું હંમેશાંથી રેડ રૂફને મારાં પોર્ટફોલિયોમાં સામેલ કરવા ઇચ્છતી હતી” તેમ તેણીએ જણાવ્યું હતું.

તેણીનું માનવું છે કે સોનસ્ટા સંપાદનની અસર જરૂર તેમના રેડ રૂફ સાથે જોડાવાના નિર્ણય પર પડી છે તેમ કહેવું જરાય અતિશ્યોક્તિભર્યું નથી. તે જણાવે છે કે આરએલએચ કોર્પ માટેના નવા માલિકની યોજના અંગે તેમને વિશ્વાસ નથી.

“સહુ પ્રથમ તો એ કે હું (સોનેસ્ટા) બ્રાન્ડને જાણતી નથી, બીજું કે તે ક્યાંય પણ જાણીતી નથી,” તેમ પટેલે જણાવ્યું હતું. “કેટલાક લોકો કહે છે કે તેમની સાથે જોડાવાની આ સારી તક છે. કદાચ હશે, પરંતુ મારાં માટે, મારાં માર્કેટમાં, મને નથી લાગતું કે સોનેસ્ટા મને જરાય પણ ન્યાય આપી શકશે,” તેમ તેમણે જણાવ્યું હતું. તેથી મારો નિર્ણય એક માલિક તરીકે છે, હું ધારું તો રહીશ અથવા છોડીશ અને હજું ઘણાં એવા લોકો છે કે જેઓ છોડીને જશે. જોકે ઘણાંને હાલના સમયે છોડવામાં લિક્વિડેટેડ નુકસાન થવાનો ભય સતાવે છે.”