SHaD દ્વારા પિચ સ્પર્ધાના વિજેતા જાહેર કરવામાં આવ્યા

નવી હોટેલ શરૂ કરવાના ત્રણ ઈનામ માટે પાંચમાંથી ત્રણ ટીમની પસંદગી કરવામાં આવી

0
926
સિલેસ્ટે કંપનીઝ, વ્યક્તિગત પિચર ઈમ્મા ક્લેર્સ સ્પ્રિંગનાં વડપણ હેઠળની, (જમણેથી વચ્ચે), શાદ પ્રોસ્પરિટી ફન્ડ દ્વારા ઈક્વિટી માટેની 50,000 ડોલરની ડિલ પિચ સ્પર્ધામાં તેણીએ ગ્રાન્ડ પ્રાઇઝ મેળવ્યું છે. સ્પર્ધાના વિજેતાઓને નવી હોટેલ શરૂ કરવા અંગેની તક મળશે. એડન ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટના એન્જલ ડેન્ગ અને કાયલીન ફાને 5000 ડોલરનું દ્વિતિય ઈનામ હાંસલ કર્યું છે અને પેન ઈન્વેસ્ટમેન્ટના નાદિયા, પોલીના અને એમ્મા કે જેઓ મિશિગન સ્ટેટ યુનિવર્સિટીથી છે તેમણે વ્યૂઅર્સ ચોઇસ એવોર્ડ હાંસલ કર્યો છે. એમ્મા ક્લેયર્સને ચેન્ટીલી, વર્જિનિયાસ્થિત ડેલ્ડા હોટેલ કન્વર્ઝનમાં નવીનીકરણની તક મળી છે.

શી હેઝ અ ડીલ કોમ્પિટિશનમાં વિજેતા તરીકે ત્રણ ટીમના નામ જાહેર કરવામાં આવ્યા છે, સ્પર્ધામાં હોટેલની માલિકી અને મહિનાવિકાસની તક મળશે. દરેક ટીમને રોકડ ઈનામ મળી શકશે. જે માટે હોટેલ બીઝનેસ એક્ઝિક્યુટિવ, આન્ત્રેપ્રિન્યોર્સ અને ઈન્વેસ્ટર્સની પેનલ વિજેતા નક્કી કરશે.

વર્ચ્યુઅલ પિચ સ્પર્ધામાં પાંચ ટીમમાંથી ત્રણ વિજેતા ટીમને 50000 ડોલરનું ગ્રાન્ડ પ્રાઇઝ ડિલ ઇક્વિટી થ્રૂ એસએચએડી પ્રોસ્પિરીટી ફન્ડ-I, દ્વિતિય ઈનામમાં વિજેતાઓને 5000 ડોલર અને વ્યૂઅર્સ ચોઇસ એવોર્ડ જાહેર કરાયો છે.

વ્યક્તિગત પિચર એમ્મા ક્લેર્સ સ્પ્રિંગ, કે જેઓ સિલેસ્ટે કંપનીઝનું સુકાન સંભાળે છે તેમણે ગ્રાન્ડ પ્રાઇઝ હાંસલ કર્યું છે. તેમણે ચેન્ટીલી, વર્જિનિયા ખાતેની ડેલ્ટા હોટેલ કન્વર્ઝન પિચ કર્યું છે, જેમાં હયાત સંપત્તિને વધારાના મીટીંગ સ્પેસ અને ડાઇનિંગ એરિયામાં રીનોવેટ કરવામાં આવશે. તેમની પિચના ભાગ રૂપે સ્પ્રિંગ, કે જેઓ વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીનાં સ્નાતક છે, તેમણે પોતે જ્યાં કામ કરવા ઇચ્છે છે ત્યાંના મેનેજમેન્ટ કંપનીની ઓળખ કરી છેઅને જરૂરી નાણાં અંગે વાટાઘાટની પ્રક્રિયામાં સક્રિય ભાગ લીધો.

“મને જે જાણવા અને શીખવા મળ્યું છે તે બદલ હું ખુબ આભારી અને ખુશ છું, હું જે લોકોને મળી છું, મને આશા છેકે હું આ અનુભવથી ઘણું શીખી શકી છું. મારી હોટેલમાલિકીના અનુભવની આ હમણાં જ શરૂઆત થઇ છે, તેમ તેમણે જણાવ્યું હતું.

એન્જલ ડેંગ અને કાયલીન ફેનથી બનેલા એડન ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટે બીજું ઇનામ મેળવ્યું, અને મિશિગન સ્ટેટ યુનિવર્સિટીની નાદિયા સિસ્મેસીયા, પોલીના શેવરીના અને એમ્મા ટોપ્પીનાં બનેલા પેન ઇન્વેસ્ટમેંટને વ્યૂઅર્સ ચોઇસ એવોર્ડ મળ્યો હતો. ગત વર્ષે સ્પર્ધામાં ભાગ લેનારાઓએ 12 કલાકથી વધારે સમય સુધી હોટેલ ઈન્વેસ્ટમેન્ટ એજ્યુકેશનનો લાભ લીધો હતો, જેમાં તેમણે સ્રોત ઉભા કરવા, મૂલ્યાંક અને રીયલ હોટેલ ડીલ અંગે મૂડી વધારવા અંગેની તાલીમ હાંસલ કરી હતી.

શી હેજ અ ડિલનાં સ્થાપક ટ્રેસી પ્રીગમોરેએ કહ્યું હતું કે આ સ્પર્ધાના આયોજનને કારણે રોમાંચકારી અનુભવ હાંસલ થયો છે.

“શી હેઝ અ ડિલ”ની કહાની પણ કાસ્ટેલ પ્રોજેક્ટને મળતી આવે છે, જેની સ્થાપના પેગી બર્જે હોટેલ ઈન્ડસ્ટ્રીમાં લીડરશિપ પોઝિશનમાં મહિલાઓની અછતને દૂર કરવા માટે કર્યો હતો. એપ્રિલ દરમિયાન, બે સંગઠનો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ફોર્ચ્યુનાઝ ટેબલની રચના કરાશે, એક એવી વેબસાઇટ કે જેના થકી સંભવિત હોટેલ માલિકોને માહિતી, માર્ગદર્શન અને તેમને પોતાનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે જરૂરી નેટવર્કિંગ મળી રહે છે.

વિનય પટેલ, આહોહાના વાઇસ પ્રેસિડેન્ટ અને ફેરબુક હોટેલ્સ, ચેન્ટીલી, વર્જિનિયાના પ્રેસિડેન્ટ “શી હેઝ અ ડીલ”ના એડવાઇઝરી બોર્ડમાં સામેલ છે.

2022 પિચ સ્પર્ધા માટેની અરજીઓ જૂન 24થી લઇને સપ્ટેમ્બર 15 સુધી કરી શકાશે.