જરૂરી મતના અભાવે સેનેટમાં સ્ટિમ્યુલસ બિલ નામંજુર

રાજકીય મતભેદને કારણે નવા રાઉન્ડના સહાય પેકેજ સામે જોખમ

0
1193
હેલ્થ, ઇકોનોમિક આસિસ્ટન્સ, લાયેબિલિટી પ્રોટેક્શન એન્ડ સ્કૂલ્સ એક્ટના નવા વર્ઝન અંગેના ગુરુવારના મતદાન પહેલા સેનેટના ફ્લોપર પર સેનેટ મેજોરિટી લીડર મિચ મેકનોલ દેખાય છે. આ બિલનો સેનેટમાં પરાજય જયો છે અને તેનાથી ચૂંટણી પહેલા વધુ રાહત સામે જોખમ ઊભું થયું છઠે.

હાલમાં તાતી જરૂરિયાત હોવા છતાં બીજા તબક્કાનું ફેડરલ સ્ટીમ્યુલ પેકેજ (પ્રોત્સાહન પગલાં) ક્યારેય ન હતું હતું તેટલું દૂર ગયું છે. આ સપ્તાહે સેનેટમાં મતદાન થયું છે, પરંતુ ગુરુવારે તેને મંજૂરી મળી નથી અને નવેમ્બરમાં ચૂંટણી પહેલા તેને મંજૂરી ન મળે તેવી શક્યતા છે.

ન્યૂ યોર્ક ટાઇમ્સના જણાવ્યા અનુસાર હેલ્થ, ઇકોનોમિક આસિસ્ટન્સ, લાયેબિલિટી પ્રોટેક્શન એન્ડ સ્કૂલ્સ એકટનું હળવું વર્ઝન 52 વિરુદ્ધ 47 મતથી નામંજુર થયું હતું. ડેમોક્રેટ્સે દાવો કર્યો હતો બિલને પૂરતા મત મળ્યા નથી. આ મતદાન રાજકીય મતભેદનું પ્રતિક છે, જેનાથી આગામી રાઉન્ડના સ્ટીમ્યુલસમાં મહિનાઓ સુધીનો વિલંબ થયો છે. ચૂંટણી પછી પણ તેમાં વિલંબ થવાની ધારણા છે.

મતદાન પહેલા સેનેટમાં મેજોરિટી લીડર મિચ મેકોનેલે જણાવ્યું હતું કે અમેરિકાના લોકો મહામારીનો સામનો કરી રહ્યા છે તેથી લોકોને રાહત આપવી કે નહીં તે અંગે કોંગ્રેસે મહિનાઓ સુધી વિચારણા કરી છે. આજે અમે મતદાન કરવા જઈ રહ્યા છીએ.

ડેમોક્રેટ્સની બહુમતી ધરાવતા ગૃહમાં મે મહિનામાં સ્ટીમ્યુલસ બિલ હેલ્થ એન્ડ ઇકોનોમિક રિકવરી ઓમ્નીબસ ઇમર્જન્સી સોલ્યુશન એક્ટને મંજૂરી મળી હતી.

જોકે ટ્રાવેલ એન્ડ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝ સહિતના અર્થતંત્ર સામેના જોખમને કારણે યુએસ ટ્રાવેલ એસોસિયેશને જણાવ્યું હતું કે મતભેદોને ભૂલી જવાનો હાલમાં સમય છે. મહામારી પછી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી સંલગ્ન 15,8 મિલિયનમાંથી અડધી રોજગારી દૂર થઈ છે અને અમેરિકાના અર્થતંત્રને આ વર્ષે આશરે 505 બિલિયન ડોલરના ટ્રાવેલ ખર્ચનું નુકસાન થશે, એમ USTAના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ, પબ્લીક અફેર્સ એન્ડ પોલિસી ટોરી ઇમર્સન બર્નીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશભરમાં હોટેલ, એટ્રેક્શન, રેસ્ટોરાં અને સ્ટોર્સ સદાને માટે બંધ થઈ રહ્યા છે. આ કટોકટીથી અસરગ્રસ્ત બનેલા ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીના કામદારો અને નાના બિઝનેસ રાહત માટે વધુ રાહ જોઇ શકે તેમ નથી.

આ ઉદ્યોગને બચાવવા માટે કેટલાંક પગલાંની જરૂર છે. સ્મોલ બિઝનેસ છટણી ન કરે તે માટે લોન પૂરી પાડતા પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ, સુરક્ષિત અને આરોગ્યપ્રદ ટ્રાવેલને પ્રોત્સાહન આપવા 10 અબજ ડોલરની કેન્દ્રીય ગ્રાન્ટ, આરોગ્ય અને સુરક્ષાની પૂરતી માર્ગરેખાનું પાલન કરતાં બિઝનેસને મર્યાદિત, હંગામી અને તાકીદની કાનૂની સુરક્ષા, ટ્રાવેલને પ્રોત્સાહન આપવા હંગામી ધોરણે ટેક્સ ક્રેડિટ અને કપાત તથા કોવિડ-19ની ટેસ્ટીંગની રાષ્ટ્રીય નીતિના વિકાસ માટે ટેસ્ટ એક્ટ જેવા પગલાંની જરૂર છે.

ઇમર્સન બર્નીએ જણાવ્યું હતું કે આર્થિક રિકવરી આપોઆપ આવી શકશે નહીં. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં ગુમાવેલી નોકરીની તકોનું ફરી નિર્માણ કરવા માટે તાકીદે મોટી રાહતની જરૂર છે અને તેનાથી આપણો દેશ આર્થિક રિકવરીના માર્ગ પર આવી શકશે. સંસદે ચાલુ કરેલા સારા કાર્યને પૂર્ણ કરવું જોઇએ અને તાકીદે ડીલ કરવી જોઇએ. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી તથા આ ઉદ્યોગ પર આજીવિકા મેળવતા લાખ્ખો અમેરિકનની નજર સંસદ પર છે.