સ્મોલ બીઝનેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ લોન હેઠળ 1.3 મિલિયન નાના ધંધાર્થીઓ માટે 104 બિલિયન ડોલરની રકમ મંજૂર કરવામાં આવી છે. અને વધારાની લોનમાં ઉમેરો કરવા માટેના પગલાં લેવામાં આવશે. આ એવા સમયે થયું છે કે જ્યારે યુ.એસ. ટ્રાવેલ એડમિનિસ્ટ્રેશ અનુસાર, લેઇઝર અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં વ્યાપક પ્રમાણમાં લોકો નોકરી ગુમાવી રહ્યાં છે.
પીપીપી લોનના હમણાંના છેલ્લાં રાઉન્ડ દરમિયાન, 82 ટકા લોન નાના ધંધાર્થીઓને ફાળે ગઇ છે કે જેમણે એક લાખ ડોલર કરતાં ઓછી રકમની માંગણી કરી છે. જેમાંથી 28 ટકા ધંધાર્થીઓ ગ્રામીણ સમુદાયમાંથી આવે છે. એસબીએ દ્વારા કોમ્યુનિટી ડેવલપમેન્ટ ફાયનાન્શિયલ ઇન્સ્ટીટ્યુશન્સ અને માઇનોરીટી ડિપોઝટરી ઇન્સ્ટીટ્યુશન્સ સાથેની ભાગીદારી પણ વધારી દેવામાં આવી છે જેથી લઘુમતી સમુદાય અને ઓછી વસતીવાળાઓ સુધી પણ આ કાર્યક્રમની રાહત પહોંચાડી શકાય.
રાઉન્ડ 11 જાન્યુઆરીએ શરૂ થયો હતો.
“જ્યારે અમે સૌથી વધારે અસર પામેલ અને હાલાકીનો સામનો કરનાર ઉદ્યોગો અને સમુદાયો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ, અમે પ્રતિબદ્ધ છીએ કે નાની વસ્તીવાળા ઉદ્યોગો સુધી પહોંચીને તેમને પણ આ યોજનાનો લાભ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટેના પગલાં લેવામાં આવશે. અને કપરા સમયે નાના ધંધાર્થીઓને પણ મદદરૂપ થવા માટે આગળ આવી રહ્યાં છીએ. તેમ એસબીએના સિનિયર એડવાઇઝર ટુ એડમિનિસ્ટ્રેશન માઇકલ રોથે જણાવ્યું હતું.
દરમિયાન, મહામારી દરમિયાન 39 ટકા નોકરીઓ લેઇઝર અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં ગુમાવવામાં આવી છે તેમ યુએસટીએ જણાવે છે. ફેબ્રુઆરી 2020થી સમગ્ર યુ.એસ.માં પ્રતિ દસમાંથી ચાર નોકરીઓ મહામારીને કારણે ગુમાવવામાં આવી છે અને જાન્યુઆરીમાં યુ.એસ. અર્થતંત્રમાં સરેરાશ 49000 નોકરીઓ ઉમેરવામાં આવી હતી, મહિના દરમિયાન લેઇઝર અને હોસ્પિટાલિટી ક્ષેત્રે 61000 લોકોને નોકરી ગુમાવવી પડી હતી, જ્યારે બીજા મહિને પણ નોકરીઓ ખોવી પડી છે.
યુએસટીએ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે લેઇઝર અને હોસ્પિટાલિટી સેક્ટરમાં પડેલું નોકરીઓનું ગાબડું માઇનિંગ અને લોજિંગ સેક્ટરના ગાબડાંની સરખામણીએ બમણું છે. લેઇઝર અને હોસ્પિટાલિટીમાં નોકરીઓ ગુમાવવાનો દર સમગ્ર અમેરિકામાં વધુ હતો અને સરકાર દ્વાજા જોવામાં આવેલ અત્યાર સુધીનો ત્રણ ગણો હતો. જ્યારે સેક્ટર સૌથી મોટો હિસ્સો ધરાવનાર દ્વિતિય ક્રમ ધરાવે છે.
“ગણિત ખૂબ સરળ છેઃ અમેરિકન અર્થતંત્ર ત્યાં સુધી ફરી પાટે નહીં ચઢી શકે કે જ્યાં સુધી લેઇઝર અને હોસ્પિટાલિટી ક્ષેત્ર ફરી પાટે નહીં ચઢે, અને તે માટે આક્રમક નીતિવિષયક પગલાં લેવાની જરૂર હાલ તો જણાઇ રહી છે, તેમ યુએસટીએના પ્રેસિડેન્ટ અને સીઈઓ રોજર ડાઉએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે દેશ માટે જરૂરી છે કે સલામતી સાથે પ્રવાસો ફરી શરૂ કરવામાં આવે, જેનો અર્થ ફક્ત એવો નથી કે માત્ર રાહતના માપદંડો નહીં પણ રસીકરણમાં પણ આગળ વધવામાં આવે અને વધારે સારી આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે. હાલ તો આ ઓલ-હેન્ડસ-ઓન-ડેક સમસ્યા છે, જે સરકાર, ઉદ્યોગો અને નાગરિકોને પણ અસર કરે છે અને તેમણે આમાંથી બહાર આવવા માટે મહત્વની ભૂમિકા નિભાવવી પડશે.”
પીપીપી પ્રોગ્રામ હેઠળનો ત્રીજો ડ્રો એ રાહત આપવા માટેની અગ્રિમતા રહેશે, યુએસટીએ દ્વારા કોંગ્રેસ અને બાઇડેન એડમિનિસ્ટ્રેશનને મદદનો ધોધ વહાવવા માટે તથા ટ્રાવેલ રીકવરી માટે રજુઆત કરવામાં આવી છે.
હવે જ્યારે કોવિડ-19 રસીકરણ અમલમાં છે, ડોઉ કહે છે કે બહાર આવવા માટેનો લાગતો ધીમો સમય દર્શાવે છે કે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને ફરી થાળે પડવામાં હજુ થોડો વધારે સમય લાગી શકે તેમ છે.
તેઓ કહે છે કે હવે મુસાફરી ફરી ક્યારે શરૂ કરી શકાશે તે કહેવું ખરેખર મુશ્કેલ છે. મહામારીને કારણે પ્રવાસ પર પડેલી અસર અર્થતંત્ર પર પણ જોવા મળી છે અને રોજગારીને અસર પહોંચી છે અને આ બધામાંથી બહાર આવવા તથા ફરી ઉભા થવા માટે આક્રમક પગલાં તાત્કાલિક અસરથી લેવાની જરૂર છે.