રિપોર્ટઃ જાન્યુઆરીમાં યુ.એસ. એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સની માગ અને રેવપારમાં વધારો

સેગમેન્ટમાં પ્રોપર્ટીઝમાં રેવન્યુમાં ઝડપી રિકવરી સાથે સપ્લાય ગ્રોથમાં ઘટાડો રહ્યો

0
786
જાન્યુઆરી, 2022 દરમિયાન એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સના ત્રણેય સેગમેન્ટમાં ઉંચી માગ જોવા મળી હોવાનું હોટેલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ ધી હાઇલેન્ડ ગ્રુપના ‘યુ.એસ. એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ બુલેટિનઃ જાન્યુઆરી 2022’ નામના રિપોર્ટમાં જણાવાયું છે.

જાન્યુઆરી મહિના દરમિયાન યુ.એસ. એસ્ટેન્ડેડ-સ્ટે હોટેલ્સની માગ અને માસિક રેવપારમાં વધારો જોવા મળ્યો છે, તેમ હોટેલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ ધી હાઇલેન્ડ ગ્રુપના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. જેની અસર લાંબા ગાળે જોવા મળે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.

જાન્યુઆરી મહિનાનો 3.5 ટકાનો સપ્લાય ગ્રોથ પણ સૂચવે છે કે મિડ-પ્રાઇઝ અને અપસ્કેલ સપ્લાયમાં જોવા મળેલો વધારો ટૂંક સમયમાં મહામારી અગાઉના સ્તરે પહોંચી શકે તેમ હોવાનો ઉલ્લેખ પણ યુ.એસ. એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ બુલેટિનઃ જાન્યુઆરી 2022માં કરવામાં આવ્યો છે.

રિપોર્ટ દર્શાવે છે કે 2022 અને 2021માં એક્સટેન્ડેડ સ્ટે હોટેલ્સ સિવાય સમગ્ર હોટેલ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગનાઓએ નફો ગુમાવ્યો છે, તેથી જરૂરી છે કે હવે ટૂંક સમયમાં ઝડપથી નફો રળી શકાય. 2020માં એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ કરતાં રેવપારમાં હોટેલ ઇન્ડસ્ટ્રીમાં ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં રેવપારમાં વધારો થયો છે.

એસટીઆર અનુસાર, દરેક હોટેલ રૂમ રેવન્યુ જાન્યુઆરીમાં ગત વર્ષની સરખામણીએ 73.5 ટકા રહ્યો હતો.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર અપસ્કેલ એસ્કટેન્ડેડ-સ્ટે હોટેલ્સમાં માગની બાબતમાં 2020માં તથા 2021માં ઘણું સહન કરવું પડ્યું હોવાનું જણાયું છે. જાન્યુઆરીમાં ત્રણેય સેગમેન્ટમાં હાઈ ડિમાન્ડ નોંધાઈ છે. જાન્યુઆરીમાં એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સની ડિમાન્ડ 11.5 મિલિયન રૂમ નાઇટ્સને વટાવી ગઇ હતી. છેલ્લાં બે વર્ષ દરમિયાન હોટેલ ઇન્ડસ્ટ્રીને મહામારીને કારણે વેપારમાં ઘણું સહન કરવું પડ્યું છે.

ધી હાઈલેન્ડ ગ્રુપનો રિપોર્ટ દર્શાવે છે કે મિડ-સ્કેલ અને અપસ્કેલ એક્સ્ટેન્ડેડ-સ્ટે હોટેલ્સ દ્વારા જાન્યુઆરીમાં એડીઆરમાં પણ સુધારો આગળ વધ્યો છે, જે ડિસેમ્બરની સરખામણીએ ઓછો છે. સરેરાશ સેગમેન્ટમાં ઇકોનોમી સેગમેન્ટ દ્વારા તેના એડીઆરમાં રિકવરી ઇન્ડેક્સમાં સુધારો નોંધાયો છે.

યુ.એસ. એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સમાં સામૂહિક રિકવરી ઇન્ડિક્સ 2021માં સૌપ્રથમ વખત 100 ટકાને નવેમ્બર મહિનામાં વટાવી ગયો હતો.