એપ્રિલ અને મે મહિનામાં યુ.એસ. એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ દ્વારા સૌથી વધુ ઓક્યુપન્સી રેટ હાંસલ કરવામાં આવ્યો છે. તેણે મે મહિનામાં 76.5 ટકાની ઓક્યુપન્સી હાંસલ કરવામાં આવી હોવાનું એક રીપોર્ટમાં જણાવાયું છે. આ રીપોર્ટ હોટેલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ ધી હાઇલેન્ડ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. રીપોર્ટ અનુસાર મહામારી હોવા છતાં સાલ 2020 દરમિયાન હોટેલ્સ દ્વારા સારો દેખાવ અને વેપાર કરવામાં આવ્યો છે.
એપ્રિલ અને માર્ચ મહિનામાં આ દર ક્રમશઃ 73.5 ટકા અને 71.9 ટકા રહ્યો હતો. ધી હાઇલેન્ડ ગ્રુપના રીપોર્ટમાં જણાવ્યા અનુસાર રૂપ સપ્લાયમાં 12.5 ટકાનો વધારો નોંધાયો છે. જે નવા બાંધકામ અને મહામારી દરમિયાન બંધ રહીને ફરીથી ખુલનાર હોટેલ્સનો સમાવેશ થાય છે. મહામારીના થોડાક મહિના માટે એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ બંધ રાખવાની પણ ફરજ પડી હતી.
રીપોર્ટમાં જણાવવામાં આવ્યા અનુસાર ઈકોનોમી અને મિડ-પ્રાઇઝ એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સને મહામારી દરમિયાન થયેલા નફાની સામે નુકસાન વધારે થયું છે. જ્યારે અપસ્કેલ એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સે દરેક અપસ્કેલ હોટેલ્સની સરખામણીએ અર્બન સેન્ટર્સમાં ઝડપથી અને સારો નફો હાંસલ કર્યો છે.
અપસ્કેલ એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સને મે મહિનામાં માંગમાં અત્યંત ઘટાડો થવાની સામે ઝડપી રીકવરી જોઇ હતી, જેમ સેગમેન્ટ 13.07 મિલિયન રૂમ નાઇટ્સ મે મહિનામાં પહોંચ્યો હતો. 2019ના એપ્રિલ મહિનાની સરખામણીએ તે 9 ટકા વધુ હતું. મે મહિના માટે સમગ્ર હોટેલ્સ માટે એસટીઆર દ્વારા એક રીપોર્ટમાં કરવામાં આવેલા અહેવાલમાં વધારો દર્શાવવામાં આવ્યો છે.
ડિસેમ્બર 2020માં ઇકોનોમી સેગમેન્ટમાં માસિક દરે મજબૂત વધારો જોવા મળ્યો જેને પગલે એડીઆરમાં 11.5 ટકાનો વધારો થયો હતો. મીડ-પ્રાઇઝ સેગમેન્ટનો મે 2019નો નોમીનલ વેલ્યુનો એડીઆર 93 ટકા રહ્યો હતો.
એક્સટેન્ડેડ-સ્ટે ઓક્યુપન્સી તેની એપ્રિલ 2019ની સ્થિતિએ આ એપ્રિલ મહિનામાં પહોંચ્યો હતો. જોકે તેના અગાઉના વર્ષોના ઓક્યુપન્સી સ્તરે પહોંચવામાં તેને ચાર વર્ષ કરતાં વધારે સમય લાગી શકે તેમ છે.
રીકવરીનો માર્ગ
સાલ 2020 દરમિયાન, અપસ્કેલ એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ દ્વારા દરેક અપસ્કેલ હોટેલ્સની ઓક્યુપન્સી હાંસલ દર 12 ટકાના સ્તરે રહ્યો હતો. જે તેના અગાઉના સ્તર કરતાં બમણો હતો.
ધી હાઇલેન્ડ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ રીપોર્ટમાં જણાવ્યા અનુસાર એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સને કોવિડ-19 મહામારીની અસરમાંથી ઝડપથી બહાર આવવામાં સારો દેખાવ કર્યો છે. બહોળી હોટેલ ઇન્ડસ્ટ્રીની જેમ એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સને પણ સારો એવો નફો ગુમાવવો પડ્યો હતો. અલબત્ત, પોતાની સમકક્ષની હોટેલની સરખામણીમાં એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ દ્વારા ખૂબ સારો દેખાવ કરવામાં આવ્યો હોવાનું આ રીપોર્ટમાં જણાવાયું છે.
એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સની શરૂઆત 2020માં 12થી 13 ટકાના ઓક્યુપન્સી પ્રીમિયમ પોઇન્ટ સાથે થઇ હતી. દરમિયાન વિરોધાભાસી સમયગાળા દરમિયાન, એક્સટેન્ડેડ-સ્ટેનું ઓક્યુપન્સી પ્રીમિયમ વધ્યો છે અને 2020માં 17.8 ટકાના પોઇન્ટે રહ્યો છે.
ઓક્યુપન્સી પ્રીમિયમ નવેમ્બર2020માં 23 પોઇન્ટ વધ્યો અને વર્ષના દ્વિતિય ત્રિમાસિકગાળામાં તે સરેરાશ 20 પોઇન્ટની આસપાસ રહ્યો હતો.
એક્સેટેન્ડેડ-સ્ટે હોટેલ્સની રૂમ ઓક્યુપન્સીમાં પણ સારો વધારો થયો છે. રીપોર્ટમાં જણાવ્યા અનુસાર એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ દ્વારા કોરોના મહામારીમાં પણ સારો દેખાવ તથા વેપાર કરવામાં આવ્યો છે. આર્થિક સંકડામણનો સામનો કરવા છતાં હોટેલ્સે હવે નફા રળવા તરફ પગલાં વધાર્યાં હોવાનું પણ આ રીપોર્ટમાં જાણવા મળે છે.