રીપોર્ટઃ હોટેલ શરૂ કરવામાં અમેરિકા વિશ્વમાં મોખરે

કુલ પ્રોજેક્ટ્સના 37 ટકા સાથે દેશ વૈશ્વિક બાંધકામમાં પણ ટોચની સપાટીએ

0
770
એસટીઆરના જણાવ્યા અનુસાર જાન્યુઆરીથી માર્ચ દરમિયાન અમેરિકામાં 26057 રૂમ સાથે 220થી વધુ પ્રોપર્ટીઝ શરૂ થઈ છે. દરમિયાન, આ જ સમયે, લોજિંગ ઇકોનોમેટ્રિક્સ અનુસાર ગ્લોબલ હોટેલ પાઇપલાઇનમાં પ્રોજેક્ટની રીતે 7 ટકા અને રૂમ્સની સંખ્યાએ 6 ટકાનો ઘટાડો નોંધાયો છે.

એસટીઆર અને લોજિંગ ઇકોનોમેટ્રિક્સના જણાવ્યા અનુસાર અમેરિકામાં મહામારી દરમિયાન હોટેલ બાંધકામ ક્ષેત્રે ઘટાડો થયો છે. દરમિયાન, સમાન સમયગાળા દરમિયાન દેશમાં પ્રથમ ક્વાર્ટરમાં વધારેને વધારે હોટેલો ખુલી છે તેમ એસટીઆર જણાવે છે.

એસટીઆરના અહેવાલ અનુસાર અમેરિકામાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 26,057 રૂમ સાથે 220થી વધારે પ્રોપર્ટીની શરૂઆત થઇ છે. દરમિયાન આ સમાન સમયગાળા દરમિયાન ચીનમાં 12418 રૂમ, જાપાનમાં 2499 રૂમ, ઓસ્ટ્રેલિયામાં 2382 રૂમ અને યુકેમાં 2214 રૂમ ખુલ્યા છે.

એસટીઆર જણાવે છે કે એપ્રિલ 2020માં સમગ્ર દેશમાં કુલ બાંધકામ દરમિયાન સૌથી વધુ 220,207 રૂમનું બાંધકામ થયું હતું જેની સરખામણીમાં વર્તમાન સમયે બાંધકામ થયેલ રૂમની સંખ્યા 34000 જેટલી ઓછી છે.

186,269 રૂમ બાંધકામ હેઠળ છે, 237,707 રૂમનું આયોજન થઇ રહ્યું છે અને 214,287 રૂમ તેના આખરી તબક્કાના આયોજનમાં છે.

“અમેરિકાના મુખ્ય બજારોમાં, ન્યુયોર્ક 21055 અને લાસ વેગસ 8579 સાથે રૂમ બાંધકામમાં અગ્રક્રમે છે,” તેમ એસટીઆર જણાવે છે. બે અન્ય માર્કેટમાં 5000 કરતાં વધુ ઓરડા તેમના બાંધકામના આખરી તબક્કામાં છે.

વૈશ્વિક હોટેલ પાઇપલાઇનમાં પ્રોજેક્ટની રીતે 7 ટકાનો અને રૂમની રીતે 6 ટકાનો ઘટાડો 2020ના અંત સુધીમાં નોંધાયો હોવાનું એલઈ જણાવે છે. તેમાં 2,312,410 રૂમ સાથેના 13,943 પ્રોજેક્ટ અને 1,169,418 રૂમ સાથેના 6513 પ્રોજેક્ટ 2020ના અંત સુધીમાં બાંધકામ હેઠળ હતા.

“2020માં વૈશ્વિક સ્તરે, 2562 હોટેલ શરૂ થઇ જેમાં 357,768 ઓરડા હતા, અને તેમાંથી 94559 ઓરડા સાથેની 636 હોટેલ તો 2020ના ચોથા ત્રિમાસિકગાળામાં શરૂ થઇ હતી, તેમ એલઈ જણાવે છે. લોજિંગ ઇકોનોમેટ્રિક્સ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે 2021 દરમિયાન 424,844 ઓરડા સાથેની 2812 હોટેલ શરૂ થશે અને 2022 સુધીમાં વધુ 3255 હોટેલ શરૂ થશે જે 498,631 ઓરડા ધરાવતી હશે.

વૈશ્વિક સ્તરે અમેરિકા 650,222 ઓરડા સાથેના 5216 પ્રોજેક્ટ સાથે મોખરે છે જ્યારે ચીન 639,811 ઓરડા સાથે 3375 પ્રોજેક્ટ સાથે બીજા ક્રમે આવે છે. વૈશ્વિક પ્રોજેક્ટની સરખામણીએ આ બે દેશ 62 ટકા સમગ્ર પ્રોજેક્ટમાં હિસ્સેદારી ધરાવે છે.

એલઈ જણાવે છે કે કુલ વૈશ્વિક બાંધકામ પાઇપલાઇન ક્ષેત્રે અમેરિકા 37 ટકા હિસ્સેદારી તો ચીન 24 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે તેને અનુસરતા યુનાઇટેડ કિંગ્ડમ 55505 ઓરડા સાથેના 372 પ્રોજેક્ટ, ઇન્ડોનેશિયા 333 પ્રોજેક્ટ કે જે 54411 ઓરડા ધરાવે છે અને જર્મની 55346 ઓરડા સાથેના 300 પ્રોજેક્ટ ધરાવે છે.

સૌથી વધુ બાંધકામ ધરાવનાર અમેરિકાના ચાર અગ્રણી શહેરોમાં ન્યુયોર્ક 25640 ઓરડા સાથેના 150 પ્રોજેક્ટ, લોસ એન્જલસ 24808 ઓરડા સાથે 148 પ્રોજેક્ટ અને ડલ્લાસ 17756 ઓરડા સાથેના 147 પ્રોજેક્ટ તથા એટલાન્ટા 19863 ઓરડા સાથેના 140 પ્રોજેક્ટ ધરાવે છે.

અગાઉ એલઈના અહેવાલમાં જણાવાયું હતું કે અમેરિકામાં અમલીકરણ હેઠળના પ્રોજેક્ટમાં 2020ના બીજા ત્રિમાસિકગાળામાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.