રિપોર્ટઃ થેન્કસગિવિંગ પ્રવાસ આ વર્ષે અમેરિકાને ફરી જોડશે

એએએની આગાહી છે કે થેન્ક્સગિવિંગની રજાઓમાં સમગ્ર અમેરિકામાં 53.4 મિલિયન કરતા વધારે લોકો પ્રવાસ કરશે, મોટેલ 6 સર્વે જણાવે છે કે સરેરાશ 600 માઇલ્સની ટ્રીપ કરાશે.

0
826
અંદાજે 53.4 મિલિયન લોકો આ વર્ષે થેન્ક્સગિવિંગની રજાઓમાં મુસાફરી કરશે તેમ એએએ ટ્રાવેલ દ્વારા જણાવાયું છે જે 2020ની સરખામણીએ 13 ટકા વધારે છે. આને કારણે 2019ની પહેલાની સ્થિતિએ દેશમાં પ્રવાસની સ્થિતિ આવી શકશે તેમ પણ છે.

મોટેલ 6 ફોર્થ એન્યુઅલ હોલિડે સર્વેમાં જણાવ્યા પ્રમાણે અંદાજે 70 ટકા કરતાં વધારે લોકો પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવા માટે વાહનચલાવીને પહોંચશે. ત્રણમાંથી એક અથવા 32 ટકા લોકો ગત વર્ષે ઘરે જ રોકાયા હતા. અડધાથી વધારેએ જણાવ્યું હતું કે તેઓ હોટેલમાં અથવા ખાનગી ઘર લઇને પ્રવાસ દરમિયાન રોકાવાનું પસંદ કરશે તેમ પણ સર્વેમાં જણાવાયું છે.

આ વર્ષે થેન્ક્સગિવિંગની રજાઓમાં મુસાફરી કરનારાઓની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જે ગત વર્ષથી કોવિડ-19 મહામારી હજુ ચાલુ છે છતાં બે રિપોર્ટમાં સંભાવના વ્યક્ત કરાઈ છે. નિયંત્રણમાં તબક્કાવાર હળવાશ આપવાને કારણે વિમાની મુસાફરી કરનારાઓનું પ્રમાણ વધ્યું છે અને પ્રવાસ કરનારાઓમાં પણ આત્મવિશ્વાસ વધ્યો છે.

આ વર્ષની આગાહી અનુસાર વર્ષ 2005 પછી થેન્કસગિવિંગ દરમિયાન આ વર્ષે સૌથી વધારે મુસાફરી કરનારાઓની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળી શકે તેમ છે, તેમ એએએ ટ્રાવેલ દ્વારા જણાવાયું છે. થેન્ક્સગિવિંગની રજાઓ દરમિયાન એક અંદાજે 53.4 મિલિયન કરતાં વધારે લોકો રજાઓ માણવા નિકળી પડશે તેવો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

સંપૂર્ણ રસીકરણવાળા લોકો માટે તાજેતરમાં ખોલવામાં આવેલી અમેરિકાની સરહદોને કારણે આ થેન્કસગિવિંગમાં 6.4 મિલિયન જેટલા વધારાના આંતરરાષ્ટ્રીય પ્રવાસ કનરારા લોકો પણ પણ ઉમેરાશે. ટ્રાવેલ એજન્સી દ્વારા જણાવાયું હતું કે રસ્તાઓ અને એરપોર્ટો ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી શકે તેમ છે.

દરમિયાન, મોટેલ 6 દ્વારા કરવામાં આવેલા એસડબલ્યુએનએસ મીડિયા ગ્રુપ સાથે મળીને કરવામાં આવેલા એક સર્વેમાં 2000 લોકોને આવરી લેવામાં આવ્યા હતા. સર્વેમાં આવરી લેવામાં આવેલા લોકોમાંથી 82 ટકાએ જણાવ્યું હતું કે તેઓ પોતાની પ્રિય વ્યક્તિ સાથે રજાઓ ગાળવાનું વધારે પસંદ કરશે. સરેરાશ મુસાફરોએ જણાવ્યું હતું કે તેઓ એક અંદાજે સરેરાશ 600 માઇલ જેટલી મુસાફરી કરશે થેન્ક્સગિવિંગ અને ન્યુઇયર દમિયાન પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવા માટે કરશે. આ બાબત મોટેલ 6ના ફોર્થ એન્યુઅલ હોલિડે સર્વેમાં જણાવવામાં આવી હતી.

આ વર્ષે રજાઓ માણવા નિકળી પડનારાઓમાંથી 70 ટકા જેટલા લોકો પોતાના મનપસંદ પ્રવાસના ગંતવ્ય સ્થળે ડ્રાઇવિંગ કરીને પહોંચવાનું પસંદ કરશે તેમ પણ સર્વેમાં જાણવા મળ્યું હતું. ત્રણમાંથી એક અથવા 32 ટકા લોકો ગયા વર્ષે આ રજાઓના સમયગાળા દરમિયાન પોતાના ઘરે જ રહ્યા હતા. અડધાથી વધારે લોકોએ કહ્યું હતું કે તેઓ હોટલમાં અથવા પ્રાઇવસી માટે રેન્ટલ પર રહેવાનું પસંદ કરશે, તેમ સર્વેમાં જાણવા મળે છે.

ગત વર્ષે શિયાળામાં કોવિડ-19 મહામારીના સંક્રમણમાં ઉછાળો જોવા મળ્યો હતો અને તેની અસર થેન્ક્સગિવિંગમાં ફરવા જનારાઓના આયોજનને પણ પણ પહોંચી હતી. સામાન્ય રીતે આ સમયગાળો વર્ષનો સૌથી શ્રેષ્ઠ અને વ્યસ્ત વીકએન્ડ બની રહે છે.

આ અંગે એએએ ટ્રાવેલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પાઉલા ટ્વિડેલે કહ્યું હતું કે આ વર્ષે થેન્ક્સગિવિંગ દરમિયાન ગત વર્ષ કરતા કંઇક જુદું જ માહોલ જોવા મળશે. હવે જ્યારે બોર્ડર ખુલી ગઇ છે અને નવી હેલ્થ અને સેફ્ટી ગાઇડવાઇન પણ અમલમાં છે ત્યારે ફરી એકવાર પ્રવાસ કરનારાઓની સંખ્યામાં ઉછાળો જોવા મળી શકે છે. અમેરિકન્સ આ રજાઓ માણવા નિકળી પડશે, કારણ કે તેઓ એમનો બેસ્ટ હોલિડે છે.

એએએ ટ્રાવેલ અનુસાર, આ વર્ષે થેન્ક્સગિવિંગ દરમિયાન 4.2 મિલિયનથી વધારે લોકો હવાઇ મુસાફરી કરશે, જે ગત વર્ષની સરખામણીએ 80 ટકા વધારે છે અને બે વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીએ નવ ટકા ઓછું છે. થેન્ક્સગિવિંગ દરમિયાન રજાઓ માણવા માટે ગત વર્ષે નિકળેલા 281000 લોકોની સામે આ વર્ષે એક મિલિયનથી વધારે લોકો બસ, ટ્રેન કે ક્રૂઝનો ઉપયોગ પ્રવાસ માટે કરશે. ટ્રાવેલ એજન્સી દ્વારા અંદાજ વ્યક્ત કરાયો હતો કે 48.3 મિલિયન જેટલા લોકો પોતાના વાહનોમાં પ્રવાસ કરશે, જેનું પ્રમાણ ગત વર્ષે 44.5 મિલિયન હતું અને 2019ની સરખામણીએ ત્રણ ટકા ઓછું છે.

એએએ ટ્રાવેલના જણાવ્યા અનુસાર 2021માં સરેરાશ ઓછુ વિમાની ભાડું 27.3 ટકા રહ્યું જે ગત વર્ષે 132 ડોલર રહ્યું હતું. એજન્સી કહે છે કે મધ્યમ કક્ષાની હોટેલોના ભાડાંમાં 39 ટકા જેટલો વધારો નોંધાયો છે, જે સરેરાશ 137 ડોલરથી 172 ડોલર જેટલું છે.

આઈએનઆરઆઈએક્સ ખાતેના ટ્રાન્સપોર્ટેશન એનાલિસ્ટ બોબ પિશુએ કહે છે કે રોડ ટ્રિપ માટે થેન્ક્સગિવિંગ એ સૌથી વધારે વેપાર આપનારો વ્યસ્ત હોલિડે છે, અને આ વર્ષે પણ મહામારીના સમયગાળાની તુલનાએ તેમાં કોઇ ફેરફાર નહીં જોવા મળે. તેમણે જણાવ્યું હતું કે વાહનચાલકોએ મેટ્રોની આસપાસના વિસ્તારોમાં પ્રવાસ દરમિયાન અને ખાસ કરીને બુધવાર બપોરના સમયે મોડા પડવાની તૈયારી રાખવી પડશે. આ સમયે રસ્તાઓ પર ભારે ધસારો જોવા મળી શકે છે અને તેને કારણે મોટાભાગના વાહનચાલકોને ટ્રાફિકમાં અટવાઇ જવાનું આવશે.