નવેમ્બરમાં હોટલ ઉદ્યોગોનો નફો ઘટ્યો હોવાના અહેવાલ

કોવિડ-19 પ્રતિબંધ વધતા તેની અસર હોટેલ્સના નફા પર પહોંચી

0
922
નવેમ્બરમાં અમેરિકાની હોટેલ્સનો નફો ઘટ્યો છે. ગોપારમાં 2019ના સમાન મહિનાની સરખામણીએ 97.5 ટકા એટલે કે 2.13 ડોલરનો ઘટાડો નોંધાયો છે તેમ એસટીઆરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. જૂનમાં તે સહુથી વધુ 5.89 ડોલર હતો અને તેની સરખામણીએ તેમાં ઘટાડો થયો છે.

અમેરિકાના હોટેલ ઉદ્યોગમાં નવેમ્બર માસમાં નફામાં ઘટાડો નોંધાયો હોવાના અહેવાલ છે. વૈશ્વિક મહામારી કોવિડ-19નું સંક્રમણ વધતા તેને અટકાવવા માટેના સરકારે જાહેર કરેલા પ્રતિબંધોનું પ્રમાણ વધતા તેની અસર હોટેલ્સના નફા પર પડી હોવાનું પણ આ અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. આ અહેવાલ એસટીઆર અને હોટસ્ટેટ્સ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ એવી આગાહી હતી કે કોરોના અટકાવવા માટેના રસીકરણને કારણે હોટેલ ઉદ્યોગને લાભ થશે.

એસટીઆરના અહેવાલ અનુસાર નવેમ્બર 2019થી પ્રતિરૂમ ગોપાર 2.13 ડોલરથી ઘટ્યો છે. જૂનમાં તે 5.89 ડોલર હતો અને તેની સરખામણીએ સૌથી ઓછો છે.

ટ્રેવપારમાં પણ 73.5 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે વાર્ષિક ધોરણના 60.92 ડોલર હતો. લેબર કોસ્ટમાં પણ ગયા વર્ષના 31.32 ડોલરની સરખામણીએ 61.4 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું પણ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

એસટીઆરના આસિસ્ટન્ટ ડિરેક્ટર ઓફ ફાયનાન્શિયલ પરફોર્મન્સ રકૂલ ઓર્ટિઝે આ બાબતે જણાવ્યું હતું કે નવેમ્બરના દેખાવમાં નબળાઈ જોવા મળે છે. નફામાં ઘટાડો થયો છે. આ મહિને અમે આંકડા જાહેર કર્યા છે. થેન્કસગિવિંગ રજાઓ સમયથી અમેરિકામાં માંગ અને ઓક્યુપન્સીમાં અત્યાર સુધીનો સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો છે. જેના પરિણામે લેબર કોસ્ટમાં પણ 48 ટકા જેટલો કાપ મુકવાની ફરજ પડી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

અહેવાલ અનુસાર અગાઉના ઓક્ટોબર સહિતના મહિનાઓમાં પણ આ બાબતે ઘટાડો જોવા મળ્યો છે.

આ બાબતે ઓર્ટિઝે વધુમાં જણાવ્યું હતું કે પાછલા વર્ષે શરૂઆતના 11 મહિના દરમિયાન હોટેલ્સ ક્ષેત્રે અનેક ફેરફાર જોવા મળ્યા છે. ગોપાર 83 ટકા ઘટાડા સાથે તથા એબીતડામાં 100 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હોવાના અહેવાલ છે. અમારું માનવું છેકે સમગ્રરીતે 2020 વર્ષમાં શૂન્ય નફો રહ્યો છે. ક્ષેત્રના અગ્રણીઓને પણ તેની અસર થઈ હોવાનું જાણવા મળે છે. તેમણે ઉમેર્યું કે અન્ય માર્કેટની સરખામણીએ ન્યૂયોર્ક અને શિકાગો ખાતેના હોટેલ ઉદ્યોગમાં ફેરફાર જોવા મળ્યો છે.

નવેમ્બર અંગેના હોટસ્ટેટ્સના અહેવાલ દર્શાવે છે કે અમેરિકા સહિત યુરોપના માર્કેટને પણ કોવિડ-19 વૈશ્વિક મહામારીની અસર જોવા મળી છે અને તેના ઘેરા પ્રતિભાવ મળી રહ્યાં છે. વાર્ષિક સ્થિતિએ તુલના કરીએ તો અહેવાલ અનુસાર ગોપારમાં અમેરિકામાં અગાઉના વર્ષની સરખામણીએ નકારાત્મક રીતે 103.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. મહિનાનો ટ્રીવપાર પણ ઘટ્યો છે તેમાં 79.2 ટકા એટલે કે 54.07 ડોલરનો ઘટાડો જોવા મળ્યો હોવાનું અહેવાલો જણાવે છે. રેવપારમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

હોટસ્ટેટ્સના અહેવાલ અનુસાર ઓક્યુપન્સીમાં ઓક્ટોબર દરમિયાન 4 ટકાથી 24.2 ટકાનો ઘટાડો થયો છે. જે સરેરાશ કિંમતમાં 143.74 ડોલરથી રેવપારમાં 34.76 ડોલર છે. જે 78 ટકાનો ઘટાડો દર્શાવે છે. નવેમ્બરમાં હોટેલ ઉદ્યોગના નફામાં ઘટાડો થયો છે તો ઓક્ટોબર મહિનામાં તેમાં સારો દેખાવ રહેતા નફામાં મજબૂતાઈ જોવા મળી હોવાનો ઉલ્લેખ પણ આ અહેવાલમાં છે.